MONEY9: દિવાળી પહેલાં ઘઉંની કિંમતો રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે. મોંઘા ઘઉંના કારણે લોટ, મેંદો અને સોજીના મોંઘા થવાની શક્યતા વધી ગઇ છે. કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકાર તરફથી તમામ પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ ઘઉંનો ભાવ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે.
માત્ર 2 સપ્તાહમાં ઘઉંનો પ્રતિ ક્વિંટલ ભાવ 100 રૂપિયાથી વધુ વધી ગયો છે. 3 ઓક્ટોબરે દિલ્હીમાં ઘઉંનો ભાવ 2,519 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતો અને સોમવારે તે 2,620 રૂપિયાની રેકોર્ડ ઉંચાઇ સુધી પહોંચી ગયો.
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સોમવારે કહ્યું કે જરૂર પડી તો ઘઉંની મોંઘવારીને કાબૂમાં કરવા માટે સરકાર પોતાના સ્ટોકમાંથી ઘઉં ખુલ્લા બજારમાં વેચશે.
પરંતુ સરકારના ઘઉંના ભંડારને જોઇએ તો તેમાં સ્ટોક 14 વર્ષોના નીચલા સ્તરે છે. પહેલી ઓક્ટોબર સુધી સરકારી ગોડાઉનોમાં ઘઉંનો જથ્થો 227 લાખ ટન હતો. જે ઓક્ટોબરની શરૂઆતમાં ગત વર્ષની સરખામણીમાં 51% ઓછો અને 2008 બાદ સૌથી ઓછો સ્ટોક છે.
કેન્દ્રીય ગોડાઉનોમાં ઘઉંના સરકારી સ્ટોક માટે નિયમ કહે છે કે સરકારની પાસે ઓપરેશનલ અને રણનીતિક જરૂરિયાત માટે 205 લાખ ટન ઘઉંનો ભંડાર હોવો જરૂરી છે એટલે કે આ વખતે સરકારની પાસે જેટલો સ્ટોક છે તે ઓપરેશનલ અને રણનીતિક જરૂરીયાત કરતાં થોડોક જ વધારે છે. એટલે કે સરકારની પાસે ખુલ્લા બજારમાં વેચવા માટે વધારે ઘઉં નથી.
સરકારે હાલમાં લોટની નિકાસના નિયમોમાં ફેરફાર કર્યો છે. અને આયાતિત ઘઉંથી તૈયાર થતા લોટને એક્સપોર્ટ માટે ખોલ્યો છે. એટલે કે જે કારોબારી લોટની નિકાસ કરવા માંગે છે તેણે પહેલા ઘઉંની આયાતની વ્યવસ્થા કરવી પડશે. પછી તેનો લોટ બનાવીને એક્સપોર્ટ કરવો પડશે.
ઘઉંની આયાતનો હાલનો નિયમ કહે છે કે ઇમ્પોર્ટ પર 40% ટેક્સ લાગશે અને ઉપરથી ઇમ્પોર્ટ માટે માલ ભાડુ અલગથી થશે. ગ્લોબલ માર્કેટમાં ઘઉંનો ભાવ જોઇએ તો ઓસ્ટ્રોલિયાઇ ઘઉંનો ભાવ 3,000 રૂપિયાની ઉપર છે તો રશિયાના ઘઉંનો ભાવ 2,600 રૂપિયાની ઉપર. આવા સંજોગોમાં 40 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી અને માલભાડું મળીને ઘઉંની આયાતની શક્યતા દેખાતી નથી.
ઘઉંના નવા પાકની વાત કરીએ તો હજુ ફક્ત વાવેતર થયું છે અને માર્ચ પહેલા માર્કેટયાર્ડમાં ઘઉં આવવાની કોઇ શક્યતા દેખાતી નથી. એટલે કે ઓછામાં ઓછા 6 મહિના સુધી ઘઉંની મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો