Money9 Gujarati:
ખાતર, રાંધણ ગેસ અને ખાદ્ય સુરક્ષા પાછળ ખર્ચ વધવાથી ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના કુલ સબસિડી ખર્ચમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 45 લાખ કરોડ રપિયાનું બજેટ રજૂ થયું હતું અને તેમાં કેટલાક હેડ હેઠળ થયેલી બચતમાંથી સબસિડીના ઊંચા ખર્ચને પહોંચી વળવાની સરકારને આશા છે. જોકે, અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે, સબસિડીનો ખર્ચ વધવા છતાં રાજકોષીય ખાધ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે, સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે સબસિડી ખર્ચ 4.03 લાખ કરોડ રૂપિયા રહેવાનું બજેટ રાખ્યું હતું, પરંતુ LPG, મફત રાશન અને ખાતર સબસિડીના કારણે ખર્ચ વધીને 4.53 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. જોકે, આ વર્ષે વધેલો ખર્ચ ગયા નાણાકીય વર્ષમાં વધેલા 5.62 લાખ કરોડ રૂપિયાના સબસિડી બિલ કરતાં ઘણો ઓછો હશે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, ખર્ચના સુધારેલા અંદાજ (Revised Estimates)માં ખાદ્ય, ખાતર અને LPG સબસિડીમાં વધારાને કારણે કુલ સબસિડી બિલમાં 50,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે, જે અન્ય વસ્તુઓમાં થતી બચતમાંથી પૂરો કરવામાં આવશે.
આ વર્ષે ખાતર સબસિડીમાં સૌથી ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. FY24 માટે ખાતર સબસિડીનું બજેટ 1,75,100 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે અને કુલ 2,00,000 કરોડ રૂપિયાએ પહોંચી શકે છે.
ખાદ્ય અને રાંધણ ગેસ સબસિડીમાં અનુક્રમે 15,000 કરોડ રૂપિયા અને 10,000 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે. અધિકારીનું કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ખર્ચ વધુ હોવા છતાં ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં રાહત છે. અધિકારીએ કહ્યું કે ખાતર સબસિડીમાં હેરાફેરી રોકવાને કારણે આ વર્ષે વધારાના ખર્ચમાં વધુ વધારો થયો નથી.
FY23માં, સરકારે ખાતર સબસિડી માટે 1.05 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું, જે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખાતરના ભાવમાં તીવ્ર વધારો થવાથી વધીને 2.54 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. સાથે સાથે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, ઓછી આવક ધરાવતા 9.6 કરોડ પરિવારો માટે LPG સબસિડી વધીને સિલિન્ડર દીઠ 300 રૂપિયા સુધી LPG સબસિડી બિલ પહેલેથી જ વધી ગયું છે.
કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષમાં LPG સબસિડી માટે 2,257 રૂપિયા કરોડની જોગવાઈ કરી હતી. ફૂડ સબસિડી, જે નાણાકીય વર્ષ 2013માં 2.87 લાખ કરોડ રૂપિયાએ પહોંચી હતી, તે ચાલુ નાણાકીય વર્ષમાં 1.97 લાખ કરોડ રૂપિયા છે. જો કે, ઉચ્ચ પ્રાપ્તિ ખર્ચ અને મફત રાશન યોજનાના વિસ્તરણથી આ નાણાકીય વર્ષમાં કુલ બિલ 15,000 કરોડ રૂપિયા થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો