ટોયોટાએ ઈનોવા ક્રિસ્ટા, અર્બન ક્રૂઝર, કેમ્રી અને ગ્લેન્ઝાની કિંમતમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સે પણ એન્ટ્રી-લેવલની ટિયાગો અને ટિગોરના ભાવમાં વધારો કર્યો હતો.
ટોયોટાની ગાડીઓ મોંઘી થઈ ગઈ છે. ટોયોટા કિર્લોસ્કર મોટરે તેની ગાડીઓના ભાવ છ સપ્તાહમાં બીજી વખત વધાર્યા છે. કંપનીએ કિંમતમાં 60 હજાર રૂપિયા સુધીનો ભાવવધારો લાગુ કર્યો છે. ટોયોટાએ આ વખતે ઈનોવા ક્રિસ્ટા, અર્બન ક્રૂઝર, કેમ્રી અને ગ્લેન્ઝાની કિંમતમાં વધારો કર્યો છે. તાજેતરમાં ટાટા મોટર્સે પણ એન્ટ્રી-લેવલની ટિયાગો અને ટિગોરના ભાવમાં પણ વધારો કર્યો હતો. કાચો માલ મોંઘો થવાથી કાર કંપનીઓ કિંમત વધારી રહી છે. કાર કંપનીઓએ 2023ની શરૂઆતમાં પણ ભાવવધારો કર્યો હતો. મારુતિ અને હ્યુન્ડાઈથી લઈને ઓડી અને મર્સીડિઝ સહિતની કંપનીઓની કાર હવે મોંઘી થઈ ગઈ છે.
હીરો મોટોકોર્પે ઈલેક્ટ્રિક સ્કૂટર Vidaના ભાવ ઘટાડ્યા
હીરો મોટોકોર્પે તેના ઈલેક્ટ્રિક સ્કૂટર ‘વિડા’ના ભાવ ઘટાડ્યા છે. હીરોનું એન્ટ્રી-લેવલનું Vida V1 Plus સ્કૂટર 25,000 રૂપિયા સસ્તું થયું છે, એટલે આ સ્કૂટર ખરીદવા માટે હવે તમારે 1.20 લાખ રૂપિયા ખર્ચવા પડશે. હીરોના ટોપ-વેરિયન્ટ Vida V1 Pro ની કિંમત 19,000 રૂપિયા ઘટી ગઈ છે, એટલે હવે તમારે આ સ્કૂટર માટે રૂ.1 લાખ 40 હજાર ખર્ચવા પડશે. આ કિંમતમાં પોર્ટેબલ ચાર્જર અને ફેમ-ટુ સબસિડી પણ સામેલ છે. હીરોના આ બંને સ્કૂટરમાં પ્રતિ કલાક 80 કિલોમીટરની સર્વોચ્ચ સ્પીડ મળે છે. સિંગલ ચાર્જમાં V1 Pro 165 કિલોમીટર જ્યારે V1 Plus 143 કિલોમીટર ભાગી શકે છે.
Published - May 8, 2023, 07:49 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો