MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
IPOને નબળો પ્રતિસાદ 9 નવેમ્બરે ખુલેલા આર્કેન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના IPOને રોકાણકારોએ મોળો પ્રતિસાદ આપ્યો છે. પ્રથમ દિવસના અંતે તેને માત્ર 11 ટકા બિડ મળી છે… જ્યારે રિટેલ કેટેગરી 46 ટકા ભરાઈ છે… અન્ય એક કંપની ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સના IPOને પણ રોકાણકારો મળ્યાં નથી. આ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીના IPOને પ્રથમ દિવસે માંડ 2 ટકા બિડ મળી છે અને રિટેલ ક્વોટા તો 3 ટકા જ ભરાયો છે. રોકાણકારોનો નિરુત્સાહ જોતાં લાગતું નથી કે, આ બંને IPOને 100 ટકા બિડ પણ મળી શકશે. આ સિવાય, રિયલ એસ્ટેટ સેક્ટરમાં રૂસ્તમજી બ્રાન્ડ હેઠળ પ્રોપર્ટીઝનું વેચાણ કરતી કંપની કીસ્ટોન રિયલ્ટર્સે પણ તેના 635 કરોડ રૂપિયાના IPOની વિગતો જાહેર કરી છે. આ કંપનીએ રૂ.514થી 541નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. તેનો IPO 14 નવેમ્બરે ખુલી રહ્યો છે.
કરદાતાને સલાહ નાણા મંત્રાલયના એક સીનિયર અધિકારીએ કરદાતાને ટેક્સ રિટર્ન ફાઈલ કરતાં પહેલાં એન્યુઅલ ઈન્ફર્મેશન સ્ટેટમેન્ટ ચકાસવાની સલાહ આપી છે. આ સ્ટેટમેન્ટ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ પર જોવા મળે છો. આ સ્ટેટમેન્ટમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા ટ્રાન્ઝેક્શન, બેન્ક ડિપોઝિટ પર થયેલી વ્યાજની આવક, વિદેશથી મળેલા કે વિદેશમાં મોકલેલા ફોરેન રેમિટન્સ સહિતની વિગતો જોવા મળે છે. જો કરદાતાને મકાનના ભાડાંની આવક થતી હોય, તો તેના ભાડુઆતે માલિકને જે ભાડું ચૂકવ્યું છે, તેની સાચી માહિતી દર્શાવી છે કે, નહીં તેની ખરાઈ પણ આ સ્ટેટમેન્ટ દ્વારા થઈ શકશે. ઘણી વખત, ભાડુઆતો HRA પર મેક્સિમમ ટેક્સ ડિડક્શનનો બેનિફિટ લેવા માટે વધારે પડતું ભાડું દર્શાવતા હોય છે. સરકારી અધિકારીએ કરદાતાને પ્રત્યેક ત્રિમાસિક ગાળે આ સ્ટેટમેન્ટ ચેક કરવાની સલાહ આપી છે. સરકારે ગયા વર્ષથી એન્યુઅલ ઈન્ફર્મેન્શન સ્ટેટમેન્ટ આપવાનું શરૂ કર્યું છે.
SEBIનો માસ્ટર સર્ક્યુલર તમે જે કંપનીના શેર ખરીદ્યા હોય અને તે કંપની સામે કોઈ ફરિયાદ હોય તો, હવે ફરિયાદ કરવાનું સરળ થઈ ગયું છે. મૂડીબજારના નિયમનકાર સેબીએ એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેનું નામ છે SCORES, એટલે કે, સેબી કમ્પ્લેઈન્ટ્સ રિડ્રેસ સિસ્ટમ પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કંપની સામે રોકાણકાર કેવી રીતે ફરિયાદ કરી શકે તે સમજાવવા માટે સેબીએ એક માસ્ટર સર્ક્યુલર બહાર પાડ્યો છે. જો તમારી પાસે કોઈ કંપનીના શેર હોય અને તમને તે કંપની કે તેના મેનેજમેન્ટ સામે ફરિયાદ હોય તો, તમે સેબીના પોર્ટલનો ઉપયોગ કરીને ફરિયાદ કરી શકશો. આ પોર્ટલ દ્વારા સેબીએ રોકાણકારને વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
HDFC MFનું બિઝનેસ સાઈકલ ફંડ HDFC મ્યુચ્યુઅલ ફંડે ન્યુ બિઝનેસ સાઈકલ ફંડ લૉન્ચ કર્યું છે. આ NFOમાં સબ્સક્રિપ્શન 11 નવેમ્બરથી શરૂ થશે અને છેલ્લી તારીખ 25 નવેમ્બર છે. એક યુનિટની કિંમત 10 રૂપિયા રહેશે. જો તમે એક વર્ષ કરતાં ઓછા સમયમાં રિડમ્પ્શન કરશો, તો 1 ટકા એગ્ઝિટ લોડ લાગશે. જે રોકાણકારો લાંબા ગાળા માટે અને ઓછામાં ઓછા 3 વર્ષ માટે રોકાણ કરવા માંગે છે, તેમના માટે આ સ્કીમ યોગ્ય છે. આ સ્કીમના ફંડ મેનેજર એવા સેક્ટરની કંપનીઓના શેર ખરીદશે, જેને બદલાતી બિઝનેસ સાઈકલના વિવિધ તબક્કાથી મહત્તમ ફાયદો થવાની શક્યતા હોય.
પ્રોપર્ટી માર્કેટમાં તેજી પ્રોપર્ટી સર્ચ એન્જિન મેજિકબ્રિક્સના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટ માર્કેટને બીજી શ્રેણીનાં શહેરો તેજીની તક પૂરી પાડી રહ્યાં છે. કાનપુર, કોઈમ્બતૂર અને ભુવનેશ્વર જેવા બીજી શ્રેણીનાં શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ ખરીદવા માટે લોકો મોટા પ્રમાણમાં સર્ચ કરી રહ્યાં હોવાનું મેજિકબ્રિક્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ શહેરો માટે થતાં પ્રોપર્ટી સર્ચમાં અકલ્પનીય વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત, ઈન્દોરમાં ભાડાંના મકાન માટે પણ લોકો બહોળી માત્રામાં સર્ચ કરી રહ્યાં છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, બીજી શ્રેણીનાં શહેરો દેશનાં રિયલ એસ્ટેટ માર્કેટ માટે ગ્રોથ એન્જિન તરીકે ઊભરી રહ્યાં છે.
HDFC બેન્કે વધાર્યાં FDના ઈન્ટરેસ્ટ રેટ HDFC બેન્કે પંદર દિવસની અંદર બીજી વખત ફિક્સ્ડ ડિપોઝિટના રેટમાં વધારો કર્યો છે. HDFC બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની FDના ઈન્ટરેસ્ટ રેટમાં 0.35 ટકા સુધીનો વધારો કર્યો છે. નવા રેટ 7 નવેમ્બરથી અમલી થયા છે. 15 મહિનાથી 18 મહિનાની FDના રેટ 6.15 ટકાથી વધારીને 6.40 ટકા કર્યા છે. બેન્કે 18 મહિનાથી 5 વર્ષ સુધીની FD માટે 6.50 કર્યા છે જ્યારે 5 વર્ષથી 10 વર્ષની FDના રેટ 6.25 ટકા કર્યાં છે. HDFC બેન્ક સીનિયર સીટિઝનને રેગ્યુલર સીટિઝન કરતાં અડધો ટકો વધુ વ્યાજ આપે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો