MONEY9 GUJARATI: સુરતમાં FOSTTA (Federation Of Surat Textile Traders Association)ની છેલ્લા ઘણા સમયથી ચૂંટણી ન યોજાતા વેપારીઓ અને ડિરેક્ટરોમાં રોષ ફેલાયો છે.. ફોસ્ટાની ચૂંટણી યોજવાની માગ સાથે વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો. ફોસ્ટાની ઓફિસને તાળાબંધી કરી વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે ફોસ્ટાની ચૂંટણી અને અનેક રજૂઆત કરવા છતાં પ્રમુખે કોઇ પગલા લીધા નથી. વારંવારની રજૂઆત છતાં કોઇ ઉકેલ ન આવતા ધરણા કરવા પડી રહ્યાં છે. સાથે જ વેપારીઓએ માગ કરી છે છે ફોસ્ટની ચૂંટણી જલ્દી કરવામાં આવે. મહત્વનું છે કે છેલ્લા દસ વર્ષથી ફોસ્ટાની ચૂંટણી યોજાઇ નથી. જેથી વેપારીઓ ચૂંટણી યોજવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે..
Published - May 12, 2023, 02:12 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો