Money9 Gujarati:
Paytm Q2FY24 Results: Paytmએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મજબૂત નાણાકીય પરિણામ હાંસલ કર્યાં છે. Paytm ભારતની અગ્રણી પેમેન્ટ્સ કંપની છે અને તેની માલિકી One97 Communications પાસે છે. કંપનીએ જુલાઈથી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 32 ટકાની વૃદ્ધિ સાથે 2,519 કરોડ રૂપિયાની કોન્સોલિડેટેડ આવક નોંધાવી છે, જે ગયા વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1,914 કરોડ રૂપિયા હતી. પેમેન્ટ પ્રોસેસિંગ માર્જિનમાં સુધારો થવાથી અને લોન ડિસ્બર્સમેન્ટમાં વધારો થવાથી કંપનીની આવકમાં ઉછાળો આવ્યો છે. કંપનીની ખોટ પણ ઘટીને 292 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 571 કરોડ રૂપિયા હતી. કંપનીનો એકંદર ડાયરેક્ટ ખર્ચ 1,093 કરોડ રૂપિયા રહ્યો છે.
નોઈડા સ્થિત Paytmએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, “Q2 FY24માં અમે આવકમાં વાર્ષિક ધોરણે 32 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. અમુક આવક Q3 FY2024માં નાખવી પડી છે, છતાં અમારું પર્ફોર્મન્સ મજબૂત રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં તહેવારોની સીઝનમાં જે ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે તેનાથી થતી આવક Q3માં નોંધાશે, પરંતુ ગયા નાણાકીય વર્ષમાં મોટા ભાગની આવક Q2માં પડી હતી.” Paytmનો શેર 20 ઓક્ટોબરે પરિણામના દિવસે 1.20 ટકા વધીને 980.05એ બંધ રહ્યો હતો. કંપનીનો શેર છેલ્લાં 1 મહિનામાં 17 ટકા જ્યારે 6 મહિનામાં 50 ટકા વધ્યો છે.
We just announced our results. Thank you for your continued support🙏🏼 https://t.co/aF1QPFbUwn
— Vijay Shekhar Sharma (@vijayshekhar) October 20, 2023
ત્રિમાસિક ધોરણે પરિણામની સરખામણી કરીએ તો, Paytmની આવકમાં માત્ર 7 ટકા વૃદ્ધિ કરી છે, કારણ કે, Q1 FY24 (એપ્રિલ-જૂન 2023)માં કંપનીએ 2,341 કરોડ રૂપિયાની આવક કરી હતી. આ ક્વાર્ટરમાં કંપનીની ખોટ 358 કરોડ રૂપિયા હતી. સપ્ટેમ્બર-2023 ક્વાર્ટરમાં કંપનીનો ESOP ખર્ચ 385 કરોડ રહ્યો હતો અને કંપનીનો કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 14 ટકા વધીને 2,936 કરોડ રૂપિયા થયો હતો.
પેમેન્ટ્સ બિઝનેસમાંથી કંપનીને થતી આક 28 ટકા વધીને 1,524 કરોડ રૂપિયા થઈ છે જ્યારે નેટ પેમેન્ટ માર્જિન લગભગ 60 ટકા વધીને 707 કરોડ રૂપિયા થયા છે. નેટ પેમેન્ટ માર્જિન વધી રહ્યાં હોવાથી કહી શકાય કે, નાણાકીય મોરચે કંપનીની પરિસ્થિતિ અપેક્ષા કરતાં વધારે સારી રીતે સુધરી રહી છે. કંપનીને મર્ચન્ટ સબ્સક્રિપ્શનથી થતી આવક વધી રહી છે તેમજ લોન ડિસ્બર્સલમાં પણ વધારો નોંધાયો છે.
કંપનીએ લોન આપવા માટે માર્કેટપ્લેસ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જેના દ્વારા તે ઝડપભેર લોન આપી રહી છે. આ બિઝનેસના જોરે તેની ફાયનાન્સિયલ સર્વિસિસની આવક વધીને 571 કરોડ રૂપિયા થઈ છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 16,211 કરોડ રૂપિયાની લોન આપી છે, જે 122 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ લોનમાંથી મર્ચન્ટ લોનનો હિસ્સો 3,275 કરોડ રૂપિયા જ્યારે પર્સનલ લોનનો હિસ્સો 3,927 કરોડ રૂપિયા છે. પોસ્ટપેઈડ લોનનો હિસ્સો 9,010 કરોડ રૂપિયા છે. Paytm ચાર અલગ-અલગ પ્રકારના ક્રેડિટ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં Postpaid, personal loan, merchant loan અને co-branded credit cardsનો સમાવેશ થાય છે. કંપનીનું કેશ બેલેન્સ વધીને 8,754 કરોડ રૂપિયા થયું છે, જે જૂન-2023 ક્વાર્ટરમાં 8,367 કરોડ રૂપિયા હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો