Home >
જે લોકો જાન્યુઆરી, 2024 થી નવી કાર ખરીદવા માંગે છે, તેઓએ આનો આનંદ માણવા માટે થોડો વધુ ખર્ચ કરવો પડશે... કારણ કે મારુતિ, ટાટા મોટર્સ, M&M, MG, Hyundai ઉપરાંત.. પ્રીમિયમ કાર બનાવનારી BMW, વોલ્વો, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી કંપનીઓ સહિત ઓછામાં ઓછી 9 કંપનીઓ છે, જે જાન્યુઆરીથી વાહનોના ભાવમાં વધારો કરી રહી છે.
ઇલેક્ટ્રિક કાર ખરીદવી એ ફાયદાનો સોદો છે પરંતુ EV માટે કેવા પ્રકારનું વીમા કવર મેળવવું. સામાન્ય કારની સરખામણીમાં આ વીમો કેટલો અલગ છે ચાલો તે સમજીએ.
કઈ બેન્ક આપે છે FD પર વધારે વ્યાજ? કેટલું પકડાયું દાણચોરીનું સોનું? ડુંગળીના ઉત્પાદનમાં કેમ ઘટાડો થશે? અમદાવાદની ફ્લાઈટ કેમ મોંઘી થઈ? કઈ કંપની વધારશે કારના ભાવ?
કાચો માલ મોંઘો થવાથી તેમજ ઓપરેશન કૉસ્ટ વધવાથી ઓટોમોબાઈલ કંપનીઓ જાન્યુઆરી 2024થી ભાવ વધારી રહી છે. મારુતિ, ટાટા, હ્યુન્ડેઈ, મહિન્દ્રા, ઓડી બાદ હવે વધુ બે કંપનીએ ભાવ વધારવાની જાહેરાત કરી છે.
શું RBI બેન્કો બચત ખાતાના વ્યાજ દર વધારશે? કઈ રેટની FDનો હિસ્સો સૌથી વધારે છે? કઈ કંપનીઓની કાર મોંઘી થશે? સોનું મોંઘું થયા બાદ કયો ટ્રેન્ડ જોવા મળ્યો? મારુતિ ક્યાં બનાવશે ઈલેક્ટ્રિક SUV?
સુપર લક્ઝરી કાર બનાવતી ઓટોમોબિલી લેમ્બોર્ગિનીએ મુંબઇમાં તેની નવી કાર લેમ્બોર્ગિની રેવુલ્ટોને લોન્ચ કરી છે. કંપનીએ આ કારની પ્રારંભિક કિંમત (એક્સ-શો રૂમ) 8.89 કરોડ રૂપિયા રાખી છે. ઓટોમોબિલી લેમ્બોર્ગિનીએ તેની પ્રથમ પ્લગ-ઇન હાઇબ્રિડ સુપર સ્પોર્ટ્સ કાર Revueltoને V12 એન્જિનની સાથે લોન્ચ કરી છે.
ગુજરાતમાં હાંસલપુર પ્લાન્ટમાં મારુતિ તેની પ્રથમ ઈલેક્ટ્રિક SUVનું ઉત્પાદન કરશે. કંપનીએ આ પ્લાન્ટમાં 30 લાખ યુનિટના ઉત્પાદનની સિદ્ધિ પણ હાંસલ કરી છે.
કાર, બાઈક, સ્કૂટર, ટ્રક, રિક્ષા, ટ્રેક્ટર સહિતના વાહનોનું કુલ વેચાણ નવેમ્બરમાં 18 ટકા વધીને 28,54,242 યુનિટ નોંધાયું છે. કંપનીઓએ કરેલી આકર્ષક ઑફર તેમજ દિવાળીના તહેવારોને કારણે વેચાણ વિક્રમ સ્તરે પહોંચ્યું.