SBIએ હોમ લોન પર 0.65% સુધીના ડિસ્કાઉન્ટની સ્કીમ 31 જાન્યુઆરી, 2024 સુધી લંબાવ્યા બાદ હવે બેન્ક ઑફ મહારાષ્ટ્રએ પણ હોમ લોનના ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે.
હોમ લોન લેવા માંગતા લોકોને નવા વર્ષમાં ખુશખબર મળી છે. દેશની સૌથી મોટી બેન્ક SBIએ હોમ લોન પર 0.65% સુધીના ડિસ્કાઉન્ટની સ્કીમ 31 જાન્યુઆરી, 2024 સુધી લંબાવ્યા બાદ હવે બેન્ક ઑફ મહારાષ્ટ્રએ પણ હોમ લોનના ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે. બેન્ક ઑફ મહારાષ્ટ્રએ ગ્રાહકોને નવા વર્ષની ઑફરના ભાગરૂપે હોમ લોનના રેટ 0.15 ટકા ઘટાડીને 8.35 ટકા કરવાની જાહેરાત કરી છે. બેન્કે 3 જાન્યુઆરીએ હોમ લોન પર ડિસ્કાઉન્ટની તેમજ પ્રોસેસિંગ ફી નહીં વૂસલવાની જાહેરાત કરી હતી.
બેન્કે જણાવ્યું છે કે, “અમારા મૂલ્યવાન ગ્રાહકોને શ્રેષ્ઠ ફાઈનાન્સિંગ સોલ્યુશન્સ આપવા માટે બેન્ક પ્રતિબદ્ધ છે અને તેના ભાગરૂપે હોમ લોનના ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડાનો તેમજ પ્રોસેસિંગ ફી નહીં વૂસલાવનો બેવડો લાભ ઑફર કરવામાં આવે છે. અત્યારે હોમ લોનના રેટ ઊંચા સ્તરે છે તેવા સમયે બેન્ક ઓફ મહારાષ્ટ્ર તેના ગ્રાહકોને સસ્તી રિટેલ લોન આપવાનો પ્રયાસ કરી રહી છે. ”
બેન્કે તેની ‘New Year Dhamaka offer’ હેઠળ હોમ લોન, કાર લોન તેમજ રિટેલ ગોલ્ડ લોનની પ્રોસેસિંગ ફી પણ નાબૂદ કરી છે.
Published - January 3, 2024, 06:13 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો