Money9 Gujarati:
Bank Holidays in October 2023: ઓક્ટોબર મહિનામાં બેન્કમાં જઈને કોઈ કામ કરવાના હોય તો રજાઓની તારીખો નોંધી રાખજો, કારણ કે, 16 દિવસ રજા રહેવાની છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, ઓક્ટોબરમાં વિવિધ રાજ્યોમાં અલગ-અલગ તહેવારો નિમિત્તે 16 દિવસ બેન્કિંગ કામકાજ બંધ રહેશે. નવરાત્રિનો તહેવાર ધરાવતા ઓક્ટોબરમાં ગાંધી જયંતિ અને સરદાર પટેલ જયંતિ પણ આવે છે. UPI, ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ જેવી ડિજિટલ સેવાઓને કારણે બેન્કોમાં જવાનું ઓછું થઈ ગયું છે, પરંતુ જો બ્રાન્ચમાં જઈને કોઈ કામ કરવાનું હોય તો રજાઓની તારીખ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
RBIએ જાહેર કરી યાદી
RBI દર મહિનાની બેન્કિંગ રજાઓની યાદી જાહેર કરે છે. RBIના નિયમ પ્રમાણે, તમામ રાજ્યોની બેન્કોમાં અમુક તહેવારને બાદ કરતાં એક સાથે રજા નથી હોતી. અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના વાર-તહેવાર પ્રમાણે રજા હોય છે. RBIએ ઓક્ટોબર માટે જાહેર કરેલી યાદીમાં કુલ 16 દિવસ બેન્કોમાં રજા છે. .
ઓક્ટોબરમાં કયા રાજ્યમાં કઈ તારીખે રહેશે રજા?
1 ઓક્ટોબર, રવિવાર
2 ઓક્ટોબર, સોમવારઃ મહાત્મા ગાંધી જયંતિ
8 ઓક્ટોબર, રવિવાર
14 ઓક્ટોબર, બીજો શનિવારઃ મહાલયા (કર્ણાટક, ઓડિશા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં રજા)
15 ઓક્ટોબર, રવિવાર
18 ઓક્ટોબર, બુધવારઃ કટિ બિહુ (આસામમાં રજા)
21 ઓક્ટોબર, શનિવારઃ દુર્ગા પૂજા (મહા સપ્તમી) (આસામ, ત્રિપુરા, મણીપુર, પશ્ચિમ બંગાળમાં રજા)
22 ઓક્ટોબર, રવિવાર
23 ઓક્ટોબર, સોમવારઃ દશેરા (મહાનવમી) / અયુધ પૂજા / દુર્ગા પૂજા / વિજયા દશમી (ત્રિપુરા, કર્ણાટક, ઓડિશા, તામિલ નાડુ, આસામ, હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ, બિહાર, ઝારખંડ, મેઘાલય, બંગાળ)
24 ઓક્ટોબર, મંગળવારઃ દશેરા (વિજયા દશમી) / દુર્ગા પૂજા (મણીપુર અને આંધ્ર પ્રદેશ સિવાય તમામ રાજ્યોમાં રજા)
25 ઓક્ટોબર, બુધવારઃ દુર્ગા પૂજા (દસૈન) નિમિત્તે સિક્કિમમાં રજા
26 ઓક્ટોબર, ગુરુવારઃ દુર્ગા પૂજા (દસૈન) / Accession Day નિમિત્તે સિક્કિમ અને જમ્મુ-કાશ્મીરમાં રજા
27 ઓક્ટોબર, શુક્રવારઃ દુર્ગા પૂજા (દસૈન) નિમિત્તે સિક્કિમમાં રજા
28 ઓક્ટોબર, ચોથો શનિવારઃ લક્ષ્મી પૂજા નિમિત્તે બંગાળમાં રજા
29 ઓક્ટોબર, રવિવાર
31 ઓક્ટોબર, મંગળવારઃ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં રજા
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો