MONEY9: શેરબજારમાં ગુરુવારે ઉથલપાથલ જોવા મળી. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં ગુરુવારે 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. 30-share BSE Sensex 1.40 ટકા ઘટીને 61 હજાર 800ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 1.32 ટકા તૂટીને 18 હજાર 420ની નીચે બંધ રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, યુએસ ફેડે વ્યાજ દર 4.25 ટકાથી વધારીને 4.50 ટકા કરતા સ્થાનિક બજારમાં ખળભળાટ જોવા મળ્યો હતો. યુએસ ફેડે આગામી સમયમાં હજુ પણ વ્યાજ દરમાં વધારો થવાનો સંકેત આપતા એશિયાના બજારોમાં કડાકો જોવા મળ્યો હતો.
ગુરુવારે IRCTCના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ શેર BSE પર 6 ટકાથી વધુના ઘટાડા સાથે 689ના ભાવે બંધ રહ્યો હતો. સરકારે આ કંપનીમાં પોતાનો 5 ટકા સુધીનો હિસ્સો oFS મારફતે વેચવાનું શરૂ કરતા આ કડાકો જોવા મળ્યો હતો. આ ઓફ માટે ફ્લોર પ્રાઇસ શેર દીઠ રૂ. 680 નિર્ધારિત કરવામાં આવી હતી. આ OFSમાં તમારા મારા જેવા રિટેલ રોકાણકારો પણ ભાગ લઇ શકે છે. તમે આવતીકાલે આ ઓફરમાં ભાગ લઇ શકો છે. આજે માત્ર સંસ્થાકીય રોકાણકારોને જ ઓફર ફોર સેલમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
નાણા પ્રધાન નિર્મલા સીથારામને દેશમાં આગામી સમયમાં મંદી શક્યતાને નકારતા લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આગામી સમયમાં મોંઘવારી હજુ ઘટશે અને સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં તેની રોજકોષીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા આઠ મહિનામાં મોંઘવારી સતત ઘટી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર અને તેમનું ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ સુનિશ્ચિત કર્યું છે કે મોંઘવારીને કાબૂમાં રહે.
બજાજ મોલનો અલ્ટીમેટ ફૂટબોલ ફેસ્ટ સેલ શુક્રવાર, 16 ડિસેમ્બર, 2022 ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. તમે તમારા મનપસંદ ઉત્પાદનો પર 3,000 રૂપિયા સુધીના કેશબેકનો આનંદ માણી શકો છો. કેશબેક ઓફર સિવાય, જો તમારી પાસે બજાજ ફિનસર્વ ઇન્સ્ટા EMI કાર્ડ છે, તો તમે પસંદગીના ઉત્પાદનો પર નો કોસ્ટ EMI અને ઝીરો ડાઉન પેમેન્ટ વિકલ્પ મેળવી શકો છો. તમને સંપૂર્ણ રકમ ચૂકવવા માટે 36 મહિના સુધીનો સમય મળશે.
વર્ષ પુરુ થવામાં છે અને માત્ર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ જ નહીં પરંતુ ઓટોમોબાઈલ ઉત્પાદકોએ પણ તમારી મનપસંદ કાર અને એસયુવી પર ઑફર્સ, ડિસ્કાઉન્ટ, કેશબેક આપવાનું શરૂ કર્યું છે. ફોક્સવેગને ‘ધ બિગ રશ મેગા ડિસેમ્બર ઑફર્સ’ લૉન્ચ કરી છે. ફોક્સવેગન રોકડ બોનસ, ઉંચુ એક્સચેન્જ બોનસ, એક્સક્લુઝિવ કોર્પોરેટ બોનસ અને 4 વર્ષની ફ્રી સર્વિસ આપી રહી છે. આ લાભો ફોક્સવેગન ટાઈગન SUV અને વર્ચસ સેડાન પર ઉપલબ્ધ છે. આ ઓફર સ્ટોક છે ત્યાં સુધી ઉપલબ્ધ છે.
જો તમે સેકન્ડ હેન્ડ કાર ડીલર, OLX Autos પાસે તમારી કારનું ઇન્સ્પેક્શન કરાવો તો તમને ટાઇમ્સ પ્રાઇમ લાઇટની ત્રણ મહિનાની ખાસ મેમ્બરશિપ ગેરંટેડ મળશે. આ સિવાય પણ જો તમે OLX ઓટો પાસે તમારી કારની તપાસ કરાવીને તેને OLX ઓટોના માધ્યથી વેચો તો તમને ટાઇમ્સ પ્રાઇમનું એક વર્ષનું સભ્યપદ મળશે. આ સભ્યપદમાં તમને Disney+Hot Star અને Sony LIV પ્રીમિયમ એમ બંનેનું 6 મહિનાનું સબ્સ્ક્રિપ્શન, Uber પ્રીમિયમ પર 20 ટકાની છૂટ, પિઝા હટ પર ફ્લેટ 400 રૂપિયાની છૂટ, Economic Times અને Discovery+ બંનેના 3 મહિનાના સબ્સ્ક્રિપ્શન મળશે.
ટાટા હસ્તકની એર ઈન્ડિયાએ મુંબઈથી સાન ફ્રાન્સિસ્કોની સીધી ફ્લાઈટની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ વખત આ રૂટ પર ચાલશે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે એરલાઈન તેના વિમાનોના કાફલાનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે. તેઓએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટમાં તેનો બજાર હિસ્સો 30% સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુરુવારે, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ રૂટ પર એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું. સિંધિયાએ કહ્યું કે દેશનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર પરિવર્તન અને તેજીના શિખર પર સવાર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો