MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
બિકાજી અને મેદાંતાનું પ્રીમિયમ પર લિસ્ટિંગ IPOમાં રૂ.285થી 300ના ભાવે શેર ઑફર કરનારી બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલનું લિસ્ટિંગ રૂ.321ના ભાવે થયું… જે 7 ટકા પ્રીમિયમ દર્શાવે છે. પ્રથમ દિવસના કારોબારના પહેલા એક કલાકમાં શેર 335ના ઉપલા સ્તરે પહોંચી ગયો હતો. જોકે, દિવસના અંતે શેર રૂ.317.45એ બંધ રહ્યો હતો. અન્ય એક કંપની ગ્લોબલ હેલ્થનું પણ આજે લિસ્ટિંગ થયું. મેદાંતા બ્રાન્ડ હેઠળ હોસ્પિટલનું સંચાલન કરતી આ કંપનીનો શેર રૂ. 336ની ઇશ્યૂ કિંમત સામે રૂ.398 પર લિસ્ટ થયો હતો. એટલે કે, લિસ્ટિંગ ગેઈન 18 ટકાથી વધુ રહ્યો છે. ટ્રેડિંગના પ્રથમ દિવસે શેર 424.90ના મહત્તમ સ્તરે પહોંચી ગયો, એટલે કે લિસ્ટિંગના દિવસે રોકાણકારોને 22 ટકાથી પણ વધુ ફાયદો થયો છે. ગ્લોબલ હેલ્થનો શેર અંતે 415.65ના સ્તરે બંધ રહ્યો હતો.
હવે સરળતાથી ખુલી જશે NPS ખાતુ NPSમાં ખાતું ખોલવાનું વધુ સરળ અને સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ્ડ બન્યું છે. હવે, તમારે NPS ખાતું ખોલાવતી વખતે તમારા બોના ફાઈડ સર્ટિફિકેટની ફિઝિકલ કૉપી સબમિટ કરવાની પણ જરૂર નથી. તમારે ખાતુ ખોલાવવા માટે સરકારના CKYCR માં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હવે આ CKYCR શું છે? તે એક સેન્ટ્રલાઈઝ્ડ રિપોઝિટરી છે, જેમાં દેશનાં નાગરિકો તેમના તમામ KYC દસ્તાવેજો રાખી શકે છે. તે એક સરકારી સંસ્થા છે. તેથી, તમારા KYC દસ્તાવેજોની ચોરીનો કોઈ પ્રશ્ન નથી. તેથી, જો તમે તમારા KYC દસ્તાવેજો આ રિપોઝિટરીમાં રજીસ્ટર કરાવ્યા હશે, તો તેને CKYCR તરીકે ઓળખવામાં આવશે. એક વખત તમે CKYCRમાં રજિસ્ટર્ડ થઈ જશો, એટલે પેન્શન ફંડ નિયમનકાર, PFRDA તમારા KYC દસ્તાવેજોની તપાસ કરશે અને તમારું NPS ખાતું ખોલશે. આમ, તમારે ફરીથી KYC દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં રહે અને સરળતાથી ખાતુ ખુલી જશે.
શેર્સ પર કેપિટલ ગેઈન્સ ટેક્સ વધવાની શક્યતા બજારમાં અફવા વહેતી થઈ છે કે, સરકાર આ વખતનાં બજેટમાં ઈક્વિટી પર લાગતા કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કે ઘટાડો જાહેર કરી શકે છે. જોકે, સરકારનાં એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, સરકાર શેર્સ, ડેટ અને જમીન તથા મકાન જેવી સ્થાવર મિલકતો પર યુનિફોર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કરવા અંગે વિચારણા કરી રહી છે… વર્તમાન નિયમ હેઠળ, આ ત્રણ પ્રકારની સ્થાવર મિલકતો પર અલગ-અલગ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. પરંતુ 2023-24ના બજેટમાં સરકાર આ એસેટ ક્લાસ પર સમાન દરે કેપિટલ ગેઈન ટેક્સ લાદવાની દરખાસ્ત લાવી શકે છે. એટલે કે, આવતા વર્ષથી જો તમને આ ત્રણેય એસેટ ક્લાસના રોકાણ પર જો કેપિટલ ગેઈન થશે તો તમારે વધારે અથવા ઓછો ટેક્સ ચૂકવવો પડશે.
બજેટના અંદાજ કરતાં વધુ ટેક્સ મળવાની શક્યતા સરકારને ડાયરેક્ટ ટેક્સથી જબરજસ્ત આવક થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન મજબૂત રહ્યું છે. સરકારે ચાલુ વર્ષના એપ્રિલથી લઈને ઓક્ટોબર સુધીમાં 8 લાખ કરોડ રૂપિયાથી વધુનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કર્યું છે. સરકારે બજેટમાં 14 લાખ કરોડ રૂપિયાથી વધુ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો અંદાજ આપ્યો હતો, અને તેનું 61 ટકા કલેક્શન થઈ ગયું છે. સીબીડીટીના ચેરમેન નીતિન ગુપ્તાએ તો આશા વ્યક્ત કરી છે કે, સરકાર બજેટના અંદાજ કરતાં 25થી 30 ટકા વધુ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કરવાની દિશામાં આગળ વધી રહી છે.
ફ્લાઈટમાં હવે માસ્ક પહેરવું ફરજિયાત નથીઃ સરકાર હવે ફ્લાઇટમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત નથી. કોવિડ 19 રોગચાળાના વધતા જતા કેસોને કારણે, સરકારે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું, પરંતુ કોરોનાના કેસમાં સતત ઘટાડો થવાથી આ નિયમ પાછો ખેંચવામાં આવ્યો છે. જોકે, સરકારે એરલાઈન્સને સલાહ આપી છે કે, તેઓ હવાઈપ્રવાસીને એરપોર્ટ પર અને ફ્લાઈટની અંદર માસ્કનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે. અત્યારે દેશમાં કોવિડનાં દરરોજ લગભગ 500 નવા કેસ નોંધાઈ રહ્યા છે. 15 નવેમ્બરે, માત્ર 19 કેસ નોંધાયા હતા.
ICICI બેન્ક અને જના SFBએ FDના રેટ વધાર્યાં ICICI બેંકે બુધવારે ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો છે. હવે, ગ્રાહકો 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ સુધીની FD પર 6.60 ટકા જ્યારે 1 વર્ષની ડિપોઝિટ પર, 6.10 ટકા વ્યાજ મેળવી શકશે. વરિષ્ઠ નાગરિકોને 0.60 ટકા વધુ વ્યાજ મળશે.., પરંતુ તેના માટે 5 વર્ષ અને તેથી વધુ સમય માટે FD કરાવવી જરૂરી છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકે પણ તેના FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. બેન્કે ઊંચો ઈન્ટરેસ્ટ રેટ મેળવવા માટે બે શરત નક્કી કરી છે. બેન્ક તમને સમય પહેલા ઉપાડની મંજૂરી નહીં આપે અને ઓછામાં ઓછી 15 લાખ રૂપિયાની FD કરાવવી જરૂરી છે. જો આ બે શરતો સંતોષાય, તો જના બેંક તમને 1 વર્ષની FD પર 8.35 ટકાના દરે વ્યાજ ચૂકવશે.
કોટક મહિન્દ્રા બેન્કે 1 year MCLR ઘટાડ્યો ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા, કોટક મહિન્દ્રા બેંકે તેના માર્જિનલ કૉસ્ટ ઓફ ફંડિંગ આધારિત લેન્ડિંગ રેટ એટલે કે, MCLRમાં ઘટાડો કર્યો છે. બેન્કે 1 વર્ષનો MCLR ઘટાડીને 8.55 ટકા કર્યો છે. બેંકો મોટાભાગની કન્ઝ્યુમર લોન માટે એક વર્ષના MCLRના આધારે વ્યાજ દર નક્કી કરે છે. એટલે કોટક મહિન્દ્રા બેંકની પર્સનલ, હોમ અને ઓટો લોન જેવી વિવિધ પ્રકારની લોન થોડી સસ્તી થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો