MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
ગુજરાતનાં પુષ્પા મરચાંનું કર્ણાટકમાં ધૂમ વેચાણ ગુજરાતના મરચાંથી કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતનાં અમૂલ દૂધની એન્ટ્રીને લઈને કર્ણાટકના રાજકારણમાં લાગેલી ચિન્ગારી હવે ગુજરાતનાં મરચાંને કારણે આગમાં ફેરવાઈ શકે છે. વાત એમ છે કે, કર્ણાટકના બજારોમાં ગુજરાતના પુષ્પા અથવા તો લાલી વેરાઈટીના મરચાંનો મોટો જથ્થો ઠલવાઈ રહ્યો છે. કર્ણાટકના બ્યાડગી બજારમાં છેલ્લાં થોડાંક સપ્તાહમાં 20 હજાર ક્વિન્ટલ લાલી મરચાંનું વેચાણ થયું છે. બ્યાડગી માર્કેટમાં કર્ણાટકના લોકલ ડબ્બી અને કડ્ડી વેરાઈટીનાં મરચાંનો દબદબો છે, એટલે ગુજરાતનાં મરચાંની ધરખમ આવક જોઈને ત્યાંનાં ખેડૂતો ગુસ્સે ભરાયા છે. બ્યાડગી માર્કેટ એશિયાના સૌથી મોટા મરચાંના માર્કેટમાં સ્થાન ધરાવે છે અને દેશ-વિદેશનાં ખરીદદારો અહીં મરચાં ખરીદવા આવે છે. આ વખતે મરચાંનાં ભાવ પણ વધ્યા છે, ત્યારે કર્ણાટકના 70 ટકા વેપારીઓએ ગુજરાતના મરચાંનો મોટો જથ્થો કૉલ્ડ સ્ટોરેજમાં જમા કરી લીધા હતા અને ભાવ વધ્યા ત્યારે તગડી કમાણી પણ કરી હતી.
2022માં લાર્જ-કેપ ફંડ્સ બેન્ચમાર્ક કરતાં નબળા રહ્યાં 88 ટકા લાર્જ-કેપ ઈક્વિટી ફંડ્સે 2022માં પોતાના બેન્ચમાર્ક જેટલું વળતર પણ આપ્યું નથી. એક રિપોર્ટ અનુસાર, 88 ટકા એક્ટિવ્લી મેનેજ્ડ ફંડ્સ તેમના બેન્ચમાર્ક બીએસઈ હન્ડ્રેડ જેટલું વળતર પણ આપી શક્યા નથી. એટલે કે, લાર્જકેપ ઈક્વિટી ફંડ્સે બેન્ચમાર્કની તુલનાએ અંડરપર્ફોર્મ કર્યું છે. જોકે, સ્મોલ કેપ અને મિડકેપ સ્કીમ્સે લાંબા ગાળે તેમના બેન્ચમાર્કની તુલનાએ વધુ વળતર આપ્યું છે.
ટૂંક સમયમાં મળશે AIFના ડાયરેક્ટ પ્લાન્સ હવે ઑલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં પણ ડાયરેક્ટ પ્લાનનો ઓપ્શન મળશે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓને સૂચના આપી છે કે, તેઓ ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સના સબ્સક્રાઈબર્સને પણ ડાયરેક્ટ પ્લાન્સનો વિકલ્પ આપે. સેબીનો ઈરાદો ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સને આકર્ષક બનાવવાનો છે. ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સના ડાયરેક્ટ પ્લાન્સ માટે વસૂલવામાં આવતી વિવિધ પ્રકારની ફી અને ચાર્જ ઓછા કરવાની સૂચના પણ મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રિબ્યુટર્સને આપવામાં આવી છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પહેલી મેથી ડાયરેક્ટ પ્લાન્સ લૉન્ચ કરે તેવી ધારણા છે.
નેસલેએ જાહેર કર્યું Rs 27 ડિવિડન્ડ નેસલે ઈન્ડિયાએ કેલેન્ડર વર્ષ 2023 માટે શેર દીઠ 27 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. 2022ના અંતિમ ડિવિડન્ડની સાથે સાથે આ વચગાળાનું ડિવિડન્ડ 8 મે-2023થી ચૂકવવામાં આવશે. નેસલેએ અગાઉ જણાવ્યું હતું કે, તે 2022 માટે શેર દીઠ 65 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ આપશે. કંપનીએ વચગાળાનાં ડિવિડન્ડ માટે 21 એપ્રિલને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. નેસલે ઈન્ડિયા 25 એપ્રિલે માર્ચ ક્વાર્ટરનાં રિઝલ્ટ જાહેર કરશે. 12 એપ્રિલે નેસલે ઈન્ડિયાનો શેર 1.19 ટકા ઘટીને રૂ.19,441એ બંધ રહ્યો હતો.
ચાંદીનો ચળકાટ વધ્યોઃ સોનું પણ તેજીમાં ચાંદીનો ચળકાટ વધ્યો છે. 1 કિલો ચાંદીની કિંમત 76 હજાર રૂપિયાને પાર થઈ ગઈ છે. મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ એટલે કે, MCX પર 12 એપ્રિલે જૂન વાયદાના ચાંદીના ભાવ 75,578 રૂપિયાના લેવલે પહોંચ્યા હતા. અમદાવાદના હાજર બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ રૂ.74,789એ પહોંચ્યો છે. સોનું પણ તેજીમાં છે. MCX પર મે વાયદા માટે 10 ગ્રામ સોનું રૂ.60,950 આસપાસ ટ્રેડ થયું છે જ્યારે અમદાવાદના હાજર બજારમાં એક તોલું સોનું રૂ.60,334એ બોલાઈ રહ્યું છે.
કેનેરા બેન્કે વધાર્યાં લોનના વ્યાજ દર કેનેરા બેન્કની હોમ લોન, ઓટો લોન જેવી કન્ઝ્યુમર લોન મોંઘી થઈ ગઈ છે. કેનેરા બેન્કે લોનના વ્યાજ દર વધાર્યાં છે. જાહેર ક્ષેત્રની કેનેરા બેન્કે તેનો વન-યર MCLR વધારીને 8.65 ટકા કર્યો છે. બેન્કોની વિવિધ પ્રકારની લોનના વ્યાજ દર આ વન-યર MCLR સાથે જોડાયેલા હોય છે. એટલે કેનેરા બેન્કની લોન મોંઘી થઈ જશે.
IDBI બેન્કે વધાર્યાં FDના ઈન્ટરેસ્ટ રેટ ખાનગી સેક્ટરની IDBI બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. IDBI બેન્કે 1 વર્ષની મુદત ધરાવતી FDના વ્યાજ દર 6.75 ટકા કર્યા છે જ્યારે પાંચ વર્ષની ટેક્સ-સેવર FDના ઈન્ટરેસ્ટ રેટ સાડા છ ટકા કર્યા છે. બેન્ક સીનિયર સીટિઝનને અડધો ટકો વધુ વ્યાજ ચૂકવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો