Home >
દેશમાં ઈલેક્ટ્રિક કારનું વેચાણે હજુ પણ જોઇએ તેવી સ્પીડ પકડી નથી.... તમે આ વાતનો અંદાજો તે હકીકતથી લગાવી શકો છો કે ફેબ્રુઆરી 2024માં ઈલેક્ટ્રિક કારનું વેચાણ 5 મહિનાના નીચા સ્તરે આવી ગયું હતું, આની સામે 2023માં 90 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી ... આ આંકડાઓ જોતા, એવું લાગે છે કે ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ સ્વિચ કરવામાં લાંબો સમય લાગશે. .... તો શા માટે ઈલેક્ટ્રિક કારનું વેચાણ ધીમું પડી રહ્યું છે? વેચાણ વધારવા માટે સરકાર અને કંપનીઓ શું પગલાં લઈ રહી છે? આ ક્ષેત્રમાં રોકાણની વ્યૂહરચના કેવી રીતે તૈયાર કરવી જોઈએ? ચાલો સમજીએ
Maruti Suzuki April offers: મારુતિ સુઝુકીએ તેના Nexa ડીલર્સને ત્યાં મળતી કાર પર ડિસ્કાઉન્ટ ઑફરની જાહેરાત કરી છે. પરંતુ આ રેન્જમાં XL6 અને Invicto MPV મૉડલ બાકાત છે.
લોકસભા ચૂંટણીની વચ્ચે અમેરિકન EV કંપની ટેસ્લાના અધિકારીઓની ટીમ એપ્રિલના અંતે ભારત આવી રહી છે. કંપની ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે સ્થળની પસંદગી કરવા માંગે છે.
ટોયોટા કિર્લોસ્કર મોટર, હોન્ડા કાર્સ ઈન્ડિયા અને કિઆ ઈન્ડિયાએ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચા માલનો ખર્ચ વધવાથી અને ઓપરેટિંગ કૉસ્ટ ઉપર જવાથી કંપનીઓ કારની કિંમત વધારી રહી છે.
ઈલેક્ટિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (Electric Mobility Promotion Scheme) હેઠળ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ઈ-રિક્ષા પર Rs 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.
મારુતિ સુઝુકીએ ગુજરાતમાં બેચરાજી ખાતે તેના પ્લાન્ટમાં ભારતની પ્રથમ ઈન-પ્લાન્ટ રેલવે સાઈડિંગ સુવિધા શરૂ કરી છે. વડાપ્રધાને આ સુવિધાનો પ્રારંભ વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા કરાવ્યો હતો.
Tata Motorsએ ઈનપુટ કૉસ્ટ વધવાનું કારણ આપીને તેના વ્યાપારિક વાહનો મોંઘા કરવાનો નિર્ણય લીધો ચે. કંપનીના કૉમર્શિયલ વાહનોની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરવામાં આવશે.
ટાટા મોટર્સ તેના કમર્શિયલ વ્હિકલ (CV) બિઝનેસને એક કંપનીમાં તથા પેસેન્જર વ્હિકલ (PV), ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) અને જેગુઆર લેન્ડર રોવર (JLR) બિઝનેસને એક અલગ કંપનીમાં ડિમર્જ કરશે.
છેલ્લાં 5 વર્ષમાં પ્રવાસી ગાડીઓની સરેરાશ વેચાણ કિંમતમાં 50% વધારો થયો છે. છેલ્લાં 3 વર્ષમાં કિંમતમાં 32% વધારો થયો છે. 2024ના પ્રારંભથી જ કાર કંપનીઓ પણ કિંમતમાં વધારો કરી રહી છે.
જે લોકો જાન્યુઆરી, 2024 થી નવી કાર ખરીદવા માંગે છે, તેઓએ આનો આનંદ માણવા માટે થોડો વધુ ખર્ચ કરવો પડશે... કારણ કે મારુતિ, ટાટા મોટર્સ, M&M, MG, Hyundai ઉપરાંત.. પ્રીમિયમ કાર બનાવનારી BMW, વોલ્વો, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી કંપનીઓ સહિત ઓછામાં ઓછી 9 કંપનીઓ છે, જે જાન્યુઆરીથી વાહનોના ભાવમાં વધારો કરી રહી છે.