• ખરીદ્યા વગર જ ચલાવો કાર

    આજકાલ ઘણા લોકો નૉન ઓનરશિપના વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યા છે.. કાર લીઝિંગ પણ આમાંથી એક છે... કાર લીઝિંગ એ પણ ભાડા જેવું છે, જ્યાં તમને કારનો ઉપયોગ કરવાનો અધિકાર મળે છે. તો કાર ખરીદવી કે કાર લીઝ પર લેવી? કયો વિકલ્પ તમારા માટે રહેશે યોગ્ય? આવો સમજીએ.

  • આ કાર્ડ કરાવશે તમને બચત!

    ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ એક એવું કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ છે જે ઓઇલ કંપનીઓ અને બેંકો દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવે છે... આ કાર્ડ્સ સાથે ગ્રાહકને ફ્યુઅલ સરચાર્જ માફી, કેશબેક, રિવૉર્ડ પૉઈન્ટ, કો-બ્રાંડેડ બેનિફિટ્સ જેવા ઘણા લાભ મળે છે.

  • આ શૉપિંગ કરાવશે ફાયદો!

    થ્રીફ્ટ સ્ટોરમાંથી શૉપિંગનો ટ્રેન્ડ ભારતમાં પણ વધી રહ્યો છે. અહીંથી જો થોડી સમજદારી અને સતર્કતાથી શૉપિંગ કરવામાં આવે તો તે તમારા પૈસા બચાવવામાં મદદ કરી શકે છે. અહીંથી ઓછી કિંમતે તમે સારી અને બ્રાન્ડેડ વસ્તુઓ મેળવી શકો છો.

  • ઘરની સફાઈનાં સ્માર્ટ મશીનોની માહિતી

    ઘરને સ્વચ્છ રાખવા માટે ઘણા પ્રકારનાં ઉપકરણો ઉપલબ્ધ છે. આ મશીનો કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત કેટલી હોય છે તે સમજીએ...

  • ઈ-કોમર્સ માર્કેટના બદલાશે રંગરૂપ!

    સરકારે ઈ-કોમર્સ પોલિસીના તૈયાર કરેલા ડ્રાફ્ટના અમલીકરણની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે સમાન નિયમો બનાવવામાં આવ્યા છે… જે નિયમો એમેઝોનને લાગુ પડશે, એ જ નિયમો ભારતીય ઈ-કોમર્સ કંપનીઓને પણ લાગુ પડશે. અને આ નિયમો ગ્રાહકો માટે હશે ફાયદાકારક.. તો સરકારનો આ ડ્રાફ્ટ કેવો છે આવો જાણીએ.

  • સર્વિસ ચાર્જ અંગે શું છે નિયમ?

    સર્વિસ ચાર્જ લેવો ગેરકાનૂની નથી. સર્વિસ ચાર્જ એ એક ડિસ્ક્રિશનરી ચાર્જ છે એટલે કે સર્વિસ ચાર્જ આપવો કે નહીં તે ગ્રાહકની મનસૂફી પર આધાર રાખે છે. ગ્રાહકોની બાબતના મંત્રાલયના સચિવ રોહિત કુમારે નોઇડાની ઘટના બાદ એક નોટિસ જારી કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે, સર્વિસ ચાર્જ એ એક ડિસ્ક્રિશનરી ચાર્જ છે

  • શું છુપાયેલું છે ક્રેડિટ કાર્ડ બિલમાં?

    ક્રેડિટ કાર્ડ શોર્ટ ટર્મ ક્રેડિટ એટલે કે લોન આપે છે. તમારા ખાતામાં પૈસા હોય કે ન હોય, તમે કાર્ડની ક્રેડિટ લિમિટ દ્વારા ખર્ચ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ લોન છે તો તે પરત કરવી પડશે, માટે તેનું પેમેન્ટ કેવી રીતે અને ક્યારે કરવું તે સમજી લો, નહીં તો ભારે વ્યાજ વસૂલવામાં આવશે.

  • આ શૉપિંગમાં થશે ફાયદો!

    ફેક્ટરી આઉટલેટ મૉલ્સ એવા ખાસ મૉલ્સ છે જ્યાં વિવિધ બ્રાન્ડના ફેક્ટરી આઉટલેટ્સ હોય છે. ફેક્ટરી આઉટલેટ એ એવી દુકાન છે જ્યાં ફેક્ટરી એટલે કે મેન્યુફ્રેક્ચરરનો આઉટ ઑફ ડેટ અથવા સરપ્લસ સ્ટોક ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કંપનીઓ ફેક્ટરી આઉટલેટ પર તેમનો એક્સેસ સ્ટોક વેચે છે.

  • કેશબેક ક્રેડિટ કાર્ડથી શું ફાયદો થાય?

    સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડમાં વધારે ખર્ચ કરવા પર રિવોર્ડ પોઇન્ટ અને ડિસ્કાઉન્ટ વગેરે મળે છે. પરંતુ કેશબેક ક્રેડિટ કાર્ડમાં ઇ-શોપિંગ વેબસાઇટ પર દરેક ખર્ચની સાથે કેશબેક મળે છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઇ-શોપિંગ કંપનીઓ સાથે ટાઇ-અપ કરે છે.

  • આવી રીતે સમજો સેલનો ખેલ

    ઓનલાઈન શોપિંગમાં સેલના નામે ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે. કંપનીઓ પ્રોડક્ટની કિંમત યથાવત્ રાખીને કે પછી કિંમતમાં નજીવો વધારો કે ઘટાડો કરી સેલનું લેબલ લગાવે છે. સેલના નામે લોકોને ખરીદી માટે ખેંચી લાવવાનો ખેલ ચાલતો હોય છે. કેવી રીતે ? સમજો આ રિપોર્ટમાં