MONEY9 GUJARATI: નવી નોકરી શરૂ કરતા મોટાભાગના યુવાનોને ખબર નથી હોતી કે ફોર્મ-16 શું છે અને તેનો ઉપયોગ શું છે… ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ભરવામાં ફોર્મ-16નો છે મહત્વનો રોલ. તમે જે કંપનીમાં કામ કરો છો તે કંપની તમને ફોર્મ-16 આપે છે. સામાન્ય રીતે, તમામ કર્મચારીઓને 15 જૂન સુધીમાં ફોર્મ-16 મળી જાય છે… જો તમને ફોર્મ-16 ન મળ્યું હોય, તો તમે એમ્પ્લોયર પાસેથી તેના વિશે જાણકારી મેળવી શકો છો…
ફોર્મ-16માં કર્મચારીને આપવામાં આવેલ પગાર, તેના તરફથી ક્લેમ કરાયેલ એગ્ઝેમ્પ્શન અને ડિડક્શનનો ઉલ્લેખ હોય છે. એટલું જ નહીં, તેમાં કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા સેલેરી પર કપવામાં આવેલા TDS એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સની માહિતી પણ હોય છે.. ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 203 અંતર્ગત કંપની તરફથી કર્મચારીને ફોર્મ-16 આપવું ફરજિયાત છે… ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવામાં આવે ત્યારે ફોર્મ-16માં આપેલી વિગતોને ITR ફોર્મના પ્રી-ફિલ્ડ ડેટા સાથે મેચ કરવી પડે છે… તે પછી, ઑફલાઈન મોડમાં ફોર્મ-16માંથી વિગતો લઈ ITR ફોર્મ ભરવામાં આવે છે…
ફોર્મ-16માં બે ભાગ હોય છે… ભાગ-A અને ભાગ-B… ભાગ-Aમાં એમ્પ્લોયર અને કર્મચારીનું નામ, સરનામું અને PAN સાથે એમ્પ્લોયરના TAN નંબર આપવામાં આવ્યો હોય છે… એમ્પોઈને આપવામાં આવેલો પગાર અને તેના પર કપાયેલા TDSની વિગતો છે. આ TDS એટલે કે ટેક્સ સરકારમાં જમા થાય છે…
ફોર્મ-16 ના ભાગ-Bમાં સેલેરી, એગ્ઝેમ્પ્શન, ડિડક્શન અને ટેક્સની પૂરી ડિટેલ હોય છે., આમાં ગ્રોસ સેલેરી, સેક્શન 10 અંતર્ગત એગ્ઝમ્પટ અલાઉન્સ જેવા કે HRA, સેક્શન 16 અંતર્ગત સ્ટેન્ડર્ડ ડિડક્શન, ચેપ્ટર VI-A અંતર્ગત આવનારા ડિડક્શન 80C, 80D અને ટેક્સની વિગતો સામેલ છે..
ફોર્મ 16 મેળવ્યા પછી, તમારે પહેલા તમારો PAN નંબર તપાસવો પડશે… જો ફોર્મ-16 માં PAN નંબર ખોટો છે, તો તમારા પગારમાંથી કાપવામાં આવેલ ટેક્સ એટલે કે TDS તમારા ફોર્મ 26AS માં દેખાશે નહીં… આવામાં તમે TDS ક્લેમ નહીં કરી શકો. તમારે ફોર્મ-16માં બીજી વસ્તુ એ તપાસવાની છે કે તમે એમ્પ્લોયરની સામે જે અલાઉન્સ એગ્ઝેમ્પ્શન માટે ક્લેમ કર્યું હતું, તે તમામ યોગ્ય રીતે ફોર્મ-16માં નોંધાયેલા છે કે નહીં… આ અલાઉન્સમાં હાઉસ રેન્ટ અલાઉન્સ(HRA) અને લીવ ટ્રાવેલ અલાઉન્સ (LTA) ખાસ સમાયેલા છે.. એ પણ જુઓ કે ડિડક્શન પણ ફોર્મ-16 માં યોગ્ય રીતે સમાવવામાં આવેલા હોય.. કંપનીનું નામ, સરનામું અને TAN ખાસ ક્રોસ-ચેક કરવું…
તમારે ફોર્મ-16 માં કાપવામાં આવેલ TDSની સરખામણી ફોર્મ 26AS અને એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) માં અપાયેલા ટેક્સ ડિડક્શન સાથે કરવાની હોય છે. જો કોઈ TDS છે જે તમારા ફોર્મ-16 માં દેખાઈ રહ્યું છે પરંતુ ફોર્મ 26AS માં નથી દેખાતો તો તમે TDS ક્લેમ નહીં કરી શકો. ફોર્મ 26AS એ એક પ્રકારની ટેક્સ પાસબુક છે…જેમાં PAN સાથે જમા કરાયેલા તમામ ટેક્સ વિશેની માહિતી હોય છે… એમ્પ્લોયર અને બેંક દ્વારા કાપવામાં આવેલા ટેક્સની સાથે, એડવાન્સ ટેક્સ અને સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ વિશેની માહિતી પણ હોય છે…
તમે આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ www.eportal.incometax.gov.in પરથી ફોર્મ 26AS ડાઉનલોડ કરી શકો છો… પોર્ટલમાં લોગ ઇન કર્યા પછી, તમારે ‘ઇ-ફાઇલ’ વિકલ્પ પર જવું પડશે.. જ્યાં ‘ઈન્કમ ટેક્સ રિટર્ન’ના વિકલ્પમાં તમને View Form 26AS વિકલ્પ જોવા મળશે. જેના પર ક્લિક કરવાથી ફોર્મ 26AS ડાઉનલોડ થઈ જશે… તેવી જ રીતે AISને ઈનકમ ટેક્સની વેબસાઇટ અથવા AIS એપ દ્વારા એક્સેસ કરી શકાય છે..
ઘણી વખત કર્મચારીના કેટલાક ડિડક્શન ફોર્મ-16માં દેખાતી નથી… તેના કારણે તેમનો ટીડીએસ વધુ કાપવામાં આવે છે… તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એમ્પ્લોયર,,કર્મચારી પાસેથી ઈન્વેસ્ટમેન્ટની વિગતો માંગે છે, ત્યારે કર્મચારી અમુક ડિડક્શનની ડિટેલ આપવાનું ભૂલી જાય છે અથવા તો ઈન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરી દીધા બાદ ઈન્વેસ્ટ કરે છે.. આવા ઈન્વેસ્ટમેન્ટની વિગતો ફોર્મ-16માં મેન્શન નથી થતી… આવા કિસ્સામાં, આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આ ઈન્વેસ્ટમેન્ટ પર ડિડક્શન લઈ શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો