• કેટલી જોખમી છે આ લોન?

    બેંકો અને NBFCએ બિઝનેસ અને આવક વધારવા માટે અનસિક્યોર્ડ લોનનું આડેધડ વિતરણ કર્યું... આનાથી ધંધામાં વધારો તો થયો પરંતુ જોખમો પણ ઉભા થયા... તેને રોકવા માટે RBIને પોતે જ કડક થઈ અનસિકોર્ડ લોન પર લગામ કસવી પડી... આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે અનસિક્યોર્ડ લોન શું છે... તેને શા માટે ટાળવી જોઈએ અને RBIના નિર્ણયની તમારા પર શું અસર પડશે...

  • સમજી વિચારીને કરો હેલ્થ વીમાને રિન્યૂ

    હેલ્થ વીમા પૉલિસીને ચાલુ રાખવા માટે, તેને સમયાંતરે પ્રીમિયમ ભરીને રિન્યુ કરાવવું પડે છે. જ્યારે તમે પોલિસી રિન્યૂ કરો છો, ત્યારે તેને રિવ્યૂ કરવી ખૂબ જ જરૂરી છે. તમારા પરિવારની હેલ્થકેર અંગેની જરૂરિયાતો બદલાઈ શકે છે.

  • આ એગ્રી વેબસાઇટ છે એક છેતરામણી જાળ

    પોતે પણ રોકાણ કરો અને બીજા પાસે પણ કરાવો..આવા વાયદા કરીને જો તમને કમાણીની તકો આપવામાં આવી રહી છે તો સાવધાન થઇ જજો. એક વેબસાઇટ આ રીતે લોકોને ઠગી રહી છે. આવી નકલી સ્કીમથી સચેત રહેવા માટે જુઓ આ વીડિયો.

  • ફોન ખોવાય તો બચો મોટા નુકસાનથી

    સાયબર છેતરપિંડી કરનારાઓએ UPIને તેમના સ્કેમનું પ્રિય માધ્યમ બનાવ્યું છે. જો તમારો ફોન ચોરાઈ ગયો છે, તો સાયબર ઠગ્સ દ્વારા તમારી સાથે UPI ફ્રૉડ કરવાના ચાન્સિસ વધી જાય છે. તેવી જ રીતે, જો ડિજિટલ વોલેટમાં પૈસા હોય, તો ચોર સરળતાથી તેનાથી શૉપિંગ કે પેમેન્ટ કરી શકે છે. બેંકિંગ એપમાં તમારી બેંક સંબંધિત ડિટેલ્સ હોય છે. જો તે ડેટા સાયબર ઠગ્સને મળી જાય, તો ભવિષ્યમાં તમારી સાથે મોટું સાયબર ફ્રૉડ થઈ શકે છે.

  • લોન માફીના નામે ઠગાઇથી કેવી રીતે બચશો?

    નકલી એન્ટિટી અને સાયબર ઠગ લોકોને ફોન કરીને તેમને લોન માફ કરવાના ખોટા સપના બતાવે છે. તેમની જાળમાં માત્ર લોકો જ નહીં નાના વેપારીઓ પણ ફસાઈ રહ્યા છે. આ સાયબર ઠગ પોતાને બેંકના પ્રતિનિધિ કહે છે.

  • ડિજિટલ અરેસ્ટ સ્કેમ શું છે?

    ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં કાયદાનો ડર બતાવીને અને કાયદાકીય કાર્યવાહીનો ભય ઉભો કરીને લોકોને છેતરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યારે ડિજિટલ ધરપકડ સંબંધિત કોઈ કાયદો નથી

  • 2024માં ન કરશો આ ભૂલ!

    2022માં 2296 કરોડ રૂપિયાનો ઓનલાઈન ફાઇનાન્સિયલ ફ્રોડ થયો અને 2023માં તેનું કદ વધીને 5574 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. 2023માં થયેલો 5574 કરોડ રૂપિયાનો ફ્રોડ 2024માં ક્યાંક અઢી ગણો વધી ન જાય. એટલે ગયા વર્ષે લોકોએ જે ભૂલો કરી, એવી ભૂલો જેનો સાયબર ઠગોએ ફાયદો ઉઠાવ્યો. તમે તે ભૂલો કરવાથી બચો.

  • મેમ્બરશિપ નહીં આ સ્કેમ છે

    સ્ટ્રેટેજી ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ભારતમાં 2023 દરમિયાન 400થી વધુ નવી મલ્ટિ-લેવલ માર્કેટિંગ પિરામિડ સ્કીમ લોન્ચ થઇ છે. આવી કંપનીઓ ઓછી આવક ધરાવતા રોકાણકારોને ઓછા સમયમાં ઉંચા રિટર્નની ઓફર કરીને આકર્ષે છે.

  • સહેલાઇથી મળતી આ લોન લેવી પડશે ભારે

    ભારતમાં ડિજિટલ લેન્ડિંગ માર્કેટ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં 92,848 કરોડ રૂપિયાની ડિજિટલ લોન આપવામાં આવી હતી. Gen Z ડિજિટલ લોન લેવામાં મોખરે છે. પરંતુ ડિજિટલ લોન લેતા પહેલા તમારે તેના વિશે સારી રીતે જાણી લેવું જોઈએ

  • Pig butchering scam શું છે?

    આ એક ક્રિપ્ટો કૌભાંડ છે જેની સાથે રોમાંસનું એલિમેન્ટ જોડાયેલું છે. તેથી તેને રોમાન્સ સ્કેમ પણ કહેવામાં આવે છે. સ્કેમર તમને નિર્દોષ મેસેજ મોકલે છે અને પછી ધીમે ધીમે રોમેન્ટિક રિલેશનશીપ શરૂ કરવાનો પ્રયાસ કરે છે.