• લોનની EMI ન ચૂકવીએ તો શું થાય?

    પ્રથમ EMI ચૂકી જવાય, તો બેંક ફોન કૉલ, મેસેજ અથવા ઈ-મેલ દ્વારા રિમાઇન્ડર મોકલે છે અને હપ્તો ચૂકવવાનું કહે છે. જો EMI ભરવામાં વિલંબ થાય છે, તો દંડ એટલે કે પેનલ્ટી ભરવી પડે છે. દંડ સામાન્ય રીતે EMIની રકમનો 1 થી 2 ટકા હોય છે

  • વૉઇસ ક્લોનિંગ સ્કેમથી કેવી રીતે બચશો?

    સાયબર ઠગ AI દ્વારા તમને લૂંટી રહ્યા છે. તેઓ AI બેઝ્ડ ડીપફેક ટેક્નોલોજી દ્વારા લોકોના અવાજ, ચહેરા વગેરેની નકલ કરી તેમના મિત્રો, પરિચિતો અથવા પરિવારના સભ્યોને લૂંટી રહ્યા છે.

  • KYCનો દુરુપયોગ થતો અટકાવવા માટે શું કરવુ

    KYCની પ્રક્રિયામાં કસ્ટમર પાસેથી તેનું એડ્રેસ પ્રૂફ અને આઇડેન્ટિટી પ્રુફ માંગવામાં આવે છે જેથી બેંક અથવા તો જે સંસ્થા તમને લોન આપી રહી છે તે એ સુનિશ્ચિત કરી શકે કે જે કસ્ટમરને લોન આપવામાં આવી રહી છે તે કોણ છે.

  • Key Fact Statement જાણવું કેમ જરૂરી છે?

    આ એક પાનાનો ડોક્યુમેન્ટ હોય છે જેને તમે સરળતાથી વાંચીને લોનનો ઇન્ટરેસ્ટ રેટ, લોનનો સમયગાળો, પ્રોસેસિંગ ફી, ફોરક્લોઝર ચાર્જિસ અને Late payment fee સહિત બધા ચાર્જિસ અને ફી અંગે જાણી શકો છો.

  • ક્વિક લોન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું?

    instant personal loan લેતા પહેલા લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોને સારીરીતે સમજી લો. ડિજિટલ પ્લેટફોર્મ પર મળનારી લોનનો Interest Rate, Processing Fee અને અન્ય ચાર્જ પર ધ્યાન આપો.

  • કંપનીમાંથી PF આવી રહ્યો છે કે નહીં?

    20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે

  • શું છે Chakshu?

    સરકારે સામાન્ય લોકોને સાયબર અપરાધ અને ઠગાઇથી બચાવવા માટે Chakshu (ચક્ષુ) નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. સાયબર ઠગો જો કોલ કે સોશિયલ સાઇટ દ્વારા તમને છેતરી રહ્યા છે કે બ્લેકમેઇલ કરી રહ્યા છે તો તેની ફરિયાદ ચક્ષુ પ્લેટફોર્મ પર કરો. જેનાથી તમે ઠગાઇથી બચી જશો

  • SMS નથી આ ફ્રોડ છે!

    SMS દ્વારા થતા ફ્રોડનું નામ છે Smishing. આમાં આવે છે ફ્રોડ SMS, જે તમને લિંક પર ક્લિક કરવા માટે ક્યારેક આકર્ષક ઑફર આપે છે તો ક્યારેક બેંકની ઇન્ક્વાયરી આવશે કે ઇનકમ ટેક્સની નોટિસ આવશે તેવી બીક બતાવે છે

  • શું છે Account takeover fraud?

    Account takeover fraudનો અર્થ એ છે કે કોઈએ તમારું Bank Account ટેક ઓવર કર્યું અને પછી તેમાં રહેલા તમામ પૈસા ઉડાવી લીધા.

  • ડાર્ક પેટર્નથી બચવા શું કરશો?

    ડાર્ક પેટર્નનો ઉપયોગ ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વધતી જતી ટેક્નોલોજીના યુગમાં, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ગ્રાહકોના ખરીદીના નિર્ણયો અને વર્તનને પ્રભાવિત કરવા માટે ડાર્ક પેટર્ન દ્વારા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે