Money9: વર્ષ પૂર્ણ થવામાં છે અને કોવિડ સાથે જોડાયેલા ટ્રાવેલ પ્રતિબંધો હટ્યાને ઘણો સમય થઇ ગયો છે. લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમ કરવાથી જીવનમાં જે સ્થિરતા આવી છે તેને દૂર કરવા માટે મેઘા હવે વિદેશમાં ફરવા જવાનું વિચારી રહી છે, પરંતુ કોવિડ બાદ એક મોટુ નુકસાન એ પણ થયું છે કે ફ્લાઇટ્સની ટિકિટ્સ વધુ મોંઘી થઇ ગઇ છે.
કોવિડ પહેલા મેઘા એવું વિચારી રહી હતી કે ઓછા બજેટમાં ક્યાંક વિદેશ ફરી આવું પરંતુ હવે જુઓ ટ્રિપની સાથે અડધા પૈસા તો જાણે કે ફ્લાઇટના ભાડામાં જ ઉડી જશે. આવી સ્થિતિમાં મેઘા વિચારે છે કે કેવી રીતે પોતાની ફોરેન ટ્રિપનું પ્લાનિંગ કરે જેથી ટ્રિપ પર બજેટ કરતાં વધુ ખર્ચ ન થાય અને સંપૂર્ણ મજા સાથે ટ્રિપનો આનંદ પણ ઉઠાવી શકે. મેઘાની જેમ જો તમે પણ ફોરેન ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો અને આવી જ કોઇ મુંઝવણમાં છો તો અમારો આ રિપોર્ટ તમારા માટે જ છે.
વિદેશ યાત્રાનું પ્લાનિંગ કેવી રીતે કરવું?
વિદેશ યાત્રા કરવી દરેકનું સપનું હોય છે અને યોગ્ય પ્લાનિંગ કરીએ તો તમે તે સપનાને સરળતાથી પૂર્ણ કરી શકો છો..તો આ પ્લાનિંગ કેવી રીતે કરવું..ચાલો અને તમને જણાવીએ..
ફોરેન ટ્રાવેલનો સૌથી મહત્વનો અને કદાચ સૌથી મોંઘો હિસ્સો હોય છે ફ્લાઇટની ટિકિટ. તો ફોરેન ટ્રિપ માટે સૌથી પહેલા ફ્લાઇટની ટિકિટના ટેન્શનથી મુક્ત થઇ જાઓ. આના માટે ઘણાં મહિના પહેલા ટિકિટ બુક કરો, ખાસ કરીને એવી તારીખોની To and Fro એટલે કે રિટર્ન ટિકિટ બુક કરો જ્યારે ફ્લાઇટની ટિકટિ સૌથી સસ્તી હોય. આ ઉપરાંત એવી ગણી એપ્સ અને સાઇટ્સ છે જે તમને અલગ-અલગ બુકિંગ સાઇટ્સ પર કમ્પેર કરી સૌથી સસ્તી ટિકિટ્સ દર્શાવે છે જેમ કે સ્કાયસ્કેનર, મોમોન્ડો, ટ્રીવાગો, ટ્રિપએડવાઇઝર વગેરે.
આ ઉપરાંત તમે ક્રેડિટ કાર્ડથી મળનારા રિવાર્ડ પોઇન્ટ્સ અને એર માઇલ્સનો ઉપયોગ કરીને પણ ફ્લાઇટ ટિકિટમાં છૂટ પ્રાપ્ત કરી શકો છો. આતો હતી ફ્લાઇટ ટિકિટ્સની વાત, ફોરેન ટ્રિપનો એક મોટો ખર્ચ રહેવા અને ખાવા સાથે જોડાયેલો હોય છે. તો આ દર્દની દવા પણ છે. જો તમે પરિવાર કે દોસ્તોની સાથે જઇ રહ્યા છો તો તમે AirBnb જેવી સાઇટ્સનો ઉપયોગ કરીને આખી પ્રોપર્ટી બુક કરી શકો છો. આનાથી ખર્ચ ઓછો આવશે. બીજી તરફ જો એકલા મુસાફરી કરી રહ્યા છો તો બેક પેકર્સ હોસ્ટેલમાં રોકાઇ શકો છો જે ઘણી સસ્તી પડે છે.
વિદેશોમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ
ફોરેન ટ્રિપનો એક બીજો મહત્વનો હિસ્સો વિદેશોમાં ટ્રાન્સપોર્ટેશન પર થતો ખર્ચ છે. જેના માટે પર્સનલ કાર કે કેબ કરવાના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો સારો રહે છે. વિદેશમાં ખાસ કરીને અમેરિકા અને યૂરોપમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ શ્રેષ્ઠ અને આરામદાયક હોય છે. ઘણાં દેશોમાં કોમન ટ્રાવેલ કાર્ડ પણ હોય છે જેનાથી તમે બધા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી શકો છો. તો તમે તે લઇ શકો છો.
આ જ રીતે બ્લેબ્લાકાર, લિફ્ટ, મોબીકુપ જેવી ઘણી રાઇડ શેરિંગ એપ છે જેની મદદથી તમે રાઇડ શેર કરીને પૈસા બચાવી શકો છો.
ફોરેન ટ્રિપનો એક મહત્વનો હિસ્સો ફોરેન કરન્સી પર થતો ખર્ચ છે, જેના માટે વિદેશ જઇને કરન્સી એક્સચેન્જ કરવાનું મોંઘું પડી શકે છે. દેશમાં કરન્સી એક્સચેન્જ કરીને વિદેશ જઇ શકાય છે. પરંતુ વધારે કેશ સાથે રાખવી યોગ્ય નથી હોતું. આવા સંજોગોમાં ફોરેક્સ કાર્ડ અસરકારક સાબિત થાય છે.
ફોરેક્સ કાર્ડ એક પ્રીપેઇડ ટ્રાવેલ કાર્ડ છે જેમાં તમે તમારી પસંદની ફોરેન્સ કરન્સી નંખાવી શકો છો. આ કાર્ડ દુનિયાભરમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને તે તમને ફોરેન એક્સચેન્જ રેટમાં થતા ઉતાર-ચડાવથી બચાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો