Money9 Gujarati:
ખાનગી સેક્ટરની IndusInd Bankએ ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. મુંબઈ સ્થિત IndusInd Bankના જણાવ્યા પ્રમાણે, 1 વર્ષ 6 મહિનાથી 1 વર્ષ 7 મહિનાથી ઓછી મુદત માટે ડિપોઝિટ કરનાર ગ્રાહકને 7.85 ટકા વ્યાજ દર ચૂકવવામાં આવશે. સીનિયર સીટિઝનને 0.40 ટકા વધારે વ્યાજ દર મળશે, એટલે કે, સીનિયર સીટિઝનને આટલી મુદતની FD પર 8.25 ટકા વ્યાજ મળશે.
Bank | RoI (in %) General Citizens | RoI (in %) Senior Citizens | Tenure |
DCB Bank | 7.90 | 8.50 | 25 months |
IndusInd Bank | 7.85 | 8.25 | 1 year 6 months to below 1 year 7 months |
RBL Bank | 7.80 | 8.30 | 15 months to less than 2 years |
Yes Bank | 7.75 | 8.25 | 18 months to 24 months |
IDFC First Bank | 7.50 | 8.00 | 1 year 1 day to 550 days |
Federal Bank | 7.30 | 8.07 | 13 months to 21 months |
Dhanlaxmi Bank | 7.25 | 7.75 | 18 months and 7 days |
HDFC Bank | 7.20 | 7.70 | 4 year 7 months |
Kotak Mahindra Bank | 7.20 | 7.70 | 390 days |
South Indian Bank | 7.20 | 7.20 | 500 days |
Karur Vysya Bank | 7.20 | 7.70 | 444 days |
ICICI Bank | 7.10 | 7.60 | 15 months to 18 months |
Axis Bank | 7.10 | 7.60 | 13-14 months |
City Union Bank | 7.00 | 7.50 | 400 days |
IDBI Bank | 6.80 | 7.30 | 1 year to 2 years |
ખાનગી સેક્ટરમાં DCB બેન્કને બાદ કરતાં કોઈ પણ બેન્ક FD પર આટલો ઊંચો ઈન્ટરેસ્ટ રેટ આપતી નથી. જો તમે DCB બેન્કમાં FD કરાવો તો 7.90 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળશે. આ રેટ માટે તમારે 25 મહિનાની FD કરાવવી પડશે. સીનિયર સીટિઝનને 0.60 ટકા વધારે વ્યાજ દર મળે છે, એટલે કે, સીનિયર સીટિઝનને આટલી મુદતની FD પર 8.50 ટકા રેટ મળે છે.
– RBL Bank 15 મહિનાથી 2 વર્ષની મુદતની FD પર 7.80 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ બેન્કમાં સીનિયર સીટિઝનને 8.30 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે.
– IDFC First Bank પણ 1 વર્ષ 1 દિવસથી 550 દિવસની FD પર 7.5 ટકા વ્યાજ દર આપી રહી છે જ્યારે સીનિયર સીટિઝનને 0.50 ટકા વધારે એટલે કે, 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે.
– Federal Bankમાં 13 મહિનાથી 21 મહિનાની FD કરાવો તો 7.30 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે. આ બેન્ક સીનિયર સીટિઝનને 0.77 ટકા વધુ વ્યાજ દર ઑફર કરે છે. જો સીનિયર સીટિઝન આટલી મુદતની FD કરાવે તો તેમને 8.07 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળશે.
– HDFC Bankમાં 4 વર્ષ 7 મહિનાથી 55 મહિનાની FD પર 7.25 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે.
– Dhanlaxmi Bank 7.25 ટકા વ્યાજ દર આપે છે અને તેના માટે તમારે 18 મહિના 7 દિવસ માટે FDમાં પૈસા મૂકવા પડશે.
– Kotak Mahindra Bankમાં 23 મહિનાની FD પર 7.25 ટકા વ્યાજ દર ચાલે છે. સીનિયર સીટિઝન માટે 7.75 ટકા વ્યાજ દર છે. .
– South Indian Bankમાં 500 દિવસની FD કરાવો તો 7.20 ટકા વ્યાજ દર મળશે, પરંતુ આ બેન્ક સીનિયર સીટિઝનને કોઈ વધારાનો લાભ આપતી નથી.
– Karur Vyasa Bankમાં 444 દિવસની FD પર 7.20 ટકા વ્યાજ દરની ઑફર ચાલે છે.
– ICICI Bank 15 મહિનાથી 18 મહિનાની FD પર 7.10 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપે છે.
– City Union Bankમાં 400 દિવસની FD પર 7 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે.
– IDBI Bankમાં 1 વર્ષથી 2 વર્ષની FD પર 6.80 ટકા વ્યાજ દર ચૂકવવામાં આવે છે. સીનિયર સીટિઝનને 0.50 ટકા વધુ વ્યાજ દરનો લાભ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો