MONEY9 GUJARATI: આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા, સરકાર દેશભરમાં હાઇવે બાંધકામને (Highway construction) પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે… Road Minister Nitin Gadkariએ અધિકારીઓને દરરોજ 40 કિમીના રસ્તાઓ બનાવવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું પરંતુ હાલમાં માત્ર 34 કિમી પ્રતિદિન રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે. સવાલ એ છે કે શું સરકાર છેલ્લા બે-ત્રણ વર્ષમાં હાઈવે કન્સ્ટ્રક્શન સંબંધિત લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સફળ રહી છે? ચાલુ નાણાકીય વર્ષ 2024 ના 9 મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધી સરકાર દ્વારા હાઇવે નિર્માણના લક્ષ્યાંકમાંથી કેટલો ભાગ હાંસલ કરવામાં આવ્યો છે? આ ક્ષેત્રને લગતી કંપનીઓના શેરનું મૂલ્યાંકન (Valuation of shares) કેવી રીતે થાય છે અને ચૂંટણી પહેલા આ શેરોમાં કેવી રણનીતિ બનાવવી જોઈએ? ચાલો સમજીએ…
જુલાઈ 2023માં સરકારે FY24 માટે હાઈવે બનાવવાનો લક્ષ્યાંક 12,500 kmથી વધારી 13,814 km કરી દીધો હતો.. એપ્રિલ 2023માં ધીમી શરૂઆત પછી મે અને જૂનમાં રોડ કન્સ્ટ્રક્શનમાં ઝડપ આવી. જેના કારણે લક્ષ્યને વધારવાનો નિર્ણય લેવાયો હતો.. કુલ 13,814 kmમાંથી National Highways Authority of India એટલે કે NHAIને 6,000 km, MoRTHને પણ 6,000 km અને National Highways & Infrastructure Development Corpને બાકીના 1,500-2,000 kmનો રોડ બનાવવાની જવાબદારી આપવામાં આવી છે..
હકીકતમાં, વધેલા લક્ષ્યાંક હેઠળ, સરકાર ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં માર્ગ નિર્માણને પ્રોત્સાહન આપવાનો ઇરાદો ધરાવે છે…જ્યાં જમીન સંપાદન અને ચૂકવણી સંબંધિત વિવાદોને કારણે ગયા વર્ષે કેટલાક હાઇવે પ્રોજેક્ટ અટકી પડ્યા હતા. MoRTH ડેટા દર્શાવે છે કે FY24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માર્ગ નિર્માણની ગતિમાં 9.4 ટકાનો વધારો થયો છે… એપ્રિલથી જૂન 2023 દરમિયાન લગભગ 2,150 કિલોમીટર લાંબા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1,966 કિલોમીટર લાંબા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા.
Road Ministryની અપેક્ષાઓથી વિપરીત, વિશ્લેષકો માને છે કે ગયા વર્ષની સરખામણીમાં FY24માં માર્ગ નિર્માણમાં મંદી રહેશે…ICRA Research અનુસાર, FY24માં રોડ સંબંધિત લગભગ 9,000 કિલોમીટરના પ્રોજેક્ટ્સ ફાળવવામાં આવશે. જે FY23માં 12000 કિલોમીટરની સરખામણીમાં 25 ટકા ઓછા હશે… હકીકતમાં, 2019ની સામાન્ય ચૂંટણી પહેલા, લગભગ 5,500 કિમી રોડ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યા હતા જે 2018માં 17,000 કિમી કરતા ઘણા ઓછા હતા… FY23માં, સરકારે લગભગ 10,993 કિમી national highways બનાવ્યા જ્યારે લક્ષ્યાંક 12,500 કિમીનો હતો. FY21માં કોરોના સંબંધિત પડકારો વચ્ચે સરકારે 13,327 કિમી હાઇવેનું નિર્માણ કર્યું, જે અત્યાર સુધીનું રેકોર્ડ સ્તર છે…પરંતુ છેલ્લા બે વર્ષથી, MoRTH સતત તેના હાઇવે નિર્માણ લક્ષ્યને ચૂકી રહ્યું છે.
Road ministryના અધિકારીઓ દ્વારા 6 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ મુજબ, FY24માં 14,000 કિલોમીટરના રોડ પ્રોજેક્ટની ફાળવણીનું લક્ષ્ય હાંસલ કરવાનો સરકાર પાસે બહુ ઓછો અવકાશ છે… Road ministryના આંકડા દર્શાવે છે કે નવેમ્બર 2023 સુધીમાં માત્ર 2,815 કિ.મી. લાંબા હાઇવે પ્રોજેક્ટ્સ ફાળવવામાં આવ્યા હતા,, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 5,382 કિમીના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, અધિકારીઓના જણાવ્યા મુજબ, 13,814 કિમીના હાઇવે નિર્માણના લક્ષ્યને હાંસલ કરવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે… ડિસેમ્બર 2023 સુધી એટલે કે નાણાકીય વર્ષ 23ના પ્રથમ 9 મહિનામાં માત્ર 6,217 કિમી નવા હાઈવે જ બની શક્યા છે, જે સમગ્ર નાણાકીય વર્ષના લક્ષ્યાંકનો માત્ર અડધો હિસ્સો 45 ટકા છે.
રેટિંગ એજન્સી ICRAના અહેવાલ મુજબ, સામાન્ય રીતે નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં હાઇવે ઓર્ડરની ફાળવણી ધીમી પડી જાય છે… અને ચૂંટણી પહેલા તો સાવ ઘટી જાય છે જ્યારે આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે… એવો અંદાજ છે કે માત્ર આખા નાણાકીય વર્ષમાં લગભગ 10,000 કિમી હાઇવે બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં મહત્વનો પ્રશ્ન એ છે કે રોડ કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓના શેરોએ કેવી રીતે રિટર્ન આપ્યું છે અને તેમનું વેલ્યુએશન કેવું છે?
છેલ્લા 6-12 મહિનામાં, GR ઇન્ફ્રા સિવાય, આ સેક્ટરની મોટાભાગની કંપનીઓએ પૉઝિટિવ રિટર્ન આપ્યું છે…પરંતુ PE વેલ્યુએશન એટલે કે પ્રાઈસ ટૂ અર્નિગ્સ મલ્ટીપલ સસ્તા છે…અશોકા બિલ્ડકોન 1 વર્ષમાં લગભગ 80% વધ્યા પછી પણ સમગ્ર સેક્ટરમાં સૌથી સસ્તો શેર છે… જ્યારે દિલીપ બિલ્ડકોન સૌથી મોંઘો છે. શેરબજારના નિષ્ણાત સંતોષ સિંઘનું માનવું છે કે આ કંપનીઓના વેલ્યુએશન ઊંચા નથી કારણ કે આ શેરોની ઓર્ડર બુક મજબૂત છે. જોવાનું એ રહે છે કે કઈ કંપની દ્વારા કેટલી લોન લેવામાં આવી છે.
મોદી સરકારે 2017માં મહત્વાકાંક્ષી ભારતમાલા પ્રોગ્રામનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. આ અંતર્ગત સરકારે 2024 સુધીમાં 34,800 કિમીના હાઈવે બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું.. જે economic corridors, manufacturing hubs અને border એન્ડ coastal areasમાંથી પસાર થવાનો હતો. જો કે, આ પ્રોજેક્ટ્સ નોંધપાત્ર વિલંબ સાથે ચાલી રહ્યા છે અને હવે 2027-28 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
ભારતમાલા પ્રોગ્રામ હેઠળ, અત્યાર સુધીમાં 27,384 કિમીના નવા હાઈવે પ્રોજેક્ટ્સના નિર્માણ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે, જેમાંથી 15,045 કિમીનું બાંધકામ થઈ ગયું છે જ્યારે લગભગ 8,000 કિમીના પ્રોજેક્ટ્સના ઓર્ડર હજુ સુધી આપવામાં આવ્યા નથી.
EPC એટલે કે એન્જીનિયરિંગ, પ્રિક્યોરમેન્ટ, અને કન્સ્ટ્ર્ક્શન મૉડલને બદલે સરકાર હવે હાઇબ્રિડ એન્યુટી મૉડલ એટલે કે HAM મૉડલ હેઠળ વધુને વધુ પ્રોજેક્ટ ફાળવવાનું આયોજન કરી રહી છે. EPC મૉડલ હેઠળ, સરકાર સમગ્ર પ્રોજેક્ટને ફંડિંગ કરે છે.. જ્યારે HAM મૉડલ હેઠળ, સરકાર કુલ પ્રોજેક્ટ ખર્ચના 40 ટકા રોકાણ કરે છે જ્યારે ડેવલપર 60 ટકા રોકાણ કરે છે.
સંતોષ સિંહના મતે, વ્યક્તિએ આગામી 1.5-2 વર્ષ માટે ઓર્ડર બુક ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. રોડ સેક્ટરમાં KNR કન્સ્ટ્રક્શનને 350થી 400 રુપિયામાં ખરીદી શકાય છે અને HG ઇન્ફ્રાને 1800 રુપિયાના લક્ષ્યાંક સાથે 1-1.5 વર્ષના દ્રષ્ટિકોણથી ખરીદી શકાય છે..
એકંદરે, ચૂંટણી પહેલા રોડ કન્સ્ટ્ર્ક્શનને લગતી પ્રવૃત્તિઓમાં મંદી આવી શકે છે, જેના કારણે આ ક્ષેત્રના શેરમાં વધઘટ થઈ શકે છે. જો કે, આ ક્ષેત્રની મોટાભાગની કંપનીઓના વેલ્યુએશન સારા છે, તેથી પસંદગીની કંપનીઓના શેરોમાં લાબાં ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણની તકો જોઈ શકાય છે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો