ભારતમાં પહેલીવાર લૉન્ચ થયું નંબર વગરનું ક્રેડિટ કાર્ડ
ખાનગી સેક્ટરની એક્સિસ બેન્ક અને Fibe (અગાઉ EarlySalary તરીકે ઓળખાતી) કંપનીએ ભાગીદારીમાં ભારતમાં પહેલીવાર નંબર વગરનું ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. કોન્ટેક્ટલેસ કાર્ડ બાદ હવે નંબરલેસ ક્રેડિટ કાર્ડ આવ્યું છે.
ભારતમાં પહેલીવાર નંબર વગરનું ક્રેડિટ કાર્ડ લોન્ચ થયું છે. ખાનગી સેક્ટરની એક્સિસ બેન્ક અને Fibe (અગાઉ EarlySalary તરીકે ઓળખાતી) કંપનીએ ભાગીદારીમાં ભારતમાં પહેલીવાર નંબર વગરનું ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. કોન્ટેક્ટલેસ કાર્ડ બાદ હવે નંબરલેસ ક્રેડિટ કાર્ડ આવ્યું છે.
સલામતી વધશે
આ કો-બ્રાન્ડેડ કાર્ડ પર કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ કે CVV જેવી કોઈ ડિટેલ નહીં લખેલી હોય. એટલે તમારી ઓળખ ચોરી થવાનું કે કાર્ડની ડિટેલનો બિનસત્તાવાર ઉપયોગ થવાનું જોખમ નહીં રહે. કાર્ડની સિક્યોરિટી અને પ્રાઈવસી વધી જશે. Fibe એપ્લીકેશન પર આ કાર્ડની માહિતીનો સરળતાથી એક્સેસ મળી જશે, એટલે માહિતીનો સંપૂર્ણ કન્ટ્રોલ કાર્ડધારક પાસે રહેશે.
કેશબેક અને અન્ય ફીચર્સ
આ કાર્ડમાં 3 ટકા કેશબેકનો લાભ મળશે. તે રૂપે કાર્ડ હોવાથી તેને કોઈ પણ UPI એપ્લીકેશન્સ સાથે લિન્ક કરી શકશો અને પેમેન્ટ કરી શકશો. આ કાર્ડની કોઈ જોઈનિંગ ફી નથી અને લાઈફટાઈમ માટે કોઈ વાર્ષિક ફી પણ નથી. કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકશો અથવા રેસ્ટોરન્ટમાં પણ વાપરી શકશો. તમે ટેક્સીનું પેમેન્ટ કરવા અથવા ટિકિટ બૂકિંગ કરાવવા માટે અથવા મોલમાં શોપિંગ કરવા કે પછી ઓનલાઈન શોપિંગ કરવા માટે પણ આ કાર્ડનો ઉપયોગ કરીને કેશબેકનો લાભ લઈ શકશો.
Published - October 10, 2023, 06:26 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો