Money9: સુષ્મા દીદી છેલ્લા 10 વર્ષથી નિત્યાના ઘરે કામ કરે છે, એટલે કે તે નિત્યાના ઘરની હાઉસહેલ્પ છે. એક દિવસ નિત્યાએ જોયું કે તેની બહેન થોડી અસ્વસ્થ છે. નિત્યાએ સમસ્યાનું કારણ પૂછ્યું તો દીદીએ કહ્યું કે તેના પતિ છેલ્લા કેટલાક સમયથી બીમાર છે અને બીમારી હવે વધી ગઈ છે… તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે પણ તેની પાસે ન તો કોઈ વીમા પોલીસી છે કે ન પૂરતું સેવિંગ. એટલે મુંઝવણમાં છે કે શું કરવું?
નિત્યાએ સુષ્મા દીદીને પતિની સારવાર માટે 10,000 રૂપિયાની લોન આપી હતી… પરંતુ તે પોતે વિચારવા લાગી કે દીદીને ભવિષ્યમાં આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને લોંગ ટર્મમાં તેની આર્થિક સ્થિતિ સિક્યોર થઇ જાય તેના માટે શું તે મદદ કરી શકે? નિત્યાની જેમ, આપણું દૈનિક જીવન પણ સુષ્મા દીદી જેવા હાઉસહેલ્પ કે ડોમેસ્ટિક વર્કર પર આધારિત હોય છે. રસોઈથી માંડીને ઘરની સફાઈ કરવા સુધીનું કામ હાઉસહેલ્પ સંભાળે છે. આ જ કારણ છે કે તેમના વિના ઘર ચલાવવું હવે થોડું મુશ્કેલ લાગે છે.
સરકારની ઘણી કલ્યાણકારી યોજનાઓ અસ્તિત્વમાં હોવા છતાં, ડોમેસ્ટિક વર્કર્સ તેમના વિશે નથી જાણતા અને તેથી જ તેનો લાભ નથી લઈ શકતા. આવી સ્થિતિમાં, તમારુ જીવન સરળ બનાવવાનારા આ બધા લોકોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને તેમનું જીવન સારું બનાવવા માટે તમે કેટલીક ચીજો કરી શકો છો. અને આવું તમારા ખિસ્સામાંથી કોઈપણ જાતનો ખર્ચ કર્યા વિના કરી શકાય છે. શું છે તે વસ્તુઓ, આવો જાણીએ.
સૌથી પહેલી ચીજ, એ ઇન્શ્યોર કરો કે તેમની પાસે ફંકશનલ બેંક એકાઉન્ટ હોય. આ ઉપરાંત PAN, આધાર કાર્ડ અને અન્ય જરૂરી ઓળખ દસ્તાવેજો હોય. આનાથી તેમને વિવિધ યોજનાઓ માટે નોંધણી કરવામાં મદદ કરશે. જો તેમની પાસે કોઇ બેંક ખાતું નથી, તો તેમને ઓછામાં ઓછું એક ઝીરો-બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં મદદ કરો.
તરત પૈસાની જરૂર પડે છે ત્યારે મોટા ભાગના હાઉસહેલ્પ સમસ્યાઓનો સામનો કરે છે. તેથી, તેઓ કોઈપણ જાતના દસ્તાવેજો વગર ઊંચા વ્યાજ દરે લોન લેવા માટે મજબૂર થઇ જાય છે. ઘણા લોકો તેમની મહેનતની કમાણી ચિટ ફંડ અથવા કમિટીમાં લગાવે છે કારણ કે ત્યાંથી તેમને તાત્કાલિક ફંડ મળવાના વાયદા કરવામાં આવે છે. તેથી તમારા હાઉસહેલ્પ સાથે વાત કરો અને સમજો કે શું તેમને તેમની માસિક આવકનો હિસ્સો એડવાન્સમાંતો નથી જોઇતો ને? આનાથી તેમને લોન માફિયા, ચિટ ફંડ અને દેવાની એક લાંબી જાળમાંથી બચવામાં અને પોતાની તાત્કાલિક જરૂરિયાતોનો સામનો કરવામાં મદદ મળી શકે છે.
જો તમે તહેવારો દરમિયાન હાઉસહેલ્પને કપડાં, વાસણો અથવા અન્ય કોઈ ભેટ આપો છો, તો તમે તેમાં ટર્મ ઇન્શ્યોરન્સ અથવા પેન્શન પોલિસી ઉમેરી શકો છો. તમે તેમના વતી અટલ પેન્શન યોજના જેવી કોઇ યોજના માટે ચૂકવણી કરી શકો છો જેમાં દર મહિને 200 રૂપિયા જેટલું ઓછું કોન્ટ્રીબ્યૂશન આપવાનું હોય છે. કલ્પના કરો, કે જો તમારા હાઉસહેલ્પની ઉંમર 35 વર્ષની છે અને તમે તેમના વતી દર મહિને માત્ર 181 રૂપિયા ચૂકવો છો, તો જ્યારે તે 60 વર્ષના થશે ત્યારે તેમને 1,17,129 રૂપિયાનું કોર્પસ મળશે.
તમે અન્ય વીમા યોજનાઓ માટે પણ તેમનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ વીમા યોજનામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, PM સુરક્ષા વીમા યોજના અથવા PM જીવન જ્યોતિ વીમા યોજના વગેરેનો સમાવેશ થાય છે. 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર, તેઓ આંશિક વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા મળી શકે છે.
તમારી જેમ જ તમારા હાઉસહેલ્પ પણ તેમના બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ ઈચ્છે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ હાઉસહેલ્પ તેની પુત્રીના શિક્ષણ માટે બચત કરવા માંગે છે તો તેમને સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જણાવો, જેમાં વાર્ષિક 8.3 ટકા ગેરંટેડ રિટર્ન મળે છે.
તમે તેમના માસિક પગારમાં આ રકમ ઉમેરી શકો છો. ખિસ્સા પર તેની વધુ અસર નહીં થાય પરંતુ ભવિષ્ય માટે પૈસા બચાવવામાં તેમની મદદ થઇ શકે છે. આ ઉપરાંત બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે તમે એવી સિસ્ટમ બનાવી શકો છો જેમાં તમે તેમના વતી રોકાણ કરો અને તેમના પગારમાંથી પૈસા કાપી લો. શરૂઆતમાં તમારા આ હેન્ડહોલ્ડિંગથી તેમને પૈસાનું રોકાણ કરવામાં અને રિટર્ન મેળવવામાં ઘણી મદદ મળી શકે છે.
ફાઇનાન્શિયલ પ્લાનર નેમા છાયા બુચ કહે છે કે, “મોટાભાગના લોકો પાસે હાલ સ્માર્ટફોન છે. તમે તમારા હાઉસહેલ્પને Paytm જેવી એપ્સની મદદથી 100 રૂપિયા જેટલી ઓછી કિંમતની માઇક્રો SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ગાઇડ કરી શકો છો. “મોટા ભાગના લોકો સોનાને એક સુરક્ષિત રોકાણ માને છે, તેથી તેમને ડિજિટલ સોનાના ફાયદા વિશે જણાવો જેથી તેઓ તેમાં રોકાણ કરી શકે.”
બેંક અથવા રોકાણ સંબંધિત કોરસ્પોન્ડન્સ એટલેકે માહિતી મેળવવા માટે તમે તમારું ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર આપી શકો છો. આનાથી તમને તમારા હાઉસહેલ્પના રોકાણ પર સમયાંતરે ધ્યાન આપવા, રોકાણની સમીક્ષા કરવા અને તેને ગાઇડ કરવામાં મદદ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો