ટ્વિટરે બુલ ટીક સર્વિસ પર ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. જેના કારણે તમામ લોકોના ટ્વિટર હેન્ડલ પર જોવા મળતું બ્લુ ટિક ગાયબ થઈ ગયું છે. આનંદ મહિન્દ્રા, રતન ટાટા, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી જેવી સેલિબ્રિટીઝના બ્લુ ટીક પણ બંધ થઈ ગયા છે. ટ્વિટરે 20 એપ્રિલથી બ્લુ ટીક દૂર કરવાનું શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 3 લાખ એકાઉન્ટ્સના બ્લુ ટીક રિમૂવ થઈ ગયા છે. તમે આ બ્લુ ટીક પાછું મેળવી શકો છો, પરંતુ તેના માટે તમારે ટ્વિટરને પૈસા આપવા પડશે. તમે મહિને 900 રૂપિયા ફી ચૂકવીને અથવા વાર્ષિક 6,800 રૂપિયા ફી ચૂકવીને બ્લુ ટીક પાછું મેળવી શકો છો.
Published - April 21, 2023, 07:56 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો