Money9 Gujarati:
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ નવેમ્બર 2023 માટે બેન્કોની રજાઓની યાદી જાહેર કરી છે. RBIની યાદી પ્રમાણે, જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ક્ષેત્રની બેન્કો નવેમ્બર મહિનામાં 15 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓમાં 4 રવિવાર તેમજ બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. એટલે કે, શનિવાર અને રવિવારના દિવસોને બાદ કરતાં કુલ 9 દિવસ એવા છે જ્યારે કોઈ ને કોઈ રાજ્યમાં ત્યાંના તહેવારને કારણે બેન્કોમાં રજા રહેશે.
અમુક તહેવારોમાં રાષ્ટ્રીય રજા હોવાથી સમગ્ર દેશની બેન્કો બંધ રહે છે જ્યારે અમુક રાજ્યોમાં ત્યાંના સ્થાનિક તહેવારોની રજા આવતી હોય છે. જેમકે, આ વખતે ગુજરાતમાં વિક્રમ સંવત (બેસતું વર્ષ) 14 નવેમ્બરે છે પરંતુ ત્યારે અન્ય રાજ્યોની બેન્કો ચાલુ રહેશે. RBIએ આ રજાઓને ત્રણ જૂથમાં વહેંચ્યા છેઃ Holidays under the Negotiable Instruments Act; Holidays under the Negotiable Instruments Act and Real-Time Gross Settlement Holiday; and Banks’ Closing of Accounts.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો