Money9: સમીર અને તેના કલિગ વિક્રમે એક BNPL એટલે કે Buy Now Pay Later કંપની પાસે અલગ-અલગ લોન માટે એપ્લાય કર્યું. બન્નેએ 3.5 લાખ રૂપિયાની લોન માટે ફર્સ્ટ લોસ ડિફોલ્ટ ગેરંટી એટલે કે FLDG વ્યવસ્થા હેઠળ અરજી કરી. સમીર અને વિક્રમ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે અને તેમની કોઇ ક્રેડિટ હિસ્ટ્રી નથી.
એક તરફ સમીરની લોન એપ્રુવ થઇ ગઇ તો બીજી બાજુ વિક્રમ સાથે આવુ ન થયું. જ્યારે વિક્રમને ખબર પડી તો તે પરેશાન થઇ ગયો, વિચારમાં પડ્યો કે સમીરની લોન એપ્રુવ થઇ, પણ તેની કેમ ન થઇ? જો તમારી સ્થિતિ પણ વિક્રમ જેવી છે તો આ રિપોર્ટ તમારા માટે છે…આને ધ્યાનથી જુઓ.
જો કે સમીર અને વિક્રમ બન્ને પહેલીવાર લોન લઇ રહ્યા હતા, સામાન્ય રીતે એવા કસ્ટમર જેમની કોઇ જુની ક્રેડિટ હિસ્ટ્રી નથી હોતી તેમાંથી બધાની લોન એપ્રુવ નથી થતી. આવું એટલા માટે થાય છે કારણ કે RBIએ હાલમાં જ FLDGના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારોના કારણે BNPL કંપનીઓએ પોતાની લોન અંડરરાઇટિંગ પ્રોસેસને કડક કરી દીધી છે. એટલે કે લોન આપતા પહેલા આવક, પ્રોપર્ટી વગેરેની માહિતી વેરિફાઇ કરવાની પ્રક્રિયામાં કડકાઇ કરવામાં આવી રહી છે.
એટલે અહીં એ સમજવું જરૂરી છે કે RBIએ કેવા નિયમો લાગુ કર્યા છે. આ સવાલનો જવાબ જાણતા પહેલા આપણે FLDG મોડલને સમજવું પડશે.
FLDG કોઇ બેંક કે નોન બેંકિંગ ફાઇનાન્સ કંપની એટલે કે NBFC અને ફિનટેક કંપની વચ્ચે થતી સમજૂતી છે. આ સમજૂતી હેઠળ લોન લેનાર વ્યક્તિ જો પેમેન્ટમાં ડિફોલ્ટ કરે છે તો ફિનટેક કંપની લોન એમાઉન્ટનો એક ચોક્કસ હિસ્સો પોતાના તરફથી ભરે છે. હવે RBIની નવી ગાઇડલાઇન્સ હેઠળ ફિનટેક કંપનીએ આખી લોનનો ફક્ત 5 ટકા હિસ્સો જ પોતાની તરફથી ભરવો પડશે. માની લો કે કોઇ વ્યક્તિએ 2 લાખ રૂપિયાની લોન લીધી, અને તે લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યો તો ફિનટેક કંપની કે BNPL કંપનીએ 2 લાખ રૂપિયાના ફક્ત 5 ટકા એટલે કે 10,000 રૂપિયા જ બેંક કે એનબીએફસીને ચૂકવવા પડશે.
જો કે RBIની નવી ગાઇડલાઇન્સ આવતા પહેલા આવું ન હતું. ત્યારે ફિનટેક કંપનીઓ પર પૂરી લોન ભરવાની જવાબદારી રહેતી હતી. એટલે કે આ 2 લાખ રૂપિયાની લોન પર તેમને બેંક કે એનબીએફસીને પૂરા 2 લાખ રૂપિયા આપવાના થાત.
હવે સમજીએ કે આ બધાનું શું મહત્વ છે?
જો ફિનટેક કંપની લોન એમાઉન્ટના માત્ર 5 ટકા પોતાના ખિસ્સામાંથી આપશે તો તેનાથી બેંક કે એનબીએફસીની લોન આપવાની જોખમ લેવાની ક્ષમતા પર અસર પડશે. એટલે કે લોન આપવાની પ્રક્રિયામાં ફિલ્ટર થશે. જેનો અર્થ એ છે કે જો તમે લોન માટે અરજી કરી રહ્યા છો અને તમારી કોઇ ક્રેડિટ હિસ્ટ્રી નથી તો કદાચ તમને પર્સનલ કે બિઝનેસ લોન ન મળે.
તેનો અર્થ એ પણ છે કે લોન અરજી કરનારા લોકો જેમની ક્રેડિટ હિસ્ટ્રી સારી છે તેમને લોન મળવાના ચાન્સિસ વધારે છે.
આ અંગે એજ્યુકેશન પ્લેટફોર્મ પ્રોપેલ્ડના – ડેટ એન્ડ લેન્ડિંગ એલાયન્સિસ હેડ નિકુંજ અગ્રવાલનું કહેવું છે કે 5 ટકા કેપિંગથી BNPL કે FinTech કંપનીઓ હાયર-ક્વોલિટી એટલે કે સારી શાખવાળા કસ્ટમર્સને ટાર્ગેટ કરવાના હેતુથી એક સારા એપ્રોચ પર ધ્યાન આપવા માટે પ્રેરિત થશે. જેનાથી લોન આપવા સાથે જોડાયેલી તપાસની પ્રક્રિયા વધુ કડક થશે અને આ બધાના કારણે વધુ જોખમવાળી લોનના એપ્રુવલમાં ઘટાડો થશે.
MONEY9એ ઘણી ફિનટેક અને BNPL કંપનીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ આ વિષય પર તેમની પ્રતિક્રિયા ન મળી શકી.
જુદા જુદા મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે નવા નિયમોથી બેંકો અને એનબીએફસીને નુકસાન થશે અને પ્રોફિટ કરવાની તેમની ક્ષમતા પર પણ અસર પડશે.
Published September 15, 2023, 11:13 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો