Money9: ગોલ્ડનો ભાવ 50 હજાર રૂપિયાની નીચે આવી ગયો છે. તો શું સોનું ખરીદી લેવું જોઇએ કે કિંમતો વધારે તૂટશે? આ સવાલોના જવાબ ભાવ ઘટવાના કારણમાં છુપાયેલા છે. અમેરિકામાં વ્યાજ દરો વધવાના કારણે અમેરિકી ડૉલર સતત મજબૂત થઇ રહ્યો છે. મંદી અને મોંઘવારીની વચ્ચે જે રોકાણ ગોલ્ડમાં થવું જોઇતું હતું તે રોકાણ ડોલરમાં થઇ રહ્યું છે. ડોલર મજબૂત થઇ રહ્યો છે. અને સોનું તે મજબૂતીની સામે નબળુ પડી રહ્યું છે.
આ જ કારણ છે કે દુનિયાભરમાં ગોલ્ડના મોટાભાગના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ પોતાના ભંડારમાંથી સોનું વેચવા લાગ્યા છે. જુલાઇના અંત સુધીમાં આખી દુનિયામાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સની પાસે કુલ 3,708 ટન સોનું હતું. જે 26 ઓગસ્ટ સુધી ઘટીને 3,663 ટન રહી ગયું છે.
ડોલરમાં મજબૂતી
USમાં વ્યાજ દરો વધવાથી ડોલરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ડોલર ઇન્ડેક્સ 110ની નજીક પહોંચી ગયો છે. જે 20 વર્ષમાં સૌથી ઉપલું સ્તર છે. આ મજબૂત ડૉલર, ગોલ્ડના ભાવને તોડી રહ્યો છે. ગુરુવારે સ્થાનિક અને વિદેશી બજારમાં સોનાના ભાવ 6 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા. વિદેશી બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,700 ડોલરની નીચે આવી ગયો. તો સ્થાનિક બજાર MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ 50 હજાર રૂપિયાની નીચે આવી ગયું.
અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી મોંઘવારી કાબૂમાં નહીં આવે ત્યાં સુધી વ્યાજ દરો વધવાનો સિલસિલો અટકશે નહીં. અને વ્યાજ દરો વધ્યા તો ડૉલરને પણ મજબૂતી મળી શકે છે. પરંતુ અમેરિકામાં લોન મોંઘી થવાની સાથે દુનિયાની અન્ય કેન્દ્રીય બેંકો પણ વ્યાજ દર વધારવા લાગી છે. એટલે કે જે દેશોમાં લોન મોંઘી થશે તે દેશોની કરન્સીમાં પણ મજબૂતી જોવા મળશે.
ગોલ્ડમાં ફરી આવશે તેજી
હવે તો યૂરોપિયન સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દરો વધારવાની તૈયારીમાં છે. જો આમ થયું તો ડૉલરની સામે યૂરો મજબૂત થશે. અને સાથે જ ડોલરના બદલે ગોલ્ડમાં રોકાણ વધી શકે છે. જે કિંમતોને સપોર્ટ કરશે.
જાણકારોનું કહેવું છે કે આ મહિને યૂરોપિયન સેન્ટ્રલ બેંક વ્યાજ દરો વધારી શકે છે. ત્યારબાદ ગોલ્ડના ભાવમાં ફરી તેજી આવી શકે છે. કેડિયા એડવાયઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે ECB તરફથી વ્યાજ દરો વધારવામાં આવશે તો ગોલ્ડમાં રિકવરી આવશે. આવી સ્થિતિમાં ડિસેમ્બર સુધી ગોલ્ડનો ભાવ ફરી 52,500 રૂપિયાની સપાટીને અડી શકે છે. એટલે કે હાલના ભાવથી અંદાજે અઢી હજાર રૂપિયા ઉપર.
મની9નું માનવું છે કે ગોલ્ડના હાલના ભાવ પર જો તમારે તેમાં રોકાણ કરવું હોય તો રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો