Money9: કિઆ ઇન્ડિયાની સૌથી વધુ વેચાતી કારમાંની એક સેલ્ટોસ છે. તાજેતરમાં જ ટેસ્ટિંગ દરમિયાન 2023 કિઆ સેલ્ટોસ નજરે પડી હતી. આ અપકમિંગ કાર કોઈપણ કવર વગર જોવા મળી હતી.આ સાથે Kia Seltos ફેસલિફ્ટની ડિઝાઈન સંબંધિત તમામ વિગતો પણ સામે આવી છે. આગામી Kia Seltos પહેલાની જેમ Hyundai Cretaના પ્લેટફોર્મ પર આધારિત છે. સેલ્ટોસ બજારમાં ઉપલબ્ધ ક્રેટાને પણ સખત સ્પર્ધા આપે છે. તમને જણાવી દઈએ કે Kia અને Hyundai સિસ્ટર કંપનીઓ છે.
કિઆએ સેલ્ટોસને કારણે ટૂંકા ગાળામાં સારો ચાહક વર્ગ ઉભો કર્યો છે. સેલ્ટોસ ભારતીય બજારમાં કિયાની પ્રથમ કાર હતી. દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની કિઆએ હવે સેલ્ટોસને તમામ જરૂરી ફિચરની સાથે રજૂ કરવાનો નિર્ણય લીધો છે અને અહીં તમે 2023 કિઆ સેલ્ટોસ વિશે ડિટેલ જોઈ શકો છો.
2023 Kia Seltos: પ્લેટફોર્મ અને ડિઝાઇન
આગામી Kia Seltos ફેસલિફ્ટ હ્યુન્ડાઈ ક્રેટાના પ્લેટફોર્મ પર આધારિત હશે. નવી કારમાં પહેલાની જેમ શાર્પ સ્ટાઇલ જોવા મળશે. સેલ્ટોસનું વેચાણ વધારવા માટે કંપની તેને નવા ફીચર્સ સાથે માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. નવી સેલ્ટોસમાં થોડી મોટી ગ્રિલ, રિડિઝાઇન્ડ હેડલાઇટ્સ, ટ્વીક્ડ બમ્પર અને ફોગલેમ્પ હાઉસિંગ જોવા મળશે. નવી સેલ્ટોસમાં રિયર સાઇડમાં ટેલ લેમ્પ્સ પર પણ કામ કરવામાં આવ્યું છે અને હવે ટેલ લેમ્પ્સ સ્ટ્રીપ સાથે જોડાયેલ છે જેનાથી આ કારના આખા બૂટમાં ફેલાયેલી નજરે પડે છે. સેલ્ટોસ એક્સ-લાઇન વેરિઅન્ટમાં એલોય વ્હીલ્સ ઉપલબ્ધ છે. જો કે હવે આમાં પણ નવી ડિઝાઈન જોવા મળશે. આ અપડેટ સાથે, નવા સેલ્ટોસનો દેખાવ વધુ સારો થશે.
2023 Kia Seltos: એન્જિન સ્પેસિફિકેશન
વર્તમાન જનરેશન વાળી સેલ્ટોસમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 113bhp પાવર જનરેટ કરે છે. આ સિવાય તેમાં 1.5 લિટર ડીઝલ એન્જિન પણ ઉપલબ્ધ છે. આ એન્જિન 113bhp પાવર જનરેટ કરે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અપડેટેડ Kia સેલ્ટોસમાં પણ આ જ એન્જિન મળશે. આગામી સેલ્ટોસ ફેસલિફ્ટમાં Hyundai Alcazar અને Kia Carensની જેમ 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ મળી શકે છે. આ એન્જિન 158bhp પાવર જનરેટ કરે છે. Kia એ તેના મોટાભાગના મેન્યુઅલ ગિયરબોક્સ વેરિઅન્ટ્સને બંધ કરી દીધા છે. આશા છે કે અપડેટેડ મોડલમાં પણ આનું ધ્યાન રાખવામાં આવશે. નવું 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન DCT વિકલ્પ સાથે મળી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો