ગ્લોબલ ઇન્ડેક્સ સર્વિસ પ્રોવાઇડર MSCIએ મે મહિના માટે અદાણી ગ્રૂપની બે કંપની અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના રેટિંગ ઘટાડ્યા છે. અદાણી ટોટલ ગેસનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવ્યું છે જ્યારે અદાણી ટ્રાન્સમિશનનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે.
MONEY9 GUJARATI: સોમવારે અદાણી ગ્રૂપના શેરોમાં 5 ન્યૂઝને કારણે અફરાતફરી જોવા મળી હતી. ગ્લોબલ ઇન્ડેક્સ સર્વિસ પ્રોવાઇડર MSCIએ મે મહિના માટે અદાણી ગ્રૂપની બે કંપની અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના રેટિંગ ઘટાડ્યા છે. અદાણી ટોટલ ગેસનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવ્યું છે જ્યારે અદાણી ટ્રાન્સમિશનનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે. આ ફેરફાર 11મેથી અમલી બનશે. આ સમાચાર બાદ સોમવારે બંને કંપનીઓના શેર 5 ટકાની લોઅર સર્કિટ સાથે બંધ રહ્યા હતા. અન્ય એક અહેવાલમાં, અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે તેનો મૂડી ખર્ચ ટાર્ગેટ 5.8 અબજ ડોલરથી ઘટાડીને 3.8 અબજ ડોલર કર્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝે તેના મૂડી ખર્ચમાં ત્રીજા ભાગનો ઘટાડો કર્યો છે. બીજા તરફ અદાણી એન્ટરપ્રાઇઝની રિપેમેન્ટ કેપેસિટીમાં સુધારો થયો છે કારણકે જાપાનની ત્રણ બેન્કોએ અદાણી ગ્રૂપને લોન આપવાનો ભરોસો આપ્યો છે. અન્ય એક ઘટનામાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આક્ષેપમાં તપાસનો દાયરો વ્યાપક બનાવ્યો છે.