MCXને SEBI તરફથી steel rebars futures કોન્ટ્રાક્ટ શરૂ કરવા માટે મંજૂરી મળી છે. MCX ટૂંક સમયમાં મલ્ટિપલ ડિલિવરી સેન્ટર પરથી આ કોન્ટ્રાક્ટ શરૂ કરવા માંગે છે.
ભારતનાં સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જ MCXને સ્ટીલ રિબાર ફ્યુચર્સ (Steel Rebar Futures) લૉન્ચ કરવાની મંજૂરી મળી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) ને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરવા માટે મંજૂરી આપી છે. આ કોન્ટ્રાક્ટ્સમાં એક ટનના ક્વોટેશન મૂલ્ય સાથે 5 ટનનું ટ્રેડિંગ યુનિટ હશે અને 200 મે.ટનની મહત્તમ ઓર્ડર સાઈઝ હશે. ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ મૂવમેન્ટ) મે.ટન દીઠ 10 રૂપિયાની હશે.
સ્ટીલ રિબાર વાયદા કોન્ટ્રાક્ટ માટે ભાવનું ક્વોટ છત્તીસગઢના રાયપુર જિલ્લામાં એક્સ-વેરહાઉસ હશે, જેમાં વધારાના ડિલિવરી કેન્દ્રોમાં મહારાષ્ટ્ર રાજ્યના થાણે, હરિયાણામાં પલવલ, તમિલનાડુમાં ચેન્નાઈ અને પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુરનો સમાવેશ થાય છે. સ્ટીલ રિબાર વાયદા કોન્ટ્રાક્ટ માટે પ્રારંભિક માર્જિન લઘુતમ 8% અથવા સ્પાન પર આધારિતમાંથી જે વધારે હોય તે રહેશે. એક્સ્ટ્રીમ લોસ માર્જિન લઘુતમ 1%નું રહેશે. ડિલિવરી લોજિક ફરજિયાત ડિલિવરી હશે.
MCXએ જણાવ્યું છે કે, સ્ટીલ રિબારના કોન્ટ્રેક્ટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય બજારના સહભાગીઓને ભાવ જોખમનું સંચાલન કરવા અને તેમની હેજિંગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક નવું સાધન પ્રદાન કરવાનો છે.
Published - May 15, 2023, 02:41 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો