• ઘર ચાલે એટલું પણ નથી કમાતા?

    મની9ના સૌથી મોટા સર્વેમાં કેટલીક રસપ્રદ વાત પણ સામે આવી છે. ભારતમાં એવા કેટલા પરિવાર છે જે ઘર ચલાવવામાં પણ સંઘર્ષ કરે છે. એટલેકે ઘર ચલાવવા જેટલું પણ નથી કમાતા.

  • 5 વર્ષમાં ભારતીય પરિવારોની આર્થિક સ્થિતિ

    મની9ના દેશવ્યાપી સર્વેમાં કેટલીક ચોંકાવનારી વાત બહાર આવી છે. સર્વે અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય પરિવારોની આર્થિક સ્થિતિ કેવી રહી તેની પર નજર કરીએ તો 54 ટકા લોકોએ કહ્યું કે તેમની સ્થિતિમાં કોઇ ફેર નથી પડ્યો.

  • ભારતના કેટલા પરિવાર બચત કરે છે?

    સર્વે અનુસાર 2022માં 70 ટકા લોકો બચત કરતા હતા. જ્યારે 2023માં આ આંકડો વધીને 88 ટકાએ પહોંચ્યો છે. 2022માં 30 ટકા લોકો બચત નહોતા કરતા. જ્યારે 2023માં બચત ન કરનારા લોકોની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે.

  • બચત માટે કયા વિકલ્પ પસંદ કરે છે?

    મની9નો સર્વે દર્શાવે છે કે 2023માં બચત માટે લોકોની ફેવરિટ જગ્યા છે બેંક. બેંકમાં 77 ટકા લોકો પોતાની મૂડી રાખે છે.

  • કેટલા પરિવારોએ બચત તોડી

    મની9નો સર્વે દર્શાવે છે કે 2023માં દેશના 67 ટકા લોકોએ પોતાની બચતને તોડી નાંખી છે. જ્યારે 33 ટકા લોકોને બચત તોડવાની જરૂર નથી પડી. એટલે કે મોટી સંખ્યામાં લોકોને ખર્ચને પહોંચી વળવા માટે બચત તોડવાનો વારો આવ્યો છે.

  • 67 ટકા પરિવારોએ બચત કેમ તોડી?

    દેશના લોકોએ પોતાની બચત કેમ તોડી તેના કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે. મની9ના સર્વે અનુસાર દેશના 22.3 ટકા લોકોને બીમારીની સારવાર પાછળ બચત તોડી પડી છે.

  • કેટલા પરિવાર સૌથી વધુ સોનું ધરાવે છે?

    મની9ના સર્વેમાં કયા શહેરના કેટલા પરિવાર સૌથી વધુ સોનું ધરાવે છે તેની માહિતી પણ મળી છે. દેશમાં બેંગાલુરુમાં 69 ટકા લોકો સોનું રાખવામાં મોખરે છે. બીજા નંબરે 66 ટકા સાથે તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.

  • સૌથી વધુ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારા કયા

    કયા શહેરના લોકો સૌથી વધુ ઇન્સ્યોરન્સ ખરીદે છે. તે અંગે પણ રસપ્રદ માહિતી સામે આવી છે. સર્વે અનુસાર મદુરાઇના 84 ટકા પરિવાર વીમો ખરીદે છે. બીજા નંબરે 79 ટકા સાથે મહારાષ્ટ્રના અમરાવતીના લોકો આવે છે. આ યાદીમાં ત્રીજા ક્રમે પણ મહારાષ્ટ્ર જ છે.

  • કેટલા ટકા ભારતીય પરિવાર રોકાણ કરે છે?

    મની9ના સર્વે અનુસાર દેશમાં 24 ટકા પરિવાર એવા છે જે કોઇને કોઇ સ્વરૂપે રોકાણ કરે છે. 2022માં આ આંકડો 22 ટકા હતો. એટલે કે રોકાણ કરનારાની સંખ્યા 2 ટકા વધી છે. બીજી તરફ રોકાણ નથી કરતા તેવા લોકોની સંખ્યા 2022ના 78 ટકાથી ઘટીને 76 ટકા થઇ છે.

  • ભારતીયો ક્યાં રોકાણ કરવાનું પસંદ કરે છે?

    2023માં સૌથી વધુ 17 ટકા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે. 10 ટકા લોકોની પસંદ મ્યુચ્યુઅલ ફંડ છે. જ્યારે શેર બજાર અને યુલિપમાં 9-9 ટકા લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે.