8 ડિસેમ્બરે RBIની મોનેટરી પૉલિસીની બેઠકનો છેલ્લો દિવસ છે. RBI આવતીકાલે વ્યાજના દર, મોંઘવારી અને જીડીપી અંગે ટિપ્પણી કરશે. બધાને આશા છે કે, રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરે, પરંતુ આવી કોઈ શક્યતા નથી. રાહતની વાત તો એ છે કે, વ્યાજ દરમાં કોઈ વધારો નહીં થાય અને રેપો રેટ 6.5 ટકા યથાવત્ રહેશે.
ફુગાવો હળવો થયો છે અને જીડીપીનો ગ્રોથ પણ બે ક્વાર્ટરથી સાડા ટકાની ઉપર રહ્યો છે, છતાં ખાદ્ય મોંઘવારી તેમજ આયાતી મોંઘવારીને કારણે RBI કેવી જાહેરાત કરે છે તેના પર સૌની નજર છે.
રૂપિયો પણ ગબડીને ઓલ-ટાઈમ લો લેવલે પહોંચી ગયો છે. એટલે RBI રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે શું કરે છે તેના પર સૌની નજર રહેશે.
રિઝર્વ બેન્ક જીડીપી ગ્રોથ માટે કેવો ટાર્ગેટ આપે છે તે જાણવું મહત્ત્વનું બની રહેશે, કારણ કે પ્રથમ છ મહિનામાં ભારતનો ગ્રોથ સારો રહ્યો છે પરંતુ આગામી છ મહિના પડકારજનક છે.
1 ફેબ્રુઆરી, 2024એ બજેટ જાહેર થશે. પરંતુ આ બજેટમાં કોઈ મોટી જાહેરાત નહીં થાય… કારણ કે તે વોટ ઓન એકાઉન્ટ હશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું થે કે, 1 ફેબ્રુઆરી, 2024ના રોજ જે બજેટની જાહેરાત થશે તે માત્ર વોટ ઓન એકાઉન્ટ હશે કારણ કે અમે ચૂંટણીની તૈયારી કરી રહ્યા છીએ.
સીતારમણે કહ્યું, ચૂંટણી વખતે વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી જાહેરાત થતી નથી. તેથી, તમારે નવી સરકાર આવે ત્યાં સુધી રાહ જોવી પડશે અને જુલાઈ 2024માં આગામી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
નાણામંત્રીએ જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરી રહ્યું છે. બીજા ક્વાર્ટરમાં ભારતે કરેલો 7.6 ટકા ગ્રોથ રેટ દુનિયામાં સૌથી વધારે છે. ડાયરેક્ટ ટેક્સની આવક 21.82 ટકા વધી છે જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં માસિક જીએસટી કલેક્શનની સરેરાશ 1.6 લાખ કરોડ થઈ છે. એટલું જ નહીં, ચીજવસ્તુઓની નિકાસ 6.21 ટકા વધી છે.
Tata Power
ટાટા ગ્રૂપની કંપની ટાટા પાવરના શેરમાં વીજળીક વધારો જોવા મળ્યો છે. 7 ડિસેમ્બરે ટાટા પાવરે શેર 12 ટકા સુધી વધી ગયો હતો, જેના કારણે તેની માર્કેટ કેપ 1.04 લાખ કરોડ રૂપિયા થઈ છે. – 1 લાખ કરોડ રૂપિયાથી વધારે માર્કેટ કેપિટલાઈઝેશન હાંસલ કરનારી આ કંપની ટાટા ગ્રૂપની છઠ્ઠી કંપની છે. – ટાટા ગ્રૂપની TCS, Titan, Tata Motors, Tata Steel અને Trentની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાને પાર થઈ છે અને ટાટા પાવર પણ આ યાદીમાં સામેલ થઈ છે. – બીએસઈ ખાતે ટાટા પાવરનો શેર 12.88 ટકા ઉછાળા સાથે 332 રૂપિયાની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં ટાટા પાવરના શેરમાં 51.7 ટકા રિટર્ન છૂટ્યું છે.
– યુક્રેન પર હુમલા બાદ રશિયન પ્રેસિડન્ટ પુતિને પહેલીવાર રશિયા બહાર ઉડાન ભરી છે. સુખોઈ વિમાનમાં બેસીને પુતિન ખાડીના દેશોની મુલાકાતે પહોંચી ગયા છે. – રશિયા અને સાઉદી અરેબિયા ઓઈલના ભાવ ઊંચા રાખવા માંગે છે. રશિયાને યુદ્ધ લડવા અને અર્થતંત્રને ચલાવવા માટે ઓઈલના ઊંચા ભાવની જરૂર છે. તો સાઉદી અરેબિયા પણ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા અને ઓઈલ માર્કેટમાં દબદબો જાળવી રાખવા માંગે છે. – આથી, બંને દેશના વડા ભેગા થઈને અન્ય દેશોને ઉત્પાદનમાં કાપ મૂકવા માટે સહમતી સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પુતિનની મુલાકાત પર આખી દુનિયાની નજર છે અને કંઈક નવાજૂની થવાની શક્યતા છે. – અત્યારે ઓઈલના ભાવ ગબડીને 70 ડૉલરની નીચે પહોંચી ગયા છે, જે ઈઝરાયેલ હમાસ યુદ્ધ બાદ 95 ડૉલરને આંબી ગયા હતા.
– આપણે 85 ટકાથી પણ વધારે ઓઈલની આયાત કરીએ છીએ, એટલે ઓઈલના ભાવ વધશે તો આપણા પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાની શક્યતા ઘટી જશે. જોઈએ પુતિન હવે શું કરે છે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો