Money9 Gujarati:
10 મે, શુક્રવારના રોજ સપ્તાહના છેલ્લા દિવસે Sensex 260 પોઈન્ટ્સ (0.36 ટકા) વધીને 72,664.47એ બંધ રહ્યો જ્યારે Nifty50 index 97.7 પોઈન્ટ્સ (0.45 ટકા) વધીને 22,055.20ના લેવલે બંધ રહ્યો હતો. 6 મેથી 10 મે વચ્ચેનું આ સપ્તાહ શેરબજાર માટે ભારે ઉતારચઢાવભર્યું રહ્યું હતું. નિફ્ટીએ 22,000નું લેવલ તોડ્યું હતું જ્યારે વોલેટિલિટી ઈન્ડેક્સમાં સતત વધારો નોંધાયો હતો. FII વેચવાલ રહ્યાં હતા અને DII લેવાલ રહ્યાં હતા.
સપ્તાહના પ્રથમ દિવસે સ્મોલ અને મિડકેપમાં સારો એવો ઘટાડો થયો હતો અને પ્રોફિટ બૂકિંગના સંકેત મળ્યા હતા. વોલેટાલિટી ઈન્ડેક્સ (Indian VIX) 15 ટકા વધી ગયો હતો. FIIએ 2,168.75 કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો જ્યારે DIIએ 781.39 કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હતો.
બીજા દિવસે, 7 મેના રોજ, પણ બજારમાં ઘટાડાતરફી માહોલ રહ્યો હતો અને મિડકેપ્ટ તૂટ્યા હતા. રિયલ્ટી સ્ટોક્સમાં અને મેટલ સ્ટોક્સમાં પણ પ્રોફિટ બૂકિંગ થયું હતું. VIX ફરી ઉપર રહ્યો હતો. FIIએ 3,669 કરોડ રૂપિયા (13,727-17,396)નો માલ વેચ્યો જ્યારે DIIએ 2,304 (13,202-10,898) કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હતો.
8 મે, બુધવારના રોજ બજાર ફ્લેટ બંધ રહ્યા હતા પણ VIX 17ના લેવલને ક્રોસ થઈ ગયો હતો. જોકે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. આ દિવસે પણ FIIએ 6,669 કરોડ રૂપિયાની સારી એવી વેચવાલી કરી હતી જ્યારે DIIએ 5,928 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.
9 મેના રોજ ગુરુવારે તો બજારે ભારે ગભરાટ ફેલાવ્યો હતો. નિફ્ટી 22,000ની નીટે જતો રહ્યો હતો અને સેન્સેક્સમાં 1,100 પોઈન્ટ્સનું ગાબડું પડ્યું હતું. મિડ કેપ્સ તો 2 ટકાથી પણ વધારે તૂટ્યા હતા. સતત 11મા દિવસે VIX વધ્યો હતો અને 6.6 ટકાથી પણ વધુ ઉછળીને 18ના લેવલને ક્રોસ કરી રહ્યો હતો. HDFC Bank, L&T, RIL, ITC, Asian Paints, Bajaj Finance સહિતના શેર્સમાં ઘટાડો થયો હતો.
સપ્તાહના અંતિમ દિવસે, 10 મેના રોજ બજારમાં થોડી રિકવરી થઈ હતી અને બજારો 0.5 ટકા સુધી વધીને બંધ રહ્યાં હતા. FIIએ 2,117 (11,603-13,720) કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો જ્યારે DIIએ 2,710 (10,678-7,968) કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો