Money9 Gujarati:
એક પછી એક બેન્ક FDના વ્યાજ દર વધારી રહી છે. ડિસેમ્બરના અંતે સાતેક બેન્કોએ FDના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા. હવે પંજાબ નેશનલ બેન્કે રેટમાં 0.50 ટકાથી 0.45 ટકાનો વધારો કર્યો છે. PNBએ 2 કરોડ રૂપિયાથી ઓછી FDના ઈન્ટરેસ્ટ રેટ 1 જાન્યુઆરી 2024થી વધાર્યાં છે. PNBએ 180 દિવસથી 270 દિવસની FDના રેટ સાડા પાંચ ટકાથી વધારીને 6 ટકા કર્યા છે. બેન્કે 271 દિવસથી 1 વર્ષ કરતાં ઓછી મુદતની FDના રેટ 5.80 ટકાથી વધારીને 6.25 ટકા કર્યા છે. 400 દિવસની FDના રેટ 6.80 ટકાથી વધારીને 7.25 ટકા કર્યા છે.
Domestic/NRO $ Fixed Deposit Scheme | |||||||
---|---|---|---|---|---|---|---|
Sl. No | Period | Existing Rates For Public W.E.F. 01.11.2023 | Revised Rates For Public W.E.F. 01.01.2024 | *Existing Rates For Senior Citizens W.E.F. 01.11.2023 | *Revised Rates For Senior Citizens W.E.F. 01.01.2024 | #Existing Rates For Super Senior Citizens W.E.F. 01.11.2023 | #Revised Rates For Super Senior Citizens W.E.F. 01.01.2024 |
1 | 7 to 14 Days | 3.50 | 3.50 | 4.00 | 4.00 | 4.30 | 4.30 |
2 | 15 to 29 Days | 3.50 | 3.50 | 4.00 | 4.00 | 4.30 | 4.30 |
3 | 30 to 45 Days | 3.50 | 3.50 | 4.00 | 4.00 | 4.30 | 4.30 |
4 | 46 to 60 Days | 4.50 | 4.50 | 5.00 | 5.00 | 5.30 | 5.30 |
5 | 61 to 90 Days | 4.50 | 4.50 | 5.00 | 5.00 | 5.30 | 5.30 |
6 | 91 to 179 Days | 4.50 | 4.50 | 5.00 | 5.00 | 5.30 | 5.30 |
7 | 180 to 270 Days | 5.50 | 6.00 | 6.00 | 6.50 | 6.30 | 6.80 |
8 | 271 Days to < 1 Year | 5.80 | 6.25 | 6.30 | 6.75 | 6.60 | 7.05 |
9 | 1 Year | 6.75 | 6.75 | 7.25 | 7.25 | 7.55 | 7.55 |
10 | >1Year to 399 Days | 6.80 | 6.80 | 7.30 | 7.30 | 7.60 | 7.60 |
11 | 400 Days | 6.80 | 7.25 | 7.30 | 7.75 | 7.60 | 8.05 |
12 | 401 Days to 443 days | 6.80 | 6.80 | 7.30 | 7.30 | 7.60 | 7.60 |
13 | 444 Days | 7.25 | 6.80 | 7.75 | 7.30 | 8.05 | 7.60 |
14 | 445 Days to 2 Years | 6.80 | 6.80 | 7.30 | 7.30 | 7.60 | 7.60 |
15 | above 2 years & upto 3 years | 7.00 | 7.00 | 7.50 | 7.50 | 7.80 | 7.80 |
16 | above 3 years & upto 5 years | 6.50 | 6.50 | 7.00 | 7.00 | 7.30 | 7.30 |
17 | above 5 years & upto 10 years | 6.50 | 6.50 | 7.30 | 7.30 | 7.30 | 7.30 |
બેન્ક ઑફ બરોડાએ જણાવ્યું છે કે, 2 કરોડ રૂપિયાથી ઓછા મૂલ્યની FD કરાવનાર ગ્રાહકને નવા રેટ ચૂકવવામાં આવશે. તમે 7 દિવસથી લઈને 10 વર્ષની FD કરાવી શકો છો. તેના વ્યાજ દર 4.25 ટકાથી 7.25 ટકાની વચ્ચે છે. ડિસેમ્બર મહિનામાં સાત બેન્કોએ FDના દર વધાર્યા છે. એટલે 2024માં FD કરાવનાર ગ્રાહકને વધુ વ્યાજ દરનો ફાયદો મળશે. SBI અને Axis બેન્કે વ્યાજ દરમાં અડધો ટકાનો વધારો કર્યો છે. ફેડરલ બેન્ક, ઈન્ડિયન બેન્ક, DCB બેન્ક, કોટક મહિન્દ્રા બેન્કે પણ ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં છે. ક્રેડિટની માંગને પહોંચી વળવા માટે બેન્કોને ડિપોઝિટની જરૂર છે. આથી બેન્કો ડિપોઝિટના રેટ વધારી રહી છે.
SBIએ FDના ઈન્ટરેસ્ટ રેટમાં અડધો ટકાનો વધારો કર્યો છે. SBIની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, 2 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની FDના નવા રેટ 27 ડિસેમ્બરથી અમલી કરવામાં આવ્યા છે. 7 દિવસથી 45 દિવસની FDના રેટમાં 0.50 ટકાનો જ્યારે 46 દિવસથી 179 દિવસની FDના રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બેન્કે 180 દિવસથી 210 દિવસની FDના રેટ 5.25 ટકાથી વધારીને 5.75 ટકા કર્યા છે.
211 દિવસથી 1 વર્ષ કરતાં ઓછી મુદતની FDના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો તમે 3 વર્ષથી 5 વર્ષ કરતાં ઓછી મુદતની FD કરશો તો હવે તમને સાડા છ ટકાની જગ્યાએ પોણા સાત ટકા વ્યાજ મળશે. SBI સીનિયર સીટિઝનને આ રેટ કરતાં અડધો ટકો વધુ ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરે છે.
યુનિયન બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. નવા વ્યાજ દર 27 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. યુનિયન બેન્કે 1 વર્ષથી 398 દિવસની વચ્ચે પાકતી FDના ઈન્ટરેસ્ટ રેટ વધારીને પોણા સાત ટકા કર્યા છે. 399 દિવસની FDના રેટ 7 ટકાથી વધારીને સવા સાત ટકા કર્યા છે. 400 દિવસથી 3 વર્ષની વચ્ચે પાકતી FDના વ્યાજ દર 6.30 ટકાથી વધારીને સાડા છ ટકા કરવામાં આવ્યા છે. સીનિયર સીટિઝનને નોર્મલ રેટ કરતાં અડધો ટકો વધુ જ્યારે સુપર સીનિયર સીટિઝનને પોણો ટકો વધુ રેટ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો