MONEY9 GUJARATI: આજકાલ એક નવું ફ્રૉડ માર્કેટમાં આવ્યું છે. અને તે છે વર્ક ફ્રોમ હોમ ફ્રૉડ. જેમાં ઘરે બેઠા બેઠા કેટલાક વીડિયો લાઈક કરી કમાણી કરવાની ઑફર આપવામાં આવે છે. તો કોને ના ગમે ઘર છોડ્યા વિના માત્ર વીડિયો લાઈક કરીને પૈસા કમાવવાનું… અને જો કમાણી કરવી આટલી જ સરળ હોત, તો કદાચ કોઈ દેશ બેરોજગારીની સમસ્યા સામે આજે સંઘર્ષ કરતો જોવા જ ના મળત..
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે માત્ર જાન્યુઆરી મહિનામાં જ 30,000થી વધુ લોકો વર્ક ફ્રોમ હોમ છેતરપિંડીનો શિકાર બન્યા હતા અને તેમની સાથે કુલ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તેવી જ રીતે, ઓડિશામાં, પોલીસે નકલી જોબ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 5 રાજ્યોના 50,000 લોકોને નોકરીના નામે છેતરવામાં આવ્યા હતા.
આ છેતરપિંડીની પ્રથમ ચાલ હોય છે વિશ્વાસ જીતવો. એટલા માટે શરૂઆતમાં જ થોડી રકમ ચૂકવી દેવામાં આવે છે. પૈસા મળતાં જ લોકોનો વિશ્વાસ વધી જાય છે. પછી કહેવામાં આવે છે કે પ્રીમિયમ મેમ્બરશીપ લો, જેનાથી દર મહિને અથવા દરરોજ કમાણી થશે.. આ મેમ્બરશિપ માટે તમારે 5-10 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
પૈસા લીધા પછી જ્યારે પેમેન્ટનો વારો આવશે ત્યારે સિસ્ટમ અટકી જવાની વાર્તા કરશે.. આ વાત આગળ વધતી જાય છે અને પછી એક દિવસ નંબર સ્વીચ ઓફ થઈ જાય છે અથવા તમને બ્લોક કરી દેવામાં આવે છે, વાતચીત ઠપ્પ થઈ જાય છે અને તમારા પૈસા ચાઉં થઈ જાય છે.
આ કૌભાંડમાં લોકોનો સીધો જ વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર સંપર્ક કરવામાં આવે છે, પછી ટેલિગ્રામમાં ગ્રુપ બનાવવામાં આવે છે. સુંદર સપના બતાવી, તેમના ગ્રુપમાં સામેલ સભ્યોને તેમના મિત્રો અને પરિવારને ઉમેરવા માટે પણ કહેવામાં આવે છે અને નવા સભ્યોને લાવવા માટે કમિશન પણ આપવામાં આવે છે. આ વર્ક ફ્રોમ હોમ ઠગાઈના ઘણા નામ તમને મળશે જેમ કે ટાસ્ક.. કારણ કે દરેક સભ્યને એક કામ એટલે કે ટાસ્ક આપવામાં આવે છે જેમ કે વીડિયો લાઈક કરવાનું અથવા યૂટ્યૂબ ચેનલ લાઈક કરવાનું.. આ પ્રકારના સ્કેમ ક્રિપ્ટોના નામે પણ થઈ રહ્યા છે. ક્રિપ્ટો માઈનિંગના કામના બહાને લોકો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે..
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહો, અને કોઈ અજાણી વ્યક્તિ કે સાઈટ તમારો કોન્ટેક્ટ કરે છે તો એલર્ટ થઈ જાવ. વ્હોટ્સઅપ પર અજાણ્યા નંબરથી આવેલા કૉલને રીસિવ ના કરો.. આવી તમામ સતર્કતા રાખ્યા પછી પણ જો તમે ઠગાઈની જાળમાં ફસાઈ જાવ છો, પૈસા ગુમાવો છો તો તરત જ National cybercrime reporting portal – cybercrime.gov.in પર અથવા toll-free national helpline number 1930 પર ફરિયાદ કરો..
ફરિયાદની પ્રક્રિયા તો તમે જાણી લીધી પરંતુ શું તમે જાણો છો કે અજય જેવા લોકો આ પ્રકારના ફ્રૉડ કૉલનો શિકાર કેવી રીતે બની જાય છે? પોતાની એ આદતના કારણે જે ભૂલ તમે પણ કરતા હશો. શું તમે પણ ધ્યાન આપ્યું છે કે તમે તમારો ફોન નંબર કેટલી જગ્યાએ શેર કરો છો? શૉપિંગ પછી બિલિંગ કાઉન્ટર પર, રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ફિડબેક ફૉર્મમાં નંબર લખી દીધો, મૉલમાં ફરતા ફરતા સેલ્સમેને ફ્રી ક્રેડિટ કાર્ડ ઑફર કર્યું, તો આપી દીધો નંબર. આ ફોન નંબર જુદી-જુદી કંપનીઓ ખરીદે છે,, જેમના કૉલ સેન્ટર્સ તમને ક્યારેક લોન વેચે છે તો ક્યારેક ઘર તો ક્યારેક વર્ક ફ્રૉમ હોમ જેવા ફ્રૉડ આચરે છે..તો હવે પછી પબ્લિક પ્લેટફૉર્મ પર જ્યારે તમારી પાસે તમારો ફોન નંબર માંગવામાં આવે તો નમ્રતાથી ના કહી દો.કેમ કે તેમાં જ તમારી સુરક્ષા છે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો