DCB Bank FD: ખાનગી સેક્ટરની ધિરાણકર્તા DCB Bank તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર અન્ય ખાનગી બેન્કો કરતાં વધારે વ્યાજ દર આપી રહી છે. DCB Bankની FD પર વ્યાજના દર 7.90 ટકા છે, પરંતુ તેના માટે 25 મહિનાની મુદતની FD કરાવવી પડશે. સીનિયર સીટિઝનને બેન્ક 0.60 ટકા વધુ વ્યાજ દર ઓફર કરે છે. એટલે કે, સીનિયર સીટિઝનને 25 મહિનાની FD પર 8.50 ટકા વ્યાજ દર મળે છે. DCB Bank અત્યારે સામાન્ય નાગરિક અને વરિષ્ઠ નાગરિકને FD પર સૌથી વધુ વ્યાજ દર આપતી ખાનગી શિડ્યુઅલ્ડ બેન્ક છે. સ્મોલ ફાયનાન્સ બેન્કોને બાદ કરતાં અન્ય કોઈ ખાનગી બેન્ક FD પર આટલા વ્યાજ દર આપતી નથી.
– RBL Bank 15 મહિનાથી 2 વર્ષની મુદતની FD પર 7.80 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ બેન્કમાં સીનિયર સીટિઝનને 8.30 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે.
– મુંબઈ સ્થિત IndusInd Bank 1 વર્ષથી 18 મહિનાની FD પર 7.50 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપે છે. આ બેન્કમાં સીનિયર સીટિઝનને 0.75 ટકા વધુ વ્યાજ દર મળે છે, એટલે કે તેમને 8.25 ટકા વ્યાજ દર મળશે.
– IDFC First Bank પણ 1 વર્ષ 1 દિવસથી 550 દિવસની FD પર 7.5 ટકા વ્યાજ દર આપી રહી છે જ્યારે સીનિયર સીટિઝનને 0.50 ટકા વધારે એટલે કે, 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે.
– Federal Bankમાં 13 મહિનાથી 21 મહિનાની FD કરાવો તો 7.30 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે. આ બેન્ક સીનિયર સીટિઝનને 0.77 ટકા વધુ વ્યાજ દર ઑફર કરે છે. જો સીનિયર સીટિઝન આટલી મુદતની FD કરાવે તો તેમને 8.07 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળશે.
– HDFC Bankમાં 4 વર્ષ 7 મહિનાથી 55 મહિનાની FD પર 7.25 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે.
– Dhanlaxmi Bank 7.25 ટકા વ્યાજ દર આપે છે અને તેના માટે તમારે 18 મહિના 7 દિવસ માટે FDમાં પૈસા મૂકવા પડશે.
– Kotak Mahindra Bankમાં 23 મહિનાની FD પર 7.25 ટકા વ્યાજ દર ચાલે છે. સીનિયર સીટિઝન માટે 7.75 ટકા વ્યાજ દર છે. .
– South Indian Bankમાં 500 દિવસની FD કરાવો તો 7.20 ટકા વ્યાજ દર મળશે, પરંતુ આ બેન્ક સીનિયર સીટિઝનને કોઈ વધારાનો લાભ આપતી નથી.
– Karur Vyasa Bankમાં 444 દિવસની FD પર 7.20 ટકા વ્યાજ દરની ઑફર ચાલે છે.
– ICICI Bank 15 મહિનાથી 18 મહિનાની FD પર 7.10 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપે છે.
– City Union Bankમાં 400 દિવસની FD પર 7 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે.
– IDBI Bankમાં 1 વર્ષથી 2 વર્ષની FD પર 6.80 ટકા વ્યાજ દર ચૂકવવામાં આવે છે. સીનિયર સીટિઝનને 0.50 ટકા વધુ વ્યાજ દરનો લાભ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો