અમદાવાદઃ
માર્ચ 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ.19,299 કરોડ થયો છે. કંપનીની કોન્સોલિડેટેડ આવક 2 ટકા વધીને રૂ.2.16 લાખ કરોડ થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી માર્કેટ વેલ્યુ ધરાવતી કંપની છે. તેની અધર ઈનકમ 19 ટકા વધીને રૂ.2,918 કરોડ થઈ છે જ્યારે કોન્સોલિડેટેડ EBITDA 22 ટકા વધીને રૂ.41,389 કરોડ થઈ છે.
નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો, સમગ્ર વર્ષમાં રિલાયન્સની ગ્રોસ રેવેન્યુ 23 ટકા વધીને રૂ.9.76 લાખ કરોડ થઈ છે. ડિજિટલ સર્વિસિસ બિઝનેસ 29 ટકા વધ્યો છે જ્યારે રિટેલ બિઝનેસ વાર્ષિક ધોરણે 30.4 ટકા વધ્યો છે.
જિયોનું પર્ફોર્મન્સઃ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ટેલિકોમ યુનિટ, રિલાયન્સ જિયોએ શુક્રવારે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. માર્ચ 2023 ક્વાર્ટરમાં, રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂ. 4,716 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 4,173 કરોડ હતો. કંપનીએ ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં રૂ. 4,638 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં, Jioની આવક વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 23,394 કરોડ રૂપિયા થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 20,901 કરોડ હતી. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં Jioની આવક 22,998 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં, Jioની EBITDA (કુલ આવક) ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે 1.7 ટકા વધીને રૂ. 12,210 કરોડ થઈ છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં કંપનીનો EBITDA રૂ. 12009 કરોડ હતો. વાર્ષિક ધોરણે માર્ચ ક્વાર્ટરમાં Jioનો EBITDA 15.7 ટકા વધ્યો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં EBITDA રૂ. 10.554 કરોડ હતો, જે આ વખતે વધીને રૂ. 12,210 કરોડ થયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો