Money9: ભારતમાં ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ પર નસીબ અજમાવી રહેલા ઘણાંબધા લોકો ઓનલાઇન ગેમ્સમાં ઘણાં પૈસા ગુમાવી રહ્યા છે. હકીકતમાં આ જ કારણોથી ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર સરકારની ચાંપતી નજર છે.
બજેટમાં ગેમિંગ ટેક્સ અંગે નવી જોગવાઇઓ
આ વર્ષના બજેટમાં ફાઇનાન્સ બિલ 2023માં બે નવી જોગવાઇઓેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં એક સેક્શન 194-BA છે. જે ટીડીએસ સાથે જોડાયેલી છે. બીજી સેક્શન 115-BBJ છે જે ઓનલાઇન ગેમિંગમાંથી થતી કમાણી પર ટેક્સ રેટ નક્કી કરે છે. અત્યારે સેક્શન 194-B હેઠળ કુલ 10 હજાર રૂપિયાથી ઉપર જીતેલી રકમ પર જ ટીડીએસ લાગે છે. જ્યારે નવી સેક્શન 194-BA હેઠળ ઓનલાઇન ગેમ્સમાં જીતવા પર કુલ વિનિંગ એમાઉન્ટ જે પણ હોય તેની પર ટીડીએસ લાગશે.
કયા દરે ટેક્સ લાગે
ઓનલાઇન ગેમ્સમાં થતી કમાણી પર કયા દરે ટેક્સ લાગશે તે વિશે માહિતી મેળવીએ. તો સેક્શન 115-BBJમાં ઓનલાઇન ગેમ્સમાંથી થતી કુલ કમાણી પર 30 ટકા ટેક્સની જોગવાઇ છે. ટેક્સ નેટ વિનિંગના આધારે વર્ષના અંતે ચૂકવવો પડશે. જોકે ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપનીઓએ આનો વિરોધ કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટીને લખેલી એક ચિઠ્ઠીમાં તેમણે કહ્યું છે કે નવી જોગવાઇ લાગુ કરવાથી ટેક્સ લગાવવાને લઇને અસ્પષ્ટતા તો થશે જ, સાથે સાથે નાની કંપનીઓનો કમ્પ્લાયન્સ પર થતો ખર્ચ પણ વધશે.
આ ઉપરાંત અત્યારે ઓનલાઇન ગેમિંગ પર 18 ટકાનો જીએસટી પણ લાગે છે. અને તેને વધારીને 28 ટકા કરવાનો પ્રસ્તાવ છે. ટોપ સ્ટેક હોલ્ડર્સની દલીલ છે કે જીએસટીને વધારીને 28 ટકા કરવાથી સેક્ટરના ગ્રોથ અને નવી કંપનીઓને બજારમાં ટકી રહેવાની ક્ષમતા પર અસર થશે. આ રેટ હાઇક પર અત્યાર સુધી સ્થિતિ સ્પષ્ટ કરવામાં નથી આવી.
તામિલનાડુમાં ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ
એક બીજી વાત એ છે કે ગેમ ઓફ સ્કીલ્સ અને ગેમ ઓફ ચાન્સની વ્યાખ્યાને લઇને ઘણું કન્ફ્યૂઝન છે. એ પણ કન્ફ્યૂઝન છે કે બન્ને પર જીએસટીનો દર સમાન હશે કે અલગ-અલગ હશે. દરમિયાન તામિલનાડુમાં ઓનલાઇન ગેમ્બલિંગ અને ગેમ ઓફ ચાન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ 5 લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની જેલ કે બન્નેની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી, ફિનટેક કંપનીઓને નોન પરમિશેબલ ગેમ માટે પોતાના પેમેન્ટ પ્લેટફોર્મ્સના એક્સેસને રોકવાનો આદેશ પણ જાહેર કરી શકે છે. આ બધુ આઇપીએ દરમિયાન થઇ રહ્યું છે. જ્યાં પ્રદીપ જેવા લોકો ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ પર પૈસા લગાવવા માટે બેટિંગ કરી રહ્યા છે. જો કે સરકાર ઓનલાઇન ગેમિંગને સેફ બનાવવા માંગે છે. તેની પર વોચ રાખવા માંગે છે. હાલની ઘટનાઓથી બધા માટે સ્થિતિ જટીલ જ થઇ રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો