સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)એ તેના ડિજિટલ રૂપિયામાં UPI ઈન્ટરઑપરેબિલિટી લાગુ કરવાની જાહેરાત કરી છે. SBIએ 4 સપ્ટેમ્બરે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC)ને UPI સાથે લિન્ક કરવાથી ગ્રાહકોને વધારે સારી સુવિધા આપવામાં મદદ મળશે.
આ અત્યાધુનિક ફીચરનો લાભ લેવા માટે ગ્રાહકે ‘eRupee by SBI’ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. ગ્રાહકો કોઈ પણ મર્ચન્ટનો UPI QR code સ્કેન કરીને ઝડપથી અને સલામતી રીતે આર્થિક વ્યવહાર કરી શકશે. આ સુવિધા શરૂ કરીને SBI પણ ડિજિટલ ઈ-રૂપી યોજનામાં સામેલ થઈ ગઈ છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ડિસેમ્બર 2022માં રિટેલ ડિજિટલ ઈ-રૂપી (retail digital e-rupee) પ્રોજેક્ટની શરૂઆત કરી હતી અને તેમાં અમુક બેન્કો સામેલ પણ થઈ છે. UPI ઈન્ટરઑપરેબિલિટીમાં સામેલ થનાર અન્ય બેન્કોમાં કોટક મહિન્દ્રા બેન્ક, યસ બેન્ક, એક્સિસ બેન્ક, HDFC બેન્ક અને કેનેરા બેન્કનો પણ સમાવેશ થાય છે. SBIએ જણાવ્યું છે કે, UPI સાથે CBDCને લિન્ક કરીને SBIએ મહત્ત્વનું પગલું ભર્યું છે, જેનાથી રોજિંદી લેવડદેવડમાં ડિજિટલ રૂપિયાનો ઉપયોગ વધશે.
Published - September 4, 2023, 05:34 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો