MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
જાન્યુઆરીમાં છૂટક મોંઘવારીનો દર વધ્યો મોંઘવારીએ ફરી માથું ઊંચક્યું છે. સતત બે મહિના સુધી મોંઘવારી ઘટ્યા બાદ, જાન્યુઆરીમાં તે ફરી વધી છે. સરકારે સોમવારે સાંજે જાહેર કરેલા રિટેલ મોંઘવારીના આંકડા ચિંતાજનક છે, કારણ કે, મોંઘવારીનો દર ફરી 6 ટકાની સહનીય મર્યાદાની બહાર નીકળી ગયો છે. જાન્યુઆરી માટે છૂટક મોંઘવારીનો દર 6.52 ટકા નોંધાયો છે, જે ડિસેમ્બરના 5.72 ટકાના દર કરતાં 0.46 ટકા વધુ છે. મોંઘવારી વધવામાં મુખ્ય યોગદાન ખાદ્ય ચીજવસ્તુઓએ આપ્યું છે. ખાદ્ય મોંઘવારીનો દર ડિસેમ્બરમાં 4.19 ટકા હતો, જે જાન્યુઆરી 2023માં વધીને 5.94 ટકાના સ્તરે પહોંચ્યો છે.
શેરબજાર માટે ઈવેન્ટરથી ભરપૂર સપ્તાહ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં મંદીનો મૂડ જોવા મળ્યો. ગયા સપ્તાહે જોવા મળેલો ઘટાડાતરફી માહોલ સોમવારે પણ જળવાયો અને વેલેન્ટાઈનના આગલા દિવસે વોલેટાલિટી વધી. વોલેટાલિટી ઈન્ડેક્સ 9 ટકાથી પણ વધુ ઉછળીને 14 ટકાએ પહોંચી ગયો. ચાલુ સપ્તાહે સોમવારથી શુક્રવાર સુધીમાં ઘણી ઈમ્પોર્ટન્ટ ઈવેન્ટ છે, એટલે બજાર માટે આ સપ્તાહ ઈવેન્ટ-આધારિત બની રહેશે. સોમવારે સાંજે છૂટક મોંઘવારીના જ્યારે મંગળવારે જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર થવાના છે. આ ઉપરાંત, અમેરિકા અને બ્રિટન પણ મોંઘવારીના આંકડા જાહેર કરશે. યુરોપના આર્થિક વિકાસ દરના આંકડા પણ જાહેર થવાના છે. અમેરિકા રિટેલ વેચાણના અને બેરોજગારીનો ડેટા બહાર પાડશે. સપ્તાહના છેલ્લાં દિવસે સૌથી મહત્ત્વની ઈવેન્ટ છે, ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક. આમ, બજારમાં આ તમામ ઈવેન્ટ અગાઉ અનિશ્ચિતતાનો માહોલ છે.
IDFCનો શેર આજે એક્સ-ડિવિડન્ડ થયો IDFCનો શેર આજે એક્સ-ડિવિડન્ડ થયો. કંપનીએ શેર દીઠ 11 રૂપયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીના બોર્ડે 13 ફેબ્રુઆરીને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે, 13 ફેબ્રુઆરીથી બે દિવસ પહેલાં જો તમારા ડિમેટમાં IDFCના શેર પડ્યા હશે, તો તમને 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક શેર પર 11 રૂપિયા ડિવિડન્ડ મળશે. જોકે, ડિવિડન્ડની તારીખે IDFCના શેરમાં જબરજસ્ત સેલિંગ પ્રેશર જોવા મળ્યું અને શેર 13 ટકા પટકાયો. બજારના નિષ્ણાતો કહે છે કે, શેરની કિંમત ડિવિડન્ડને કારણે એડજસ્ટ થવાથી મોર્નિંગ ટ્રેડમાં સેલિંગ પ્રેશર હતું. જોકે, બાદમાં શેર 2.63 ટકાના ઘટાડા સાથે 77.75ના લેવલે બંધ રહ્યો.
કેનેરા બેન્કે લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યો રિઝર્વ બેન્કે રેપો રેટ વધારીને સાડા છ ટકા કર્યો છે, જેને પગલે બેન્કો પણ લોનના રેટ વધારવા લાગી છે. જોકે, કેનેરા બેન્કે બધાથી વિપરિત જઈને, લેન્ડિંગ રેટ 0.15 ટકા ઘટાડ્યા છે. કેનેરા બેન્કે શુક્રવારે જણાવ્યું હતું કે, તેણે બારમી ફેબ્રુઆરીની અસરથી રેપો-લિન્ક્ડ લેન્ડિંગ રેટમાં ફેરફાર કર્યો છે. આ રેટ 9.25 ટકા રહેશે અને તમામ રિટેલ લેન્ડિંગ સ્કીમ્સના ઈન્ટરેસ્ટ રેટ તેની સાથે લિન્ક્ડ રહેશે. RBIએ રેપો રેટ વધાર્યો તેના બીજા દિવસે, નવમી ફેબ્રુઆરીએ કેનેરા બેન્કે રેપો-લિન્ક્ડ લેન્ડિંગ રેટ 9.4 ટકા કર્યો હતો. જોકે, હવે તેને ઘટાડીને 9.25 ટકા કર્યો છે. આ જાહેરાતને પગલે, કેનેરા બેન્કનો શેર 3 ટકાથી પણ વધુ ઘટ્યો હતો.
IDBI બેન્કે FDના વ્યાજ દર વધાર્યાં RBIએ રેપો રેટ વધાર્યા હોવાથી, બેન્કમાં એફડી કરાવનારને પણ ફાયદો થઈ રહ્યો છે. રોજેરોજ બેન્કો ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર જાહેર કરી રહી છે. હવે, ખાનગી સેક્ટરની ધિરાણકર્તા, IDBI બેન્કે એફડીના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં છે. જો તમે આ બેન્કમાં 700 દિવસની એફડી કરાવશો, તો બેન્ક 7.25 ટકા વ્યાજ આપશે. સીનિયર સીટિઝન હશો તો, બેન્ક 8 ટકા વ્યાજ આપશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો