પેટીએમનો શેર 700ની સપાટીને ક્રોસ થયો છે. પેટીએમની ખોટ માર્ચ ક્વાર્ટરમાં ચાર ગણી ઘટવાથી રોકાણકારોમાં પેટીએમના શેર્સની ડિમાન્ડ વધી છે. 8મી મેના રોજ, સપ્તાહના પ્રથમ દિવસે પેટીએમનો શેર 5 ટકા વધીને રૂ.724એ બંધ રહ્યો હતો. ઘણા બ્રોકરેસ હાઉસે પેટીએમના શેર માટે બુલિશ વ્યૂ વ્યક્ત કર્યો છે અને ઊંચા ટાર્ગેટ ભાવ નક્કી કર્યા છે. મોતીલાલ ઓસવાલે 900 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપીને બાય રેટિંગ જાળવી રાખ્યું છે. સિટીએ બાય રેટિંગ આપ્યું છે અને 1,144 રૂપિયાનો ભાવ આપ્યો છે. જેપી મોર્ગને 950 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં સારું પર્ફોર્મન્સ નોંધાવ્યું છે. તેનો બિઝનેસ વધી રહ્યો છે અને કંપનીને વિશાળ ગ્રાહકવર્ગનો ફાયદો મળી રહ્યો છે. મેક્વાયરે 800 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
Published - May 8, 2023, 07:28 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો