Money9 Gujarati:
ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયા કૉન્ફરન્સની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું છે કે, સેમિકોન ઈન્ડિયા મિશન ભારતના સેમિકન્ડક્ટર સેક્ટર (Semiconductor sector) માં ક્રાંતિ લાવશે. સેમિકોન ઈન્ડિયા મિશનથી ભારત સુપર પાવર બનશે. આ મિશન હેઠળ ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં આવશે અને રોકાણ કરશે.
Hon'ble PM @narendramodi to inaugurate the #SemiconIndia2023 conference shortly.#GandhiNagar #Gujarat #semiconductors pic.twitter.com/UDaa6eiaSS
— Gujarat Information (@InfoGujarat) July 28, 2023
માઈક્રોન ગુજરાતમાંથી કરશે ચીપની નિકાસ
ગાંધીનગર ખાતે શરૂ થયેલી વાર્ષિક સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવેલી અમેરિકાની કંપની માઈક્રોન ટેકનોલોજીના CEO સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાણંદ ખાતે બનનારી તેમની ચીપ ફેક્ટરીમાંથી જે ચીપ બનશે તેની નિકાસ પણ કરવામાં આવશે. માઈક્રોન ટેકનોલોજી ગુજરાતમાં સેમિકન્ડક્ટર ટેસ્ટ ફેસિલિટી સ્થાપી રહી છે. ભારતમાં આ ફેક્ટરી પ્રથમ છે. મેહરોત્રાએ જણાવ્યું હતું કે, અમે થોડાક વર્ષોમાં 3,000 એન્જિનિયર્સની ટીમ ઊભી કરીશું. અત્યારે દુનિયાભરમાં અમારી ટીમમાં 40,000થી પણ વધારે સભ્યો છે. માઈક્રોન 17 દેશોમાં સક્રિય છે. મેહરોત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતના પ્લાન્ટને કારણે 5,000થી વધુ લોકોને રોજગારી મળશે જ્યારે 15,000 લોકોને પરોક્ષી રીતે રોજગારી મળશે. મલ્હોત્રાએ જણાવ્યું કે કંપની ભારતમાં સેમિકોન ઈન્ડિયા મિશન હેઠળ 82.5 કરોડ ડૉલરનું રોકાણ કરશે.
Foxconn ભારત માટે આશાવાદી
તાઈવાનની કંપની Foxconnના ચેરમેન Young Liuએ ગાંધીનગરમાં ચાલી રહેલાં SemiconIndia 2023 કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “ચાલો, સાથે મળીને આગળ વધીએ. ભારતમાં ચીપ્સ માટે ઈકોસિસ્ટમ વિકસાવવાનું કામ એક સાહસિક પગલું છે. ભારતમાં પ્રબળ ઈચ્છાશક્તિ છે અને આથી અહીં સફળતા મળશે.” ઉલ્લેખનીય છે કે, Foxconnએ ગયા વર્ષે વેદાંતા સાથે ભાગીદારી કરી હતી, પરંતુ તેમાં ધીમી ગતિએ પ્રગતિ થવાથી તેમણે સોદો રદ કર્યો હતો. Foxconn હવે ભારતમાં સ્વતંત્ર રીતે આગળ વધવા માંગે છે. ગાંધીનગર ખાતે શરૂ થયેલી કૉન્ફરન્સમાં AMD, Micron, Cadence, Lam સહિતની કંપનીઓ ભાગ લેવા આવી છે.
AMD કરશે 40 કરોડ ડૉલરનું રોકાણ
અમેરિકાની ચીપ કંપની AMDએ આવતા પાંચ વર્ષમાં તેની બેંગાલુરુ ફેસિલિટી ખાતે 40 કરોડ ડૉલરનું રોકાણ કરવાની અને 3,000 એન્જિનિયર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે. AMDના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અને ચીફ ટેકનોલોજી ઑફિસર માર્ક પેપરમાસ્ટરે સેમિકોન ઈન્ડિયા 2023 ખાતે જણાવ્યું હતું કે, ” AMD આવતા પાંચ વર્ષમાં ભારતમાં 40 કરોડ ડૉલર રોકશે. કંપની બેંગાલુરુ ખાતે તેનું સૌથી મોટું R&D સેન્ટર સ્થાપશે અને તે ચાલુ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. કંપની 2028ના અંત સધીમાં વધુ 300 એન્જિનિયર્સ ઉમેરે તેવી ધારણા છે.” AMDએ 2001માં થોડાંક કર્મચારી સાથે શરૂઆત કરી હતી અને અત્યારે 6,500 લોકોને રોજગારી આપી રહી છે.
સંબંધિત ખબરઃ ગુજરાતનાં મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ અંગે અનિલ અગરવાલે શું કહ્યું?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો