Money9 Gujarati:
Potato Price: રસોડામાં મુખ્ય શાકભાજી તરીકે વપરાતા બટાકાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બટાકાના ભાવમાં 5થી 10 ટકાનો વધારો નોંધાયો છે અને બટાકાના ભાવ છેક 2024ના અંત સુધી ઊંચા રહેવાની ધારણા છે. બટાકાના વેપારીઓ જણાવે છે કે, બટાકાના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થઈ છે કારણ કે, કમોસમી વરસાદને લીધે પાકને નુકસાન પહોંચ્યું છે તેમજ છેક ડિસેમ્બર સુધી માંગને પહોંચી વળવા માટે પુરવઠાનું બેલેન્સ બગડી ન જાય એ રીતે કોલ્ડ સ્ટોરેજના માલિકો નવો માલ આવે તેની પહેલાં જૂનો માલ ખાલી કરવામાં સાવધાની રાખી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોમાં કમોસમી વરસાદના કારણે બટાકાના પાકને થયેલા નુકસાનને કારણે ભાવમાં વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, ઉનાળામાં બટાકાની માંગ વધી છે, જ્યારે પુરવઠાની અછત છે.
બટાકાના વેપારીઓએ જણાવ્યું હતું કે બટાકાના ભાવમાં 5થી 10 ટકાનો વધારો થશે કારણ કે કમોસમી વરસાદથી પાકને અસર થઈ છે અને કેટલાક કોલ્ડ સ્ટોરેજ માલિકોએ બટાકાના નવા પાકના આગમન પહેલા સ્ટોક રાખવાનું શરૂ કર્યું છે.
ગયા અઠવાડિયે બટાકાના ભાવમાં 30 દિવસમાં 12 ટકાનો વધારો થયો હતો. જ્યારે એક વર્ષની સરખામણીમાં લગભગ 37 ટકાનો વધારો નોંધાયો છે.
ફેડરેશન ઓફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે દેશભરમાં બટાકાના ભાવ સ્થિર રહ્યા છે. પરંતુ, કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક ઘટી રહ્યો છે. તેનું કારણ બટાકાનું વધુ પડતું સેવન છે. ઉનાળામાં હીટવેવના કારણે અન્ય શાકભાજી ઝડપથી બગડી રહ્યા છે. આવી સ્થિતિમાં બટાટા ટકાઉ હોવાને કારણે લોકો તેનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ કારણોસર માંગમાં વધારો થયો છે જ્યારે પુરવઠો ઓછો છે. આવી સ્થિતિમાં ભાવમાં વધારો હજુ પણ ચાલુ રહેવાની ધારણા છે.
રવિ સિઝનમાં બટાકાનો વાવેતર વિસ્તાર ઘટ્યો હતો અને ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં કમોસમી વરસાદને કારણે બટાકાના પાકને ભારે નુકસાન થયું હતું. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ કમોસમી વરસાદના કારણે બટાટાને ફટકો પડ્યો હતો. જેના કારણે બટાકાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.
માર્કેટ ઇન્ટેલિજન્સ અને એનાલિટિક્સ રિસર્ચ ફર્મ ક્રિસિલના તાજેતરના અહેવાલમાં, એપ્રિલમાં ઘરે રાંધેલા શાકાહારી ખોરાકની પ્લેટની કિંમતમાં 8 ટકાનો ઉછાળો નોંધાયો છે. તેનું કારણ બટાકાની મોંઘવારી અને ડુંગળી અને ટામેટાના ઊંચા ભાવ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો