HDFCએ હોમલોનના વ્યાજદરમાં 8.65%નો વધારો કર્યો જો તમે HDFC પાસેથી લોન લીધી હોય તો તમારા માટે આ ખાસ ખબર છે. તમે તમારી હોમ લોન પર જે EMI ચૂકવો છો તેની સંખ્યા વધશે. HDFCએ ફરીથી ધિરાણ દરમાં વધારો કર્યો છે. HDFC એ તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 35 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. તેણે તેનો 1 વર્ષનો બેન્ચમાર્ક રેટ વધારીને 8.65 ટકા કર્યો છે. રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ એ મૂળભૂત દર છે જેનો ઉપયોગ HDFC વ્યાજના દર નક્કી કરવા માટે કરે છે.
SBI અને ICICIની હોમલોન પર સ્પેશિયલ ઓફર વ્યાજ દરોની આગળ વાત કરીએ તો, ઘણી બેંકોએ હોમ લોન પર ફેસ્ટિવલ ઓફર શરૂ કરી છે. માર્કેટ લીડર્સ, SBI અને ICICI બેંક, 750-પ્લસનો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો માટે 8.75 ટકાના દરે હોમ લોન આપે છે. આ દર તેમની ચાલુ ફેસ્ટિવલ ઓફરનો એક ભાગ છે. SBIની ઑફર 31 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે. 800 પ્લસનો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો માટે SBIનો સામાન્ય દર 8.90 ટકા છે. ICICI બેંકની સ્પેશિયલ ઓફર 31 ડિસેમ્બરે સમાપ્ત થશે. તેનો સામાન્ય દર 8.95 ટકા છે. આ બે બેંકોની તુલનામાં, HDFCનો 8.65%નો વ્યાજ દર ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછો છે.
… તો સ્મોલ કાર વધુ મોંઘી થશે સ્મોલ કાર વધુ મોંઘી થાય તેવી ધારણા છે. સરકાર દેશમાં તમામ પ્રકારની કાર પર એકસમાન ટેક્સ લાદવાની વિચારણા કરી રહી છે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આરસી ભાર્ગવે ચેતવણી આપી છે કે જો સરકાર એકસમાન ટેક્સ લગાવશે તો સ્મોલ કાર વધુ મોંઘી થશે. પહેલેથી જ દેશમાં સ્મોલ કાર પર ટેક્સનો બોજ સૌથી વધુ છે. માટે જ લોકો હવે સ્મોલ કારમાં પહેલાની જેમ સ્મોલ કારમાં રસ લેતા નથી. તેમણે વધુમાં કહ્યું કે સરકારે SUV પર 50% ટેક્સ લગાવ્યો છે. આ ઓટો ઉદ્યોગના વિકાસ માટે હાનિકારક છે. તેમણે સ્મોલ કાર પરનો વર્તમાન GST 28% થી ઘટાડવાની હાકલ કરી છે.
મોતીલાલ ઓસવાલે ઇન્ટરનેશનલ ફંડમાં સબસ્ક્રિપ્શન ફરી શરુ કર્યું મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે સારા સમાચાર છે. મોતીલાલ ઓસ્વાલે કહ્યું છે કે તે 1 જાન્યુઆરી, 2023 થી નાગરિકોને તેના પાંચ આંતરરાષ્ટ્રીય ફંડ્સમાં ફરીથી રોકાણ કરવાની મંજૂરી આપશે. બ્રોકરેજ ફર્મે છેલ્લા કેટલાક સમયથી તેના કેટલાક આંતરરાષ્ટ્રીય ભંડોળમાં SIP સ્વીકારવાનું બંધ કરી દીધું હતું કારણ કે ભારતનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ 7 અબજની એકંદર રોકાણ મર્યાદા સુધી પહોંચી ગયો હતો. સેબીની માર્ગદર્શિકા મુજબ, મોતીલાલ ઓસવાલ ફરીથી આ સ્કીમ્સમાં સબસ્ક્રિપ્શન સ્વીકારવાનું શરૂ કરી શકે છે. હવે અમે તમને જણાવીશું કે તે કઈ સ્કીમ્સ છે. આ સ્કીમ્સ છે મોતીલાલ ઓસ્વાલ S&P 500 ઇન્ડેક્સ ફંડ, મોતીલાલ ઓસ્વાલ NASDAQ 100 ETF, મોતીલાલ ઓસ્વાલ NASDAQ 100 ફંડ ઓફ ફંડ, મોતીલાલ ઓસ્વાલ MSCI EAFE ટોપ 100 સિલેક્ટ ઇન્ડેક્સ ફંડ અને મોતીલાલ ઓસ્વાલ NASDAQ Q 50ETF.
લોન્ચિંગ પહેલાં રેડમી નોટ 12 પ્રો પ્લસની પ્રાઇસ લીક થઇ Redmi Note 12 Pro Plusની કિંમત 5 જાન્યુઆરી, 2023ના રોજ લોન્ચ થતા પહેલા જ લીક થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Redmiની આગામી સીરિઝના સ્માર્ટફોનની કિંમત 24,999 રૂપિયાથી શરૂ થશે. આ ચાઇનીઝ કંપની શાઓમી Redmi Note 12 સીરીઝ હેઠળ 3 સ્માર્ટ ફોન લોન્ચ કરશે. જે Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ છે. Redmi Note 12 સીરીઝનું બેઝ વેરીએન્ટ 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરજ સાથે આવશે. ત્રણેય ડિવાઇસ 6.67-ઇંચ એમોલેડ ડિસ્પ્લે સાથે આવશે.
પ્રથમ દિવસે એલિન ઇલેક્ટ્રોનિક્સનો IPO 28% સબ્સ્ક્રાઇબ થયો ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસિઝ ફર્મ એલિન ઇલેક્ટ્રોનિક્સનો આઇપીઓ પહેલા દિવસે સાંજે 4 વાગ્યા સુધી 17 ટકા સબ્સ્ક્રાઇબ થયો છે. રિટેલ ક્વોટા 28 ટકા સબ્સ્ક્રાઇબ થયો હતો. ક્યૂઆઇબી અને બિન સંસ્થાગત રોકાણકારોએ આ આઇપીઓથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારે તેનું જીએમપી 43 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. રેડિએન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિઝે મંગળવારે કહ્યું કે તેણે 388 કરોડ રૂપિયાના આઇપીઓ માટે 94 થી 99 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખી છે. પ્રારંભિક શેર વેચાણ પ્રક્રિયા 23 ડિસેમ્બરથી શરૂ થશે. રિટેલ ઇન્વેસ્ટર્સ એક લોટમાં લઘુતતમ 150 શેર માટે બોલી લગાવી શકે છે.
સેબી ફરિયાદ નિવારણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે મૂડી બજાર નિયામક સેબી રોકાણકારોની ફરિયાદ નિવારણ પ્રક્રિયાને ઝડપી બનાવવાનો વિચાર કરી રહ્યું છે. સેબી આ પ્રક્રિયાને વધારે સરળ અને પ્રભાવી બનાવવા માંગે છે. સેબીનું લક્ષ્ય ફરિયાદોને સંપૂર્ણપણે ઓનલાઇન બનાવવાનું છે. સેબીનો ઇરાદો એવી વ્યવસ્થા લાવવાનો છે કે જો કોઇ રિટેલ રોકાણકાર કોઇ મુદ્દો ઉઠાવવા માંગે તો તો પોતાના બ્રોકરના જવાબથી સંતુષ્ટ ન થાય તો સ્ટોક એક્સચેન્જનો સંપર્ક કરી શકે છે. એક મધ્યસ્થીની નિમણૂક કરવામાં આવશે જે સંબંધિત મામલે નોટિફિકેશન જાહેર કરશે. મધ્યસ્થ દ્વારા નોટિફિકેશન જાહેર થયા બાદ 3 સપ્તાહમાં સમસ્યાનું સમાધાન કરવાનું રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો