જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક ઓછી છતાં ખેડૂતોને કેમ નથી મળી રહ્યા ભાવ?
આ વખતે ઘઉં મોંઘા થવાના સમાચાર તમે સાંભળ્યા હશે...આ સ્થિતિને કારણે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાશે જ પરંતુ સાથે સાથે ખેડૂતોની મુશ્કેલી ય વધવાની છે...કેમકે માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા ઘટી છે જેથી તેમને પણ ભાવ ઓછા મળી રહ્યા છે...આ જોતાં જામનગરના ખેડૂતોએ સરકાર પાસે ટેકાના ભાવની માગ કરી છે..