ઓઈલ-ગેસ, મોબાઈલ ડેટા અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનું વેચાણ કરતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કદાચ ટૂંક સમયમાં ગાડીઓ પણ વેચતી જોવા મળે તેવી શક્યતા છે. મુકેશ અંબાણીએ હવે કાર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વાત એમ છે કે, ચાઈનીઝ ઓટોમોબાઈલ કંપની SAIC ભારતમાં તેના કાર બિઝનેસનો હિસ્સો વેચવા માંગે છે. આ કંપની ભારતમાં MG મોટરમાં મેજોરિટી હિસ્સો ધરાવે છે અને તે આ હિસ્સો વેચવા માંગે છે. તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હીરો ગ્રૂપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને JSW ગ્રૂપ સાથે વાટાઘાટ પણ શરૂ કરી છે. શક્યતા છે કે, ચાલુ વર્ષના અંત સુધીમાં સોદો થઈ જશે. MG મોટર ગુજરાતમાં હાલોલ ખાતે પ્લાન્ટ ધરાવે છે અને વધુ એક પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.5,000 કરોડનું રોકાણ કરવા માંગે છે. આ રોકાણ માટે તે હિસ્સો વેચીને એક સ્ટ્રેટેજિક પાર્ટનરને સામેલ કરવા માંગે છે.
Published - May 11, 2023, 07:16 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો