Money9 Gujarati:
NPK fertiliser subsidy for Rabi season: સરકારે વર્તમાન રવિ સીઝન માટે ફૉસ્ફોરિક એન્ડ પોટાશિક (P&K) ખાતર માટે 22,303 કરોડ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. સરકારે એમ પણ જણાવ્યું છે કે, ખેડૂતોને DAP (ડાઈ-એમોનિયમ ફૉસ્ફેટ) પ્રતિ બેગ (50 કિલો) 1,350 રૂપિયાના જૂના ભાવ પ્રમાણે મળતું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રવિ સીઝન 2023-24 (1 ઓક્ટોબર 2023થી 31 માર્ચ 2024) માટે P&K ખાતર માટે પોષક તત્વ આધારિત સબસિડી (NBS) રેટ નક્કી કરવા માટે ખાતર વિભાગની દરખાસ્તને મંજૂરી આપી છે.
સરકારે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવના આધારે સબસિડીના રેટ નક્કી કરવામાં આવ્યા છે. જોકે, રવિ સીઝન માટે જાહેર થયેલા સબસિડીના રેટ ખરીફ સીઝનના રેટ કરતાં ઓછા છે. સરકારે 1 કિલો નાઈટ્રોજનનો રેટ 47.02 રૂપિયા, ફોસ્ફરસ માટે 20.82 રૂપિયા, પોટાશ માટે 2.38 રૂપિયા અને સલ્ફર માટે 1.89 રૂપિયા રેટ મંજૂર કર્યો છે. તેની સામે, મે 2023માં જાહેર થયેલી ખરીફ નાઈટ્રોજન સબસિડીના રેટ 76 રૂપિયા જ્યારે ફોસ્ફરસ માટે 41 રૂપિયા હતો. ખરીફ સીઝન 2023-24 માટે પોટાશ (K)નો રેટ 15 રૂપિયા પ્રતિ કિલો જ્યારે સલ્ફરનો રેટ 2.8 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવ્યો હતો.
The Union Cabinet has approved the proposal to establish Nutrient Based Subsidy (NBS) rates for the upcoming Rabi Season 2023-24. These rates will apply to Phosphatic and Potassic (P&K) fertilizers.
This decision reflects the unwavering commitment of the government to provide… pic.twitter.com/OIqz5YmffY
— Anurag Thakur (@ianuragthakur) October 25, 2023
સરકારે જણાવ્યું છે કે, ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. સબસિડી પાછળ સરકારે 22,303 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કેન્દ્રીય મંત્રીમંડળે મે-2023માં ખરીફ સીઝ 2023-24 માટે P&K ખાતર પર 38,000 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર કરી હતી.
કેન્દ્રીય મંત્રી અનુરાગે ઠાકુરે જણાવ્યું હતું કે, ખેડૂતોને DAP (ડાઈ-એમોનિયમ ફૉસ્ફેટ) પ્રતિ બેગ (50 કિલો) 1,350 રૂપિયાના જૂના ભાવ પ્રમાણે મળતું રહેશે. આવી જ રીતે, NPK જૂના 1,470 રૂપિયા પ્રતિ બેગના ભાવે અને SSP (સિંગલ સુપર ફૉસ્ફેટ) લગભગ 500 રૂપિયા પ્રતિ બેગના ભાવે મળશે. MOP (મ્યુરેટ ઑફ પોટાશ)ના ભાવ પ્રતિ બેગ 1,700 રૂપિયાથી ઘટાડીને 1,655 રૂપિયા પ્રતિ બેગ નક્કી કરવામાં આવ્યા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો