MONEY9: શેર બજારમાં સ્મોલકેપ ઇન્ડેક્સ 17 જૂનના નીચલા સ્તરેથી 21 ટકાથી વધુ રિકવર થઇ ચૂક્યો છે. પરંતુ એવા ઘણાં સ્ટોક છે જેણે આ ઇન્ડેક્સને અંડરપર્ફોર્મ કર્યું છે એટલે કે ઓછું રિટર્ન આપ્યું છે. આવો જ એક સ્ટોક છે મનાલી પેટ્રોકેમિકલ્સ. જે તેના જૂનના નીચલા સ્તરેથી હજુ ફક્ત 7 ટકા જ ચાલ્યો છે. મનાલી પેટ્રોકેમિકલ્સનો શેર 94 રૂપિયાની આસપાસ છે અને કંપનીનું માર્કેટ કેપ 1625 કરોડ રૂપિયાની નજીક છે.
આ કંપની ધંધો કયો કરે છે?
તો ચેન્નઇની અશ્વિન મુથૈયા ગ્રુપની આ કંપની, 1986થી પેટકેમ અને કેમિકલ કારોબારમાં છે, એટલે આને ઘણો લાંબો અનુભવ છે. કંપની પ્રોપિલીન ઓક્સાઇડ, પ્રોપિલીન ગ્લાયકોલ, પોલિયોલ્સ, સિસ્ટમ પોલિયોલ્સ જેવી પ્રોડક્ટ બનાવે છે.
અંદાજે 36000 mtpa એટલે કે મિલિયન ટન્સ પર એનમની ક્ષમતાની સાથે પ્રોપિલીન ઓક્સાઇડ એટલે કે PO ના ઉત્પાદનવાળી આ દેશની પહેલી અને સૌથી મોટી કંપની છે. PO કંપનીનું મુખ્ય ઉત્પાદન છે. જેનો ઉપયોગ બીજા ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગ માટે ફીડસ્ટોક તરીકે થાય છે.
એટલું જ નહીં, આ પ્રોપિલીન ગ્લાયકોલ એટલે કે PGના ઉત્પાદનવાળી એકમાત્ર સ્થાનિક કંપની છે. આ મોનો પ્રોપિલીન ગ્લાયકોલ, ડાય પ્રોપિલીન ગ્લાયકોલ અને ટ્રાય પ્રોપિલીન ગ્લાયકોલ જેવા ઘણાં પ્રકારના PG બનાવે છે. જેનો ફાર્મા, ફૂડ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે.
આ ઉપરાંત કંપનીની પાસે 5000 mtpaની ગ્લાયકોલ એથર્સની ક્ષમતા છે જેનો ઉપયોગ પેઇન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, પ્રિન્ટિંગ ઇંક અને ક્લીનર્સમાં થાય છે. સાથે જ 45000 mtpa ક્ષમતાવાળા પોલિયોલ્સનો ઉપયોગ ફર્નિચર, ઓટો સીટિંગ, વોટરપ્રૂફિંગ અને ફુટવેર ઇન્ડસ્ટ્રીમાં થાય છે. કંપનીનું એક રીતે PG કારોબારમાં એકાધિકાર જેવું છે.
કંપનીની આવકનો અંદાજે એક તૃતીયાંશ હિસ્સો PG એટલે કે પ્રોપિલીન ગ્લાયકોલમાંથી આવે છે. આ જ રીતે આવકનો લગભગ અડધો હિસ્સો પોલિયોલ્સના વેચાણ અને બાકી બચેલો હિસ્સો અન્ય ઉત્પાદનોમાંથી આવે છે.
કંપનીના ગ્રાહક કોણ છે?
કંપનીના મોટા ગ્રાહકોમાં ઇન્ડિયા ગ્લાયકોલ્સ, ન્યૂલેન્ડ લેબ્સ, HUL, ગ્લેનમાર્ક, UPL, એશિયન પેઇન્ટ્સ, એક્ઝોનોબેલ, શીલાફોમ, વેરોક એન્જિનીયરિંગ, સેલો, રિલેક્સો અને ડ્યૂરોફ્લેક્સ જેવી જાણીતી કંપનીઓ સામેલ છે.
હવે એ જાણી લઇએ કે કંપનીના પક્ષમાં સારી વાતો શું છે. દેશની PG પર ઇમ્પોર્ટ નિર્ભરતા ઘટાડવા માટે કંપની 150 કરોડ રૂપિયાની મોટી ક્ષમતા વિસ્તાર યોજના પર કામ કરી રહી છે. ક્ષમતા વિસ્તારનું કામ કંપનીના હાલના પ્લાન્ટમાં જ ચાલુ છે. જેનાથી બ્રેકઇવનમાં મદદ મળશે. ક્ષમતા વિસ્તાર ખર્ચ કંપનીની પોતાની કમાણીથી થવાની આશા છે. આનાથી કંપની લગભગ લોનમુક્ત થઇ જશે. માર્ચ 2022 સુધી કંપનીની પાસે 617 કરોડ રૂપિયાની કેશ અને લિક્વિડ રોકાણ છે. અંદાજે 1600 કરોડ રૂપિયાની માર્કેટ કેપ અને FY23ના અંદાજે 1800 કરોડ રૂપિયાના અંદાજીત વેચાણના હિસાબે તે ઓછામાં ઓછું માર્કેટ કેપ ટૂ સેલ્સ મલ્ટિપલ પર ઉપલબ્ધ છે. આવતા બે વર્ષમાં સેલ્સ વધીને 2800 કરોડને પાર થવાનું અનુમાન છે. ટેકનિકલ જાણકારની મદદથી તે ગ્લોબલ કંપનીઓની સરખામણીમાં વ્યાજબી ભાવે પ્રોડક્ટ્સ બનાવે છે.
ખંડેલવાલ ફાઇનાન્સના સીનિયર મેનેજર સંતોષ સિંહ કહે છે કે ટેકનિકલ રીતે શેર માટે 85 રૂપિયા પર સારો સપોર્ટ છે. આ સ્તરે અંદાજે લાંબાગાળાના દ્રષ્ટિકોણથી 125 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરી શકે છે.
આ શેર માટે મહત્વના ટ્રિગર્સ શું છે?
તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાથી FY23ના થર્ડ ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારાની આશા છે. ક્ષમતા વિસ્તાર પર કામ ચાલુ છે જેનો FY24માં પૂરો ફાયદો મળશે.
ફુટવેર, ફાર્મા, ફૂડ જેવી ગ્રાહક ઇન્ડસ્ટ્રીઝથી માંગ મજબૂત થશે, FY23ના બીજા છમાસિકમાં માંગ વધારે મજબૂત થવાની આશા છે.
હવે અસલ અને સૌથી મોટો સવાલ કે શું આ શેરમાં રોકાણ કરવું જોઇએ? તો છેલ્લા 6 મહિનામાં 26% અને એક વર્ષમાં અંદાજે 24%ના ઘટાડા બાદ શેરનો રિસ્ક-રિવોર્ડ ઘણો આકર્ષક છે. એટલે ગ્રોથ અને પરિણામમાં સુધારાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરેક ઘટાડે ખરીદી કરવામાં જ સમજદારી હશે. પરંતુ રોકાણ કરતા પહેલા કોઇ નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો