બજાજ ફિનસર્વે 27 એપ્રિલ, 2023ના રોજ માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ.1,768.95 કરોડ થયો છે, જે વાર્ષિક ધોરણે 31.41 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ માર્ચ 2022 ક્વાર્ટરમાં રૂ.1,346.08 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. 27 એપ્રિલે રિઝલ્ટના દિવસે બજાજ ફિનસર્વનો શેર 2 ટકા વધીને રૂ.1,360એ બંધ રહ્યો હતો.
કંપનીની કુલ આવક 25.25 ટકા વધીને રૂ.23,624.61 કરોડ થઈ છે, જે ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરમાં રૂ.18,861.67 કરોડ હતી. બજાજ ફિનસર્વ બજાજ ગ્રૂપની લેન્ડિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને ઈન્સ્યોરન્સ બિઝનેસની હોલ્ડિંગ કંપની છે.
બજાજ આલિયાન્ઝ લાઈફઃ
બજાજ ગ્રૂપની બજાજ આલિયાન્ઝ લાઈફ સતત 21મા વર્ષે પૉલિસીધારકોને બોનસ આપશે. કંપનીએ રૂ.1,201 કરોડનું બમ્પર બોનસ જાહેર કર્યું છે. વર્ષ 2022માં પણ બજાજ આલિયાન્ઝે 11 લાખ પોલિસીધારકોને બોનસ આપ્યું હતું. કંપનીએ કરેલી જાહેરાત અનુસાર, પૉલિસીધારકને તેની પોલિસીની મુદત પૂરી થાય ત્યારે અથવા તેના મૃત્યુ વખતે બોનસ ચૂકવવામાં આવશે. આ બોનસ 31 માર્ચ, 2023 પહેલાં ખરીદવામાં આવેલી પૉલિસી પર મળશે.
Published - April 27, 2023, 03:31 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો