होम » Breaking Briefs
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ફોરેન ટુર પેકેજ બૂક કરાવો તો અત્યારે 5% TCS લાગે છે, જે વધારીને 20% કરવાની ભલામણ સરકારે કરી છે.
Twitterની Blue Ticks સર્વિસ બંધ થઈ ગઈ છે. આ સર્વિસ હવે ચાર્જેબલ થઈ છે. જો તમારે આ સર્વિસ ચાલુ કરાવવી હોય તો ચૂકવવી પડશે માસિક અથવા વાર્ષિક ફી.
સોવરિન ગોલ્ડ બોન્ડની 2017-18 સીરિઝના IV-phaseમાં રોકાણ કરનારાને બેવડો લાભ થયો છે.
સરકારી મંત્રાલયો, વિભાગો ઉપરાંત અન્ય સંસ્થાઓ દ્વારા આધાર ઓથેન્ટિકેશનના નિયમ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સૂચનો માંગ્યા છે. આ કવાયતનો ઉદ્દેશ આધારને લોકો માટે અનૂકૂળ બનાવવા અને સેવાઓ સુધી નાગરિકોની પહોંચને સુનિશ્ચિત કરવાનો છે
નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં રૂ.7,000 કરોડના 139 નવા ફાર્મા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતે ભારતના ફાર્મા હબ તરીકે નવું રોકાણ મેળવવામાં સફળતા મેળવી છે.
અક્ષય તૃ઼તીયાનો તહેવાર છે અને આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. સોનું ખરીદવાના ઘણા વિકલ્પ છે.
દેશનાં વિવિધ જ્વેલર્સે ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ લૉન્ચ કરી છે. તમે હપ્તા ભરીને પણ સોનાના દાગીના ખરીદી શકો છો. કેટલાક જ્વેલર્સે ઘડામણ ચાર્જમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.
રેપો રેટ વધવાથી લોન મોંઘી થઈ ગઈ છે. આવા સંજોગોમાં લોકો ઈન્સ્ટન્ટ લિક્વિડિટી મળે તેવી લોન તરફ વળ્યાં છે. પરિણામે, ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનની માંગ વધી છે.
શું ભારત એપલ માટે મહત્વનું સ્થાન લઈ શકશે? એપલે ભારતમાં રિટેલ સ્ટોર ખોલ્યા છે અને ઉત્પાદન વધારવા માંગે છે, પરંતુ ચીનનું સ્થાન હાંસલ કરવું ભારત માટે કેટલું વાસ્તવિક લાગે છે?
વધતી ગરમીને કારણે ભારતના અર્થતંત્ર પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. જીડીપી વૃદ્ધિમાં વર્ષે 4.5 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. મોંઘવારી વધી શકે છે.