SBIએ FDના ઈન્ટરેસ્ટ રેટમાં અડધો ટકાનો વધારો કર્યો છે. SBIની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, 2 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની FDના નવા રેટ 27 ડિસેમ્બરથી અમલી કરવામાં આવ્યા છે. 7 દિવસથી 45 દિવસની FDના રેટમાં 0.50 ટકાનો જ્યારે 46 દિવસથી 179 દિવસની FDના રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બેન્કે 180 દિવસથી 210 દિવસની FDના રેટ 5.25 ટકાથી વધારીને 5.75 ટકા કર્યા છે.
211 દિવસથી 1 વર્ષ કરતાં ઓછી મુદતની FDના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો તમે 3 વર્ષથી 5 વર્ષ કરતાં ઓછી મુદતની FD કરશો તો હવે તમને સાડા છ ટકાની જગ્યાએ પોણા સાત ટકા વ્યાજ મળશે. SBI સીનિયર સીટિઝનને આ રેટ કરતાં અડધો ટકો વધુ ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરે છે. ડિસેમ્બરમાં પાંચ બેન્કોએ ડિપોઝિટના રેટ વધાર્યાં છે અને SBI છઠ્ઠી બેન્ક છે. અગાઉ બેન્ક ઓફ ઈન્ડિયા, ફેડરલ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, DCB બેન્ક અને યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયાએ પણ FDના રેટ વધારવાની જાહેરાત કરી હતી.
યુનિયન બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. નવા વ્યાજ દર 27 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. યુનિયન બેન્કે 1 વર્ષથી 398 દિવસની વચ્ચે પાકતી FDના ઈન્ટરેસ્ટ રેટ વધારીને પોણા સાત ટકા કર્યા છે. 399 દિવસની FDના રેટ 7 ટકાથી વધારીને સવા સાત ટકા કર્યા છે. 400 દિવસથી 3 વર્ષની વચ્ચે પાકતી FDના વ્યાજ દર 6.30 ટકાથી વધારીને સાડા છ ટકા કરવામાં આવ્યા છે. સીનિયર સીટિઝનને નોર્મલ રેટ કરતાં અડધો ટકો વધુ જ્યારે સુપર સીનિયર સીટિઝનને પોણો ટકો વધુ રેટ મળશે.
Bank | RoI (in %) General Citizens | RoI (in %) Senior Citizens | Tenure |
DCB Bank | 8.00 | 8.60 | 25 months – 26 months |
IndusInd Bank | 7.85 | 8.25 | 1 year 6 months < 1 year 7 months |
Bandhan Bank | 7.85 | 8.35 | 1 year, 4 months, 11 days |
RBL Bank | 7.80 | 8.30 | 15 months < 2 years |
IDFC First Bank | 7.75 | 8.25 | 549 days- 2 years |
Yes Bank | 7.75 | 8.25 | 18 months to 24 months |
J&K Bank | 7.50 | 8.00 | 555 days |
Federal Bank | 7.50 | 8.00 | 500 days |
South Indian Bank | 7.30 | 7.30 | 500 days |
Kotak Mahindra Bank | 7.25 | 7.80 | 23 months < 2 year |
Dhanlaxmi Bank | 7.25 | 7.75 | 555 days |
HDFC Bank | 7.20 | 7.70 | 4 year 7 months |
Karur Vysya Bank | 7.20 | 7.70 | 444 days |
ICICI Bank | 7.10 | 7.60 | 15 months to 18 months |
Axis Bank | 7.10 | 7.60 | 13-14 months |
City Union Bank | 7.00 | 7.50 | 400 days |
IDBI Bank | 7.00 | 7.50 | > 2 years to <3 years |
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો